Categories: Market TipsNEWS

Market Opening 10 May 2021

માર્કેટ ઓપનીંગ

યુએસ ખાતે સુધારા વચ્ચે બજારોમાં મિશ્ર ટ્રેન્ડ
ગયા સપ્તાહાંતે યુએસ ખાતે ડાઉ જોન્સ ઈન્ડસ્ટ્રીઅલ એવરેજ 229 229 પોઈન્ટસ સુધરી 34778 પર જ્યારે એસએન્ડપી-500 31 પોઈન્ટસના સુધારે 4233 પર બંધ રહ્યો હતો. નાસ્ડેક પણ પોઝીટીવ જોવા મળ્યો હતો. યુએસ ખાતે જોબ ડેટા સારા રહેતાં સતત બે દિવસથી બજારમાં સુધારો જોવા મળ્યો હતો. યુરોપ ખાતે જર્મનીનું બજાર પણ પોઝીટીવ ટ્રેડ દર્શાવતું હતું. જોકે આમ છતાં એશિયન બજારોમાં મિશ્ર ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. જેમાં નિક્કાઈ 0.85 ટકાનો સુધારો દર્શાવે છે. જ્યારે સિંગાપુર, હોંગ કોંગ, તાઈવાન નરમાઈ દર્શાવી રહ્યાં છે. ચીન બજાર 0.23 ટકા પોઝીટીવ ટ્રેન્ડ થઈ રહ્યું છે.
SGX નિફ્ટીનો પોઝીટીવ ટ્રેન્ડનો સંકેત
સિંગાપુર નિફ્ટી 120 પોઈન્ટ્સના સુધારે 14989 પર ટ્રેડ થઈ રહ્યો છે. જે સૂચવે છે કે સ્થાનિક બજાર પર ગેપ-અપ ઓપનીંગ દર્શાવશે. નિફ્ટી ફ્યુચર્સ 15000નું સ્તર પાર કરે તેવી શક્યતા પણ છે. વિતેલા સપ્તાહાંતે મિશ્ર પરિણામો જોવા મળ્યાં હતાં. આમ બજાર બે બાજુની પ્રતિક્રિયા દર્શાવી શકે છે. એનાલિસ્ટ્સના મતે નિફ્ટીને 15044નો અવરોધ છે. જે પાર થશે તો બજાર ચોક્કસ નવી ટોચ તરફ આગળ વધી શકે છે.
ક્રૂડમાં સ્થિરતા, ગોલ્ડ-સિલ્વર મજબૂત
વૈશ્વિક બજારમાં સોનું-ચાંદી મજબૂતી દર્શાવી રહ્યાં છે. કોમેક્સ ગોલ્ડ વાયદો એક ડોલર મજબૂતી સાથે 1833 ડોલર પર ટ્રેડ થઈ રહ્યો છે. જ્યારે ચાંદી એક ટકા મજબૂતી સાથે 27.75 ડોલર પર ટ્રેડ થઈ રહી છે. આમ બંને ધાતુઓ સ્થાનિક બજારમાં પણ તાજેતરની ટોચ દર્શાવી શકે છે. એમસીએક્સ ખાતે ગયા સપ્તાહે ચાંદીએ રૂ. 72200નું સ્તર દર્શાવ્યું હતું. જે પાર થતાં ચાંદી રૂ. 74000 અને રૂ. 78000 સુધીનો સુધારો દર્શાવી શકે છે. ક્રૂડ દિશાહિન ટ્રેડમાં છે. તે 67-68 ડોલરની આસપાસ સ્થિર જોવા મળે છે.
મહત્વના પરિણામઃ
એવન્યૂ સુપરમાર્ટ્સનો માર્ચ ક્વાર્ટર નફો 53 ટકા ઉછળી રૂ. 414 કરોડ
નાણા વર્ષ 2020-21 માટેનો કોન્સોલિડેટેડ નફો 15.6 ટકા ઘટી રૂ. 24144 કરોડ રહ્યો
આવક પણ 3 ટકા ઘટી રૂ. 24143 કરોડ રહી
ડી-માર્ટ નામે ચેન ધરાવતાં એવન્યૂ સુપરમાર્ટ્સે માર્ચ ક્વાર્ટર માટે નફામાં 52.6 ટકાની ઊંચી વૃદ્ધિ દર્શાવી છે. કંપનીનો ચોથા ક્વાર્ટરનો કોન્સોલિડેટેડ નફો રૂ. 414 કરોડ રહ્યો છે. કંપનીનું નેટ પ્રોફિટ માર્જિન માર્ચ ક્વાર્ટરમાં વધી 5.5 ટકા જોવા મળ્યું હતું. જે વર્ષ અગાઉ સમાનગાળામાં 4.3 ટકા પર હતું.
શનિવારે કંપનીના પરિણામો જાહેર કરતાં કંપનીએ એનાલિસ્ટ્સની અપેક્ષાઓ કરતાં ચઢિયાતાં પરિણામ દર્શાવ્યાં હતાં. માર્ચ ક્વાર્ટરમાં તેની કુલ આવક વાર્ષિક ધોરણે 18.5 ટકા સુધરી રૂ. 7411.7 કરોડ રહી હતી. કંપનીએ જણાવ્યું હતું કે માર્ચ 2021 બાદ સ્ટોર ઓપરેશન્સમાં ખૂબ જ અડચણો નડી છે. લોકલ સ્તરે નિયંત્રણો ખૂબ જ સખ્ત બન્યાં છે. લગભગ 80 ટકાથી વધુ સ્ટોર્સ ખૂબ ઓછા સમય માટે કાર્યરત રહ્યાં છે. તેઓ પ્રતિ દિવસ ચાર કલાકથી વધુ કામ કરી શકતાં નથી. સાથે ઘણા સ્ટોર્સ એક સપ્તાહ માટે કે સપ્તાહાંત માટે બંધ રહ્યાં છે. આ શટડાઉનની રેવન્યૂ પર પ્રતિકૂળ અસર પડી છે એમ કંપનીએ નોંધ્યું હતું.
કંપનીની કામગીરીની વાત કરીએ તો એબિટા 47 ટકા વધી રૂ. 613 કરોડ રહ્યો હતો. જ્યારે માર્જિન ગયા વર્ષના સમાનગાળાની સરખામણીમાં 160 બેસીસ પોઈન્ટ્સ ઉછળી 8.3 ટકા રહ્યાં હતાં. કંપનીએ એનાલિસ્ટસની અપેક્ષા કરતાં સારા પરિણામો દર્શાવ્યાં છે. એનાલિસ્ટ્સ રૂ. 380 કરોડના નફાની અપેક્ષા રાખી રહ્યાં હતાં. જેની સામે રૂ. 414 કરોડનો નફો નોંધાયો હતો. જ્યારે તેઓ રૂ. 7303 કરોડની અપેક્ષા રાખતાં હતાં. જેની સામે રૂ. 7412 કરોડનો નફો જોવા મળ્યો હતો. જ્યારે એબિટા પણ રૂ. 586 કરોડ સામે રૂ. 613 કરોડ રહ્યો હતો. સમગ્ર વર્ષની વાત કરીએ તો 2020-21 નાણાકિય વર્ષ માટે કંપનીની આવક 2.9 ટકા ઘટી રૂ. 24143.06 કરોડ રહી હતી. જ્યારે કંપનીનો કોન્સોલિડેટેડ પ્રોફિટ 15.6 ટકા ઘટી રૂ. 1099.49 કરોડ રહ્યો હતો.
બંધન બેંકનો નફો માર્ચ ક્વાર્ટરમાં 80 ટકા ઘટી રૂ. 103 કરોડ જોવાયો
કંપનીના પ્રોવિઝન્સમાં 180.4 ટકાનો વાર્ષિક ધોરણે તીવ્ર ઉછાળો નોંધાયો, જોકે નેટ ઈન્ટરેસ્ટ ઈન્કમ 19 ટકા વધી
ખાનગી ક્ષેત્રની બંધન બેંકે માર્ચ ક્વાર્ટર માટે રૂ. 103 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો છે. જે વાર્ષિક ધોરણે 80.1 ટકાનો ઘટાડો સૂચવે છે. કંપનીના પરિણામો સતત બીજા ક્વાર્ટર દરમિયાન એનાલિસ્ટ્સની અપેક્ષા કરતાં ઊણા જોવા મળ્યાં છે. વર્ષ અગાઉ સમાનગાળામાં તેણે રૂ. 517.3 કરોડનો નફો નોંધાવ્યો હતો.
માર્ચ ક્વાર્ટરમાં જોકે કંપનીની નેટ ઈન્ટરેસ્ટ ઈન્કમ વાર્ષિક ધોરણે 4.6 ટકા વધી રૂ. 1757 કરોડ જોવા મળી હતી. જ્યારે તેની બુક, ઓફ બુક તથા ટીએલટીઆઈરો મળીને લોન પોર્ટફોલિયોમાં 21.2 ટકા વૃદ્ધિ જોવા મળી છે. તેની ડિપોઝીટ્સમાં વાર્ષિક ધોરણે 36.6 ટકા વૃદ્ધિ નોંધાઈ હતી. કંપનીના પરિણામ બજાર માટે નિરાશાજનક છે. કેમકે સ્ટ્રીટ રૂ. 441.5 કરોડના ચોખ્ખા નફાની અપેક્ષા રાખતું હતું. જ્યારે રૂ. 2012ના નેટ ઈન્ટરેસ્ટ ઈન્કમ જોઈ રહ્યું હતું. બંધન બેંકે ક્વાર્ટર દરમિયાન 5 લાખ નવા કસ્ટમરનો ઉમેરો નોંધાવ્યો હતો. જ્યારે વાર્ષિક ધોરણે તેણે 29 લાખ નવા ગ્રાહકો ઉમેર્યાં હતાં. જે સાથે કુલ ગ્રાહક બેઝ 2.3 કરોડ થયો હતો. કંપનીના પ્રોવિઝન્સ અને કન્ટેન્જન્સીસમાં ઊંચી વૃદ્ધિ જોવા મળી હતી અને તે રૂ. 1594.3 કરોડ પર રહ્યાં હતાં. પ્રોવિઝન્સમાં વાર્ષિક ધોરણે 92.7 ટકાની વૃદ્ધિ નોંધાઈ હતી.
બેંકના માઈક્રો બેંકિંગ પોર્ટફોલિયોમાં પણ રૂ. 388 કરોડનું અધિક પ્રોવિઝન્સ કરવામાં આવ્યું હતું. જ્યારે ચોથા ક્વાર્ટરમાં એનપીએ રેકગ્નિશન સાથે રૂ. 525 કરોડનું ઈન્ટરનલ રિવર્સલ પણ થયું હતું. ક્વાર્ટર દરમિયાન બેંકે રૂ. 617 કરોડના એકાઉન્ટ્સનું રિસ્ટક્ચરિંગ કર્યું હતું. કંપનીના કુલ પોર્ટફોલિયોમાં 0.71 ટકા હાઉસિંગ ફાઈનાન્સ વર્ટિકલનો હતો. એસેટ ક્વોલિટીની વાત કરીએ તો કંપનીની ગ્રોસ નોન-પર્ફોર્મિંગ એસેટ ત્રિમાસિક ધોરણે 31 બેસીસ ઘટી હતી. જોકે નેટ એનપીએમાં ડિસેમ્બર ક્વાર્ટરની સરખામણીમાં 115 બેસીસ પોઈન્ટ્સની વૃદ્ધિ જોવા મળી હતી અને તે 3.51 ટકા પર જોવા મળી હતી.

મહત્વની હેડલાઈન્સ
· એર ઈન્ડિયા માટે ફાઈનાન્સિયલ બીડીંગનું કામ સપ્ટેમ્બરમાં પરત ઠેલવાનો સરકારનો નિર્ણય.
· સરકાર બીપીસીએલ માટેના બીડર્સને કંપનીની વિગતો ઉપલબ્ધ કરાવશે.
· ભારતનું વિદેશી હૂંડિયામણ 30 એપ્રિલે પૂરા થતાં સપ્તાહ દરમિયાન 3.9 અબજ ડોલર વધી રૂ. 588 અબજ ડોલર પર પહોંચ્યું.
· શુક્રવારે વૈશ્વિક ફંડ્સે ભારતીય બજારમાં રૂ. 1140 કરોડની ખરીદી દર્શાવી હતી.
· સ્થાનિક ફંડ્સે શુક્રવારે રૂ. 1470 કરોડની ખરીદી નોંધાવી હતી.
· મે મહિનાના પ્રથમ સપ્તાહમાં ભારતમાં વીજ વપરાશમાં જોવા મળેલી 25 ટકા વૃદ્ધિ.

Rushit Parmar

Recent Posts

Effwa Infra & Research Limited IPO : Important Dates

Effwa Infra & Research Limited IPO is set to launch on 5 July, 2024. The…

5 months ago

Ambey Laboratories Limited IPO : Key Information

Ambey Laboratories Limited IPO is set to launch on 4 July, 2024. The company initiated…

5 months ago

Bansal Wire Industries Limited IPO : Key Updates

Bansal Wire Industries Limited IPO is set to launch on 3 July, 2024. The company…

5 months ago

Emcure Pharmaceuticals Limited IPO : Company Information

Emcure Pharmaceuticals Limited IPO is set to launch on 3 July, 2024. The company initiated…

5 months ago

Nephro Care India Limited IPO : Key Information

Nephro Care India Limited IPO is set to launch on 28 June, 2024. The company…

5 months ago

Diensten Tech Limited IPO : Important Dates

Diensten Tech Limited IPO is set to launch on 26 June, 2024. The company initiated…

5 months ago

This website uses cookies.