બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ ઓપનીંગ
યુએસ શેરબજારોમાં તેજીની આગેકૂચ
વૈશ્વિક સ્તરે યુએસ બજારો આઉટપર્ફોર્મન્સ દર્શાવી રહ્યાં છે. બુધવારે ડાઉ જોન્સ ઈન્ડસ્ટ્રીઅલ એવરેજ 305 પોઈન્ટ્સ સુધારા સાથે 35768ના સ્તરે બંધ રહ્યો હતો. જ્યારે નાસ્ડેક 296 પોઈન્ટ્સ અથવા બે ટકાથી વધુ ઉછળ્યો હતો. તાજેતરના તળિયેથી બંને બેન્ચમાર્ક્સ નોંધપાત્ર બાઉન્સ સૂચવી રહ્યાં છે. યુરોપના બજારો પણ બુધવારે મજબૂત જોવા મળ્યાં હતાં. જોકે એશિયન બજારો આજે સવારે લગભગ ફ્લેટ ટ્રેડ દર્શાવી રહ્યાં છે. સિંગાપુર અને હોંગ કોંગ રેડ ઝોનમાં ટ્રેડ દર્શાવી રહ્યાં છે. જ્યારે જાપાન, તાઈવાન, કોસ્પી અને ચીન સાધારણ ગ્રીન જોવા મળી રહ્યાં છે.
SGX નિફ્ટીનો પોઝીટીવ ઓપનીંગનો સંકેત
સિંગાપુર નિફ્ટી 28 પોઈન્ટ્સ સુધારા સાથે 17512ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે. જે સૂચવે છે કે સ્થાનિક બજાર પણ પોઝીટીવ ઓપનીંગ દર્શાવી શકે છે. નિફ્ટીએ બુધવારે નોંધપાત્ર સુધારો દર્શાવ્યો હતો. લાર્જ-કેપ્સમાં મોમેન્ટમ જોતાં બેન્ચમાર્ક્સ આગળ પર સુધારાતરફી રહેવાની શક્યતાં વધુ છે. બેન્ચમાર્ક માટે 17 હજાર મહત્વનો સપોર્ટ છે. જ્યારે 17800નો અવરોધ છે. ઘટાડે લાર્જ-કેપ્સમાં લોંગ રહેવામાં લાભ થઈ શકે છે.
ક્રૂડમાં કોન્સોલિડેશન
સોમવારે 94 ડોલરની ટોચ બનાવ્યાં બાદ બ્રેન્ટ વાયદો ફરી કોન્સોલિડેશનમાં જોવા મળે છે. આજે સવારે તે 91.43 ડોલર પર ટ્રેડ દર્શાવી રહ્યો છે. છેલ્લાં ત્રણ સત્રોથી તે 91 ડોલર આસપાસ ટ્રેડ થઈ રહ્યો છે.
ગોલ્ડમાં અન્ડરટોન મજબૂત
વૈશ્વિક ગોલ્ડ ધીમે-ધીમે સુધરતું રહી 1735 ડોલર પર પહોંચ્યું છે. છેલ્લાં નવ મહિના દરમિયાન અનેકવાર 1800 ડોલર પર ટ્રેડ થયાં બાદ ઝડપથી ગગડતું ગોલ્ડ આ વખતે 1850 ડોલર અને 1900 ડોલરની સપાટી તરફ આગળ વધી શકે છે. 1780 ડોલરનો મહત્વનો સપોર્ટ ધ્યાનમાં રાખવો. તેને સ્ટોપલોસ જાળવી લોંગ રહી શકાય.
મહત્વની હેડલાઈન્સ
• આરબીઆઈ તેની 2022ની પ્રથમ મોનેટરી પોલિસી સમીક્ષામાં રેપો રેટને 4 ટકા પર સ્થિર જાળવી રાખે તેવી અપેક્ષા છે. જોકે તે રિવર્સ રેપો રેટમાં વૃદ્ધિ કરશે તે નિશ્ચિત છે.
• નાણાપ્રધાને જણાવ્યું છે કે 2021-22 માટે 6.9 ટકાના સ્તરે નાણાકિય ખાધ એક જવાબદારી સંચાલન સૂચવે છે.
• ભારત ફોર્જ બોન્ડ્સ મારફતે ફંડ ઉભું કરવાની વિચારણા કરશે.
• સ્ટ્રાઈડ્સ ફાર્મા બોન્ડ્સ અથવા શેર્સ મારફતે ફંડ્સ ઊભું કરશે.
• સેબીએ મ્યુચ્યુલ ફંડ એએમસીને ઓડિટ કમિટિ બનાવવા માટે કહ્યું.
• સેબીએ પ્રાઈવેટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ટ્રસ્ટ્સ માટે નિયમો હળવા બનાવ્યાં.
• દેશમાં જાન્યુઆરીમાં ઓઈલ પ્રોડક્ટ્સના વપરાશમાં વાર્ષિક ધોરણે 0.2 ટકાનો ઘટાડો નોંધાયો.
• વૈશ્વિક ફંડ્સે બુધવારે રૂ. 893 કરોડના શેર્સનું વેચાણ કર્યું.
• એલઆઈસી આજે સેબી સમક્ષ ડીઆરએચપી ફાઈલ કરે તેવી શક્યતાં.
• ભારતી એરટેલે ચાલુ વર્ષે એક વધુ ટેરિફ વૃદ્ધિની શક્યતાં દર્શાવી છે.
• ડો. રેડ્ડીઝ યુએસ ખાતે પાર ફાર્માની વાસોસ્ટ્રીક્ટની કોપી લોંચ કરશે.
• જીએમઆર ઈન્ફ્રાએ ત્રીજા ક્વાર્ટરમાં રૂ. 626 કરોડનું નુકસાન નોંધાવ્યું. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 897 કરોડ પર હતું.
• ઈન્ડિયાબુલ્સ હાઉસિંગે ડિસેમ્બર ક્વાર્ટરમાં રૂ. 303 કરોડનો નફો નોંધાવ્યો.