માર્કેટ ઓપનીંગ
યુએસ ખાતે નરમાઈ છતાં એશિયા મજબૂત
ગયા શુક્રવારે સપ્તાહના અંતિમ દિવસે યુએસ ખાતે ડાઉ જોન્સ ઈન્ડસ્ટ્રીઅલ એવરેજમાં નોંધપાત્ર ઘટાડા છતાં એશિયન બજારો મજબૂતી દર્શાવી રહ્યાં છે. ડાઉ જોન્સ 470 પોઈન્ટ્સ ઘટી 30932 પર બંધ આવ્યો હતો. જોકે અગ્રણી એશિયાઈ બજારોમાં જાપાનનો નિક્કાઈ 2.26 ટકા અથવા 655 પોઈન્ટ્સ મજબૂતી ટ્રેડ થઈ રહ્યો છે. કોરિયા અને તાઈવાનના બજાર બંધ છે. હોંગ કોંગ 1.11 ટકા મજબૂતી દર્શાવે છે. જ્યારે ચીન 0.62 ટકાનો સુધારો દર્શાવી રહ્યું છે.
ક્રૂડમાં મજબૂતી
વૈશ્વિક બજારમાં ક્રૂડના ભાવમાં મજબૂતી જોવા મળી રહી છે. બ્રેન્ટ ક્રૂડ આજે સવારે 1.8 ટકા મજબૂતી સાથે 65.6 ડોલર પર ટ્રેડ થઈ રહ્યું છે. આમ તે 65 ડોલરને પાર કરવાના સતત પ્રયાસો કરી રહ્યું છે. જો આ સ્તર પર ટકી જશે તો તે ટૂંકમાં 70 ડોલરની સપાટી દર્શાવી શકે છે. ભારતીય અર્થતંત્ર માટે ક્રૂડના ભાવનું મજબૂત રહેવું પરેશાની સર્જી શકે છે.
સોના-ચાંદીમાં પ્રત્યાઘાતી સુધારો
વિતેલા સપ્તાહે આંઠ મહિનાના તળિયા પર પહોંચી ગયેલા સોનામાં સાધારણ બાઉન્સ જોવા મળી રહ્યો છે. જોકે તે ટકશે કે કેમ તે ચિંતા છે. કોમેક્સ ગોલ્ડ વાયદો 17 ડોલર મજબૂતી સાથે 1746 ડોલર પર ટ્રેડ થઈ રહ્યો છે. જ્યારે ચાંદી 1.7 ટકા મજબૂતી સાથે 26.89 ડોલર પર ટ્રેડ થઈ રહી છે. એમસીએક્સ ખાતે શુક્રવારે રાતે ગોલ્ડ વાયદો રૂ. 458ના ઘટાડે રૂ. 45767 પર બંધ રહ્યો હતો. જ્યારે સિલ્વર વાયદો રૂ. 1801ના તીવ્ર ઘટાડે રૂ. 67475 પર બંધ રહ્યો હતો. સિલ્વરમાં રૂ. 65000નો મુખ્ય સપોર્ટ છે. આમ તેમાં હજુ પણ સુધારાની ચાલ જળવાયેલી છે. જ્યારે સોનુ રૂ. 46 હજારની નીચે નબળાઈ સૂચવે છે. વધુ ઘટાડે તે રૂ. 44-45 હજારની રેંજ દર્શાવી શકે છે.
મહત્વની હેડલાઈન્સ
- રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે સ્કાયટ્રાન ઈન્ક.માં 2.67 કરોડ ડોલરમાં 54.46 ટકા હિસ્સો ખરીદ્યો.
- દેશની અગ્રણી બેંકિંગ કંપની એસબીઆ એરક્રાફ્ટ લિઝીંગ બિઝનેસમાં પ્રવેશવા માગે છે.
- પાકિસ્તાન ભારત ખાતેથી કોટનની આયાત શરૂ કરે તેવી શક્યતા.
- જાન્યુઆરીમાં ભારતના સ્ટીલ ઉત્પાદનમાં 7.6 ટકા વૃદ્ધિ જોવાઈ અને તે 10 મિલિયન ટન પર પહોંચ્યું.
- એપ્રિલ-જાન્યુઆરીમાં ભારતની કોલ આયાત 12 ટકા ઘટી 18.1 મિલિયન ટન રહી.
- પાવર ઉત્પાદક કંપનીઓએ ડિસ્કામ્સ પાસેથી લેવાના થતી રકમ ડિસેમ્બરમાં 24 ટકા વધી રૂ. 1.36 લાખ કરોડ પર પહોંચી.
- ફેબ્રુઆરીમાં ચીનની ફેક્ટરી એક્ટિવિટીમાં ધીમા દરે વૃદ્ધિ જોવાઈ.
- આદિત્ય બિરલા ફાઈનાન્સ ડિબેન્ચર્સ મારફતે રૂ. 5000 કરોડ ઊભા કરશે.
- આદિત્યબિરલાના જણાવ્યા મુજબ એફડીઆઈ કરતાં ખાનગી ક્ષેત્રના ઈન્વેસ્ટમેન્ટને પુર્નજિવિત કરવું વધુ મહત્વનું.
- હિટાચી એબીબી પાવર ગ્રીડ્સે ડિસેમ્બર ક્વાર્ટરમાં નફામાં 55 ટકા વૃદ્ધિ નોંધાવી.
- ઈન્ડિયન ઓઈલ પાણીપત રિફાઈનરીની ક્ષમતા વૃદ્ધિ પાછળ રૂ. 32,946 કરોડનું રોકાણ કરશે.
- ઈન્ફ્લેક્શન પોઈન્ટ વેન્ચર્સ ભારતમાં ચાલુ વર્ષે સ્ટાર્ટ-અપ્સમાં 2 કરોડ ડોલરનું રોકાણ કરશે.
- ફેબ્રુઆરીમાં અત્યાર સુધીમાં વિદેશી સંસ્થાકિય રોકાણકારોએ રૂ. 23663ની કરેલી ખરીદી.
- અદાણી પોર્ટ્સનો પ્રમોટર 3.21 કરોડ પ્લેજ શેર્સને રિલીઝ કરાવશે.
- બ્રાઝિલે ભારત બાયોટેક સાથે કોવિડ-19 વેક્સિન માટે ડીલ કર્યું છે.
- એક્રેસિલે ક્વાર્ટ્ઝ કિચન સિન્ક્સનું ક્ષમતા વિસ્તરણ પૂરું કર્યા બાદ વધુ એક લાખ યુનિટ્સનું કમર્સિયલ પ્રોડક્શન શરૂ કર્યું છે.
- કેઈસી ઈન્ટરનેશનલે રૂ. 1140 કરોડની નવી ઓર્ડર બુક મેળવી છે.