માર્કેટ ઓપનીંગ
યુએસ ખાતે ફ્લેટ બંધ વચ્ચે એશિયામાં મિશ્ર વલણ
યુએસ ખાતે ડાઉ જોન્સ ઈન્ડસ્ટ્રીઅલ એવરેજે તેની સર્વોચ્ચ ટોચ દર્શાવી હતી. જોકે બેન્ચમાર્ક દિવસ દરમિયાન સાંકડી રેંજમાં અથડાયેલો જોવા મળ્યો હતો અને 10 પોઈન્ટ્સના સાધારણ ઘટાડે 31376 પર બંધ આવ્યો હતો. એશિયન બજારોમાં મિશ્ર વલણ જોવા મળી રહ્યું છે. ચીનનો શાંઘાઈ કંપોઝીટ 3640ની સપાટી પાર કરીને છેલ્લા કેટલાક વર્ષોની ટોચ પર ટ્રેડ થઈ રહ્યો છે. તે 0.9 ટકાની વૃદ્ધિ દર્શાવી રહ્યો છે. હોંગ કોંગ બજાર પણ 1.6 ટકા મજબૂતી સાથે ટ્રેડ થઈ રહ્યું છે. જ્યારે જાપાન 0.12 ટકા અને તાઈવાન 0.61 ટકા સુધારો સાથે ટ્રેડ દર્શાવી રહ્યાં છે. સિંગાપુર અને કોરિયા સાધારણ નરમાઈ સૂચવે છે.
SGX નિફ્ટીમાં મજબૂતી
સિંગાપુર નિફ્ટી 48 પોઈન્ટ્સનો સુધારો સૂચવી રહ્યો છે અને 15165ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે. જે ભારતીય બજારમાં પણ પોઝીટીવ ઓપનીંગનો સંકેત આપે છે. સ્થાનિક બજારમાં કેશ નિફ્ટી 15237ની ટોચ બનાવી મંગળવારે સાધારણ નરમાઈ સાથે બંધ આવ્યો હતો. આમ 15237નો નજીકનો અવરોધ રહેશે. જે પાર થતાં 15500 સુધીના સ્તર એનાલિસ્ટ્સ જોઈ રહ્યાં છે. જ્યારે ઘટાડે 14900 અને 14700નો સપોર્ટ જોઈ રહ્યાં છે.
ક્રૂડમાં કોન્સોલિડેશન
વૈશ્વિક બજારમાં ક્રૂડ 61 ડોલરની સપાટી પાર કરી હાલમાં કોન્સોલિડેશનમાં જોવા મળી રહ્યું છે. ક્રૂડ 30 ડોલરથી સુધરતું રહી અંતિમ ચાર મહિનામાં ડબલ થઈ ચૂક્યું છે. આમ કેટલોક સમય તે રેંજ બાઉન્ડ જોવા મળી શકે છે.
ગોલ્ડ-સિલ્વર
વૈશ્વિક બજારમાં ગોલ્ડ-સિલ્વરમાં બે બાજુની વધ-ઘટ જોવા મળે છે. ઉપરના મથાળે બંને ધાતુઓમાં વેચવાલી આવી જાય છે. બુધવારે સવારે કોમેક્સ ગોલ્ડ વાયદો 3 ડોલર મજબૂતી વચ્ચે 1841 ડોલર પર ટ્રેડ કરી રહ્યો છે. જ્યારે સિલ્વર વાયદો 27.46 ડોલરના સ્તરે પોઝીટીવ ટ્રેડ દર્શાવે છે. મંગળવારે એમસીએક્સ ખાતે રાતે સોનુ રૂ. 90ના સુધારે રૂ. 47930 પર બંધ રહ્યું હતું. જ્યારે ચાંદી રૂ. 508ના ઘટાડે રૂ. 69576 પર બંધ રહી હતી. આમ તે રૂ. 70000ના સ્તરને જાળવી શકી નહોતી.
મહત્વની હેડલાઈન્સ
· ભારત એપ્રિલથી નવી ટ્રેડ પોલિસીનો અમલ કરશે.
· સરકારે કાયદાના પુનર્ગઠનની વાત કરતાં રિન્યૂએબલ એનર્જિ ઉત્પાદકો નારાજ
· જાન્યુઆરીમાં દેશમાં ઓઈલ પ્રોડક્ટ્સના વપરાશમાં વાર્ષિક ધોરણે 2.8 ટકાનો ઘટાડો નોંધાયોય
· દેશ આગામી બે મહિનામાં હાઈડ્રોજન મિશન ડ્રાફ્ટ તૈયાર કરશે.
· ભારતે ક્લિન એનર્જિ તરફ વળવા માટે 1.4 ટ્રિલિયન ડોલર ખર્ચવાની જરૂર.
· એપલનો ભાગીદાર વિસ્ટ્રોન તેની તોફાનગ્રસ્ત ફેકટરી પુનઃ શરૂ કરશે.
· કોટક ઈન્વેસ્ટમેન્ટ એડવાઈઝરે 38 કરોડ ડોલરનું રિઅલ એસ્ટેટ ફંડ રજૂ કર્યું.
· વૈશ્વિક ફંડ્સે મંગળવારે ભારતીય શેરબજારમાં રૂ. 1300 કરોડની ખરીદી કરી.
· સ્થાનિક ફંડ્સે મંગળવારે ભારતીય બજારમાં રૂ.1760 કરોડના શેર્સનું વેચાણ દર્શાવ્યું.
· ભારત બાયોટેક ચાલુ સપ્તાહે બ્રાઝિલ અને યુએઈમાં વેક્સિન રવાના કરશે.
· બર્ગર પેઈન્ટ્સનો ચોખ્ખો નફો ડિસેમ્બર ક્વાર્ટરમાં 51 ટકા ઉછળી રૂ. 275 કરોડ થયો હતો.
· ગ્લેનમાર્ક ફાર્માસ્યુટીકલ્સ 12 ફેબ્રારીએ વિદેશી ઋણની પુનઃ ખરીદી માટે વિચારણા કરશે.
· હેગે ત્રીજા ક્વાર્ટરમાં રૂ. 80 લાખની ખોટ દર્શાવી હતી. કંપનીની આવક પણ ઘટી હતી.
· જિંદાલ સ્ટીલનું જાન્યુઆરીમાં વેચાણ 35 ટકા વધી 5.8 લાખ ટન જયારે ઉત્પાદન 6.9 લાખ ટન રહ્યું હતું.
· ટાટા સ્ટીલે ડિસેમ્બર ક્વાર્ટરમાં રૂ. 3680 કરોડનો નફો નોંધાવ્યો હતો. ગયા વર્ષે સમાનગાળામાં તેણે રૂ. 1030 કરોડની ખોટ દર્શાવી હતી. કંપનીની આવક 11 ટકા વધી હતી.
Effwa Infra & Research Limited IPO is set to launch on 5 July, 2024. The…
Ambey Laboratories Limited IPO is set to launch on 4 July, 2024. The company initiated…
Bansal Wire Industries Limited IPO is set to launch on 3 July, 2024. The company…
Emcure Pharmaceuticals Limited IPO is set to launch on 3 July, 2024. The company initiated…
Nephro Care India Limited IPO is set to launch on 28 June, 2024. The company…
Diensten Tech Limited IPO is set to launch on 26 June, 2024. The company initiated…
This website uses cookies.