માર્કેટ ઓપનીંગ
ડાઉજોન્સે 34 હજાર કૂદાવ્યું, એશિયન બજારો ફ્લેટ
યુએસ શેરબજારમાં તેજીનો ક્રમ જળવાયો છે. ગુરુવારે રાતે ડાઉ જોન્સ ઈન્ડસ્ટ્રીઅલ અવરેજ 305 પોઈન્ટ્સ ઉછળી પ્રથમવાર 34000ની સપાટી કૂદાવી ગયો હતો. તેણે 34036ના સ્તરે બંધ દર્શાવ્યું હતું. જોકે એશિયન બજારો પર આનો કોઈ પ્રભાવ જોવા મળી રહ્યો નથી. એશિયન બજારો સાધારણ પોઝીટીવ અથવા નેગેટિવ ટ્રેડ દર્શાવી રહ્યાં છે. જાપાનનો નિક્કી 0.13 ટકા સુધારા સાથે ટ્રેડ થઈ રહ્યો છે. જ્યારે હોંગ કોંગ નેગેટિવ ટ્રેડ દર્શાવે છે. તાઈવાન અને કોરિયા પણ સાધારણ નેગેટિવ જોવા મળે છે. જ્યારે ચીન 0.21 ટકાનો સુધારો દર્શાવે છે.
SGX નિફ્ટીમાં સાધારણ પોઝીટીવ ટ્રેડ
સિંગાપુર નિફ્ટી 10 પોઈન્ટ્સનો નજીવો સુધારો દર્શાવી 14630 પર ટ્રેડ થઈ રહ્યો છે. આમ સ્થાનિક બજાર સાધારણ પોઝીટીવ ઓપનીંગ દર્શાવે તેવો સંકેત છે. જોકે તે સુધારો જાળવી રાખે છે કે કેમ તે જોવું રહેશે.
ક્રૂડમાં મક્કમ અન્ડરટોન
વૈશ્વિક ક્રૂડના ભાવ મક્કમ ટકેલાં છે. બ્રેન્ટ ક્રૂડ વાયદો 67 ડોલર આસપાસ ટ્રેડ થઈ રહ્યો છે. તે લગભગ અંતિમ એક મહિનાથી વધુ સમયની ટોચ પર ટ્રેડ થઈ રહ્યો છે. હાલમાં તે વધુ સુધારાની શક્યતા દર્શાવે છે. રૂપિયામાં નરમાઈ અને ક્રૂડમાં મજબૂતી ભારતીય અર્થતંત્ર માટે ચિંતાનું કારણ બન્યું છે.
ગુરુવારે સોનાએ રૂ. 47000 અને ચાંદીએ રૂ. 68000 પાર કર્યું
ગુરુવારે વૈશ્વિક બજારમાં સોનામાં સારો સુધારો નોંધાયો હતો અને તે રેંજ બહાર નીકળ્યું હતું. કોમેક્સ વાયદો 1770 ડોલર સુધી ટ્રેડ થયો હતો. હાલમાં તે 5 ડોલર નરમાઈ સાથે 1762 ડોલર પર ટ્રેડ થઈ રહ્યો છે. આમ તેણે 1750 ડોલરની સપાટી જાળવી રાખી છે. ચાંદીની વાત કરીએ તો તેણે 25.96ની તાજેતરની ટોચ દર્શાવી હતી અને હાલમાં તે 25.85 ડોલર પર ટ્રેડ થઈ રહ્યો છે. એમસીએક્સ ખાતે ચાંદી રૂ. 862ના સુધારે રૂ. 68500ની સપાટી પર બંધ રહી હતી. જ્યારે સોનુ રૂ. 562 સુધરી રૂ. 47170 પર બંધ રહ્યું હતું. આમ તેણે રૂ. 47 હજારની સપાટી પાર કરી હતી.
મહત્વની હેડલાઈન્સ
· માર્ચ મહિનામાં નિકાસ વાર્ષિક ધોરણે 60.3 ટકા વધી 34.45 અબજ ડોલર રહી.
· માર્ચમાં આયાજ 53.7 ટકા વધુ 48.4 અબજ ડોલર રહી. આમ 13.93 અબજ ડોલરની વેપાર ખાધ જોવા મળી.
· આરબીઆઈની પ્રથમ ક્યૂઈ ખરીદી બાદ બોન્ડ્સમાં વેચવાલીથી નિરાશા.
· વૈશ્વિક ફંડ્સે ગુરુવારે ભારતીય બજારમાં રૂ. 980 કરોડની ચોખ્ખી ખરીદી દર્શાવી. જ્યારે સ્થાનિક ફંડ્સે રૂ. 527 કરોડનું વેચાણ નોંધાવ્યું.
· સિટિ બેંક એશિયા અને યુરોપમાં 13 દેશોમાંથી રિટેલ બેંકિંગમાંથી બહાર નીકળી જશે.
· નીતિ આયોગ બે પીએસયૂ બેંક્સના નામ ખાનગીકરણ માટે નક્કી કરશે.
· વિપ્રોએ ચોથા ક્વાર્ટરમાં રૂ. 2970નો નફો નોંધાવી રૂ. 2915 કરોડના અંદાજથી સારો દેખાવ દર્શાવ્યો. કંપનીની આવક રૂ. 15768 કરોડના અંદાજ સામે રૂ. 16334 કરોડ રહી.
· ટિનપ્લેટે ચોથા કવાર્ટરમાં રૂ. 56.2 કરોડનો નફો નોંધાવ્યો. જે ગયા વર્ષે રૂ. 27.1 કરોડ હતો. કંપનીની આવક વધી રૂ. 695 કરોડ રહી હતી. જે ગયા વર્ષે રૂ. 427.5 કરોડ હતી.
· ગોલ્ડમેન સાચે આઈએસજીઈસી હેવી એન્જિનીયરીંગમાં હિસ્સો વધારી 1.88 ટકા કર્યો.
· એચસીએલ ટેકે ડિજિટલાઈઝેશનને વેગ આપવા માટે ઈન્ટેલ સાથે કરારનું વિસ્તરણ કર્યું.