માર્કેટ ઓપનીંગ
યુએસમાં સુધારા છતાં એશિયામાં નરમાઈ
ગયા શુક્રવારે યુએસ માર્કેટ સુધારા સાથે બંધ રહ્યું હતું. જોકે તેમ છતાં એશિયન બજારો નરમ ટ્રેડ દર્શાવી રહ્યાં છે. ખાસ કરીને હોંગ કોંગમાં વેચવાલી જોવા મળી રહી છે. અન્ય બજારો સાધારણ ઘટાડો દર્શાવે છે. જ્યારે હોંગ કોંગ 0.7 ટકાનો ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યું છે. ચીન, તાઈવાન અને કોરિયા પણ નરમ ટ્રેડ દર્શાવે છે.
SGX નિફ્ટીનો ગેપ-ડાઉન ઓપનીંગનો સંકેત
સિંગાપુર નિફ્ટી 73 પોઈન્ટ્સ નરમાઈ સાથે 15153 પર ટ્રેડ દર્શાવી રહ્યો છે. આમ સ્થાનિક બજાર પણ ગેપ-ડાઉન ઓપનીંગ દર્શાવે તેવી શક્યતા છે. નિફ્ટીને 15030નો મજબૂત સપોર્ટ છે. શુક્રવારે તેણે આ સ્તર પર નિર્ણાયક બ્રેકઆઉટ દર્શાવ્યું હતું. આમ સ્થાનિક બજારે વધુ સુધારા માટે આગળ પર આ સ્તર જાળવવું મહત્વનું છે. માર્કેટનો અન્ડરટોન બુલીશ જોતાં વધ-ઘટે સુધારો જળવાય શકે છે. વર્તમાન સપ્તાહ મે સિરિઝ એક્સપાયરીનું છે. તેની પાછળ પણ બજારમાં બે બાજુની વધ-ઘટ સંભવ છે. જેમાં શોર્ટ કવરિંગ પાછળ નિફ્ટી અગાઉના 15300 અને 15431ના ટોપ્સને આંબવાનો પ્રયાસ કરી શકે.
મહત્વની હેડલાઈન્સ
· આરબીઆઈએ રૂ. એક લાખ કરોડની સહાય કરી સરકારને મોટી રાહત આપી.
· ભારતીય બેંકિંગ ક્ષેત્રે પ્રોવિઝન્સ ઘટતાં વિક્રમી નફો નોંધાવ્યો.
· એસબીઆઈના મતે 2021-22માં 10 ક્રેડિટ ગ્રોથ જોવા મળશે. રિટેલ ગ્રાહકો મહત્વના બની રહેશે.
· વિદેશી હૂંડિયામણ 590 અબજ ડોલરની જાન્યુઆરી પછીની નવી ટોચ પર.
· આરબીઆઈએ ગયા સપ્તાહે 37800 કરોડના બોન્ડ્સનું વેચાણ કર્યું
· વૈશ્વિક ફંડ્સે શુક્રવારે રૂ. 510 કરોડની ખરીદી દર્શાવી.
· સ્થાનિક ફંડ્સે પણ શુક્રવારે રૂ. 649 કરોડની ખરીદી કરી.
· અદાણી ગ્રીને જણાવ્યું છે કે તેણે એમએસઈએલનો 74 ટકા હિસ્સો અદાણી ટ્રેડકોમને ટ્રાન્સફર કર્યો છે.
· અમરરાજા બેટરીઝે માર્ચ ક્વાર્ટરમાં રૂ. 189 કરોડનો નફો નોંધાવ્યો છે. કંપનીએ પ્રતિ શેર રૂ. 6નું ડિવિડન્ડ જાહેર કર્યું છે.
· બિરલા સોફ્ટની ચોખ્ખી આવક 43 ટકા વધી રૂ. 98.98 કરોડ રહી છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 69 કરોડ હતી.
· ક્રોમ્પ્ટન ગ્રિવ્ઝે માર્ચ ક્વાર્ટરમાં રૂ. 247 કરોડની ચોખ્ખી આવક નોંધાવી છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 99.8 કરોડ હતી. કંપનીની આવક 49 ટકા વધી રૂ. 1502 કરોડ રહી છે.
Marekt Opening 24 May 2021
May 24, 2021