બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ ઓપનીંગ
યુએસ બજારમાં બીજા દિવસે નરમાઈ, એશિયામાં મિશ્ર વલણ
યુએસ ખાતે ડાઉ જોન્સ ઈન્ડસ્ટ્રીઅલ એવરેજમાં 240 પોઈન્ટસની નરમાઈ જોવા મળી હતી. નાસ્ડેક 1.66 ટકાના નોંધપાત્ર ઘટાડા સાથે 15623ના સ્તરે બંધ રહ્યો હતો. એશિયન બજારોમાં જાપાનનો નિક્કાઈ અને ચીનનો શાંઘાઈ કંપોઝીટ સુધારા સાથે પોઝીટીવ ટ્રેડ દર્શાવી રહ્યો છે. જ્યારે સિંગાપુર, હોંગ કોંગ, તાઈવાન, કોરિયાના બજારો નરમ ટ્રેડ થઈ રહ્યાં છે.
SGX નિફ્ટીનો ગેપ-ડાઉન ઓપનીંગનો સંકેત
સિંગાપુર નિફ્ટી 57 પોઈન્ટ્સ નરમાઈ સાથે 17958.50ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે. જે સૂચવે છે કે સ્થાનિક બજાર પણ ગેપ-ડાઉન ઓપનીંગ દર્શાવી શકે છે. નિફ્ટી માટે 18000નો સપોર્ટ મહત્વનો છે. છેલ્લાં ત્રણ સત્રોથી તે આ સ્તરને જાળવી શક્યો છે. જોકે મંદીવાળાઓનો હાથ ઉપર જોવા મળે છે અને તેથી બજાર વધુ સુધારો દર્શાવી શકતો નથી. બીજી બાજુ 17900ના સ્તરેથી બજાર પરત ફરી રહ્યું છે. આમ આ સ્તર મહત્વનો સપોર્ટ બની રહ્યું છે.
ક્રૂડમાં એકાંતરે દિવસે વિરોધી ટ્રેન્ડ
વૈશ્વિક ક્રૂડના ભાવમાં એકાંતરે દિવસે ટ્રેન્ડ બદલાય રહ્યો છે. બુધવારે સવારે 85 ડોલરની સપાટી પર ટ્રેડ કરી રહેલો બ્રેન્ટ વાયદો આજે સવારે 82.90 ડોલર પર ટ્રેડ થઈ રહ્યો છે. આમ કોમોડિટી કોન્સોલિડેશનમાંથી પસાર થઈ રહી છે. 80 ડોલર નીચે તે 5-8 ડોલરનો ઝડપી ઘટાડો દર્શાવી શકે છે. જ્યારે 86 ડોલર ઉપર તે 92-94 ડોલર સુધીનો ઉછાળો નોંધાવી શકે છે.
ગોલ્ડમાં સુધારો ચાલુ
વૈશ્વિક ગોલ્ડ 1850 ડોલરની સપાટીને દર્શાવી 1847 ડોલર પર ટ્રેડ કરી રહ્યું છે. ટેકનિકલી તે ખૂબ જ મજબૂત જણાય છે અને 1900 ડોલર તરફ આગળ વધી રહ્યું છે. હાલમાં તે છેલ્લાં આંઠ સપ્તાહોથી વધુની ટોચ પર જોવા મળી રહ્યું છે. અન્ય એસેટ ક્લાસિસની સરખામણીમાં ગોલ્ડ અન્ડરપર્ફોર્મર રહ્યું છે અને તેને કારણે આગામી સમયગાળામાં તે સારુ રિટર્ન દર્શાવી શકે છે.
મહત્વની હેડલાઈન્સ
• પિડિલાઈટે બીજા ક્વાર્ટરમાં રૂ. 374 કરોડનો નફો દર્શાવ્યો હતો. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 356 કરોડ પર હતો. કંપનીની આવક ગયા વર્ષે રૂ. 1880 કરોડ પરતી વધી રૂ. 2626 કરોડ રહી હતી.
• ઓઈલ ઈન્ડિયાએ સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રૂ. 1454 કરોડનો નફો દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 1214 કરોડ પર હતો. કંપનીની આવક રૂ. 6201 કરોડ પરથી વધી રૂ. 7254 કરોડ રહી હતી.
• નારાયન હ્રદયાલયે સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રૂ. 99.39 કરોડનો નફો દર્શાવ્યો છે. ગયા વર્ષે સમાનગાળામાં તેણે રૂ. 3.4 કરોડની ખોટ દર્શાવી હતી. કંપનીની આવક રૂ. 600.7 કરોડ સામે વધીને રૂ. 940.3 કરોડ પર જોવા મળી હતી.
• ટિમકેન ઈન્ડિયાએ સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રૂ. 79.19 કરોડનો નફો દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 49.94 કરોડ હતો. કંપનીની આવક રૂ. 391.90 કરોડ સામે રૂ. 557.94 કરોડ પર રહી હતી.
• ગ્લેનમાર્ક લાઈફસાયન્સે બીજા ક્વાર્ટરમાં રૂ. 115.2 કરોડનો નફો દર્શાવ્યો છે. જે ગયા વર્ષે રૂ. 72.47 કરોડ પર હતો. કંપનીની આવક રૂ. 520.80 કરોડ સામે વધી રૂ. 561.76 કરોડ પર રહી હતી.
• સનસેરા એન્જીનીયરીંગે સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રૂ. 51.76 કરોડનો નફો નોંધાવ્યો છે. જે ગયા વર્ષે રૂ. 46.8 કરોડ પર હતી. કંપનીની આવક ગયા વર્ષે રૂ. 432 કરોડ સામે ચાલુ વર્ષે રૂ. 539.74 કરોડ પર રહી હતી.
• મૂડીઝે યસ બેંકનું રેટિંગ બી3થી અપગ્રેડ કરી બી2 કર્યું છે. જ્યારે તેનું આઉટલૂક પણ સુધારીને પોઝીટીવ કર્યું છે.
• ડીએલએફઃ રિઅલ્ટી જાયન્ટ તેના હાલના 42 લાખ ચોરસ ફીટના રિટેલ પોર્ટફોલિયોમાં 23 લાખ ચોરસ ફીટનો ઉમેરો કરશે. કંપની તેની વિસ્તરણ યોજના હેઠળ છ નવી પ્રોપર્ટીઝનો ઉમેરો કરશે.
Market Opening 11 Nov 2021
November 11, 2021