બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ ઓપનીંગ
એશિયન બજારોમાં મજબૂતી
કોરિયાને બાદ કરતાં મોટાભાગના એશિયન બજારોમાં સપ્તાહની શરૂઆત પોઝીટીવ જોવા મળી રહી છે. સિંગાપુર, હોંગ કોંગ, તાઈવાન અને ચીનના માર્કેટ્સ એક ટકા સુધીનો સુધારો દર્શાવી રહ્યાં છે. કોરિયન માર્કેટ એક ટકા ઘટાડા સાથે ટ્રેડ દર્શાવી રહ્યું છે. જ્યારે જાપાન માર્કેટ ફ્લેટ ટ્રેડ સૂચવે છે.
SGX નિફ્ટીનો ગેપ-અપ ઓપનીંગનો સંકેત
સિંગાપુર નિફ્ટી 65 પોઈન્ટ્સ સુધારા સાથે 17922ના સ્તરે ટ્રેડ દર્શાવી રહ્યો છે. જે સૂચવે છે કે ભારતીય બજાર પણ પોઝીટીવ ઓપનીંગ દર્શાવે તેવી પૂરી શક્યતાં છે. નિફ્ટીને 17560નો નજીકનો સપોર્ટ છે. જેને સ્ટોપલોસ તરીકે રાખીને લોંગ ટ્રેડ જાળવી શકાય. સુધારા બાજુએ 18000-18100નો ટાર્ગેટ રહેશે. જે પાર થશે તો નિફ્ટી ઓક્ટોબર મહિનામાં દર્શાવેલી ટોચ તરફ આગળ વધી શકે છે.
મહત્વની હેડલાઈન્સ
• મૂકેશ અંબાણીની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે ન્યૂયોર્ક ખાતે મેન્ડેરિન ઓરિએન્ટલ ન્યૂયોર્કમાં 73 ટકા હિસ્સો ખરીદવાનો લીધેલો નિર્ણય. કંપની 9.8 કરોડ ડોલરમાં આ બહુમતી હિસ્સો ખરીદશે.
• એમેઝોન ફ્યુચર આર્બિટ્રેશન પર સ્ટેના નિર્ણય સામે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરશે.
• ટીસીએસ 12મી તારીખે શેર બાયબેક માટે વિચારણા કરશે. કંપની ડિસેમ્બર ક્વાર્ટરના પરિણામ સાથે જ આ મુદ્દે પણ નિર્ણય લેશે.
• દેશમાં શિયાળુ વાવેતર 0.9 ટકા વૃદ્ધિ સાથે 652.2 લાખ હેકટર પર પહોંચ્યું. જે અત્યાર સુધીનો વિક્રમ છે.
• દેશના ફોરેક્સ રિઝર્વ્સમાં 31 ડિસેમ્બરે પૂરા થતાં સપ્તાહ દરમિયાન 1.47 અબજ ડોલરની વૃદ્ધિ જોવા મળી હતી અને તે 633.6 અબજ ડોલર પર પહોંચ્યું હતું.
• દેશના ફાઈનાન્સ પ્લેટફોર્મ ગ્રોમાં સત્યા નાદેલા એક ઈન્વેસ્ટર બન્યાં છે.
• આરબીઆઈએ ગયા સપ્તાહે સેકન્ડરી માર્કેટમાં રૂ. 500 કરોડ રૂપિયાના બોન્ડ્સનું વેચાણ કર્યું હતું.
• શૂક્રવારે વિદેશી સંસ્થાએ ભારતીય બજારમાં રૂ. 496 કરોડની ચોખ્ખી ખરીદી દર્શાવી હતી.
Market Opening 10 Jan 2022
January 10, 2022