Market Summary 03/04/2024

વૈશ્વિક બજારો પાછળ શેરબજારમાં સતત બીજા સત્રમાં નેગેટિવ બંધ
બેન્ચમાર્ક નિફ્ટી 22500ની સપાટી પર ટકવામાં અસમર્થ
વોલેટિલિટી ઈન્ડેક્સ 2.4 ટકા ગગડી 11.37ના સ્તરે બંધ
પીએસયૂ બેંક્સ, આઈટી, પીએસઈમાં મજબૂતી
ઓટો, ફાર્મા, એફએમસીજી નરમ
બ્રોડ માર્કેટમાં સતત ત્રીજા સત્રમાં ખરીદી જળવાઈ
કોચીન શીપયાર્ડ, પીએનબી, જેએસડબલ્યુ એનર્જી, લૌરસ લેબ્સ, નાલ્કો, અદાણી પાવર નવી ટોચે
ભારતીય શેરબજારમાં સતત બીજી સત્રમાં નેગેટીવ ક્લોઝીંગ જોવા મળ્યું હતું. વૈશ્વિક બજારોમાં સાર્વત્રિક નરમાઈ પાછળ આમ બન્યું હતું. જોકે, બેન્ચમાર્ક્સ સૂચકાંકો તેમના ઈન્ટ્રા-ડે લો પરથી નોંધપાત્ર રિકવર થયાં હતાં અને સામાન્ય ઘટાડો સૂચવતાં હતાં. સેન્સેક્સ 27 પોઈન્ટ્સ ગગડી 73877ની સપાટીએ જ્યારે નિફ્ટી 19 પોઈન્ટ્સ ગગડી 22435ની સપાટીએ બંધ રહ્યાં હતાં. બ્રોડ માર્કેટમાં જોકે, સતત ત્રીજા સત્રમાં ખરીદી નીકળી હતી અને બ્રેડ્થ પોઝીટીવ જોવા મળી હતી. બીએસઈ ખાતે 3965 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 2777 કાઉન્ટર્સ પોઝીટીવ બંધ સૂચવતાં હતાં. જ્યારે 1083 કાઉન્ટર્સ નેગેટિવ જોવા મળ્યાં હતાં. 194 કાઉન્ટર્સે તેમની વાર્ષિક કે સર્વોચ્ચ ટોચ દર્શાવી હતી. જ્યારે 17 કાઉન્ટર્સે 52-સપ્તાહનું તળિયું બનાવ્યું હતું. વોલેટિલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા વિક્સ વધુ 2.4 ટકા ગગડી 11.37ના સ્તરે બંધ રહ્યો હતો. જે છેલ્લાં ઘણા સપ્તાહોનું તળિયું છે.
યુએસ બજારમાં સતત બીજા સત્રમાં નોંધપાત્ર ઘટાડા પાછળ બુધવારે એશિયન બજારો નેગેટિવ ટ્રેડિંગ દર્શાવી રહ્યાં હતાં. જેની વચ્ચે ભારતીય બજાર પણ ગેપ-ડાઉન ઓપનીંગ સાથે કામકાજ શરૂ કર્યાં પછી શરૂઆતના તબક્કામાં ઈન્ટ્રા-ડે લો બનાવી રિકવર થયું હતું. બેન્ચમાર્ક નિફ્ટી ઈન્ટ્રા-ડે 22521ની ટોચ દર્શાવી ફરી નેગેટીવ બન્યો હતો. નિફ્ટી સ્પોટ સામે નિફ્ટી ફ્યુચર 112ના પ્રિમીયમે 22547ની સપાટીએ બંધ રહ્યો હતો. જે અગાઉના સત્રમાં 125 પર જોવા મળતું હતું. આમ, ઊંચા મથાળે લોંગ પોઝીશન લિક્વિડેટી થઈ રહ્યાંના સંકેત મળે છે. જોકે, અન્ડરટોન મક્કમ છે. બેન્ચમાર્ક 22500ની સપાટી પર બંધ આપશે તો વધુ સુધારો સંભવ છે. લોંગ ટ્રેડર્સ 22000ના સ્ટોપલોસ સાથે પોઝીશન જાળવી શકે છે.
બુધવારે નિફ્ટીને સપોર્ટ પૂરો પાડનારા ઘટકોમાં શ્રીરામ ફાઈનાન્સ, એનટીપીસી, ડિવિઝ લેબ્સ, ટીસીએસ, એક્સિસ બેંક, ટેક મહિન્દ્રા, ભારતી એરટેલ, બજાજ ફાઈનાન્સ, ઓએનજીસી, હિંદાલ્કો, એમએન્ડએમ, એસબીઆઈ, કોલ ઈન્ડિયા, એચસીએલ ટેક્નોલોજી, તાતા મોટર્સ, વિપ્રો, આઈશર મોટર્સ, પાવર ગ્રીડ કોર્પોરેશનનો સમાવેશ થતો હતો. બીજી બાજુ, નેસ્લે, બજાજ ઓટો, ડો. રેડ્ડીઝ લેબ્સ, બ્રિટાનિયા, કોટક બેંક, એચડીએફસી લાઈફ, સિપ્લા, જેએસડબલ્યુ સ્ટીલ, ટાઈટન કંપનીમાં નોંધપાત્ર નરમાઈ જોવા મળી હતી.
સેક્ટરલ પર્ફોર્મન્સની વાત કરીએ તો પીએસયૂ બેંક્સ, આઈટી, પીએસઈ મજબૂતી દર્શાવતાં હતાં. જ્યારે ઓટો, ફાર્મા, એફએમસીજી નરમ જોવા મળ્યાં હતાં. નિફ્ટી પીએસયૂ બેંક ઈન્ડેક્સ 1.8 ટકા ઉછળ્યો હતો. જેના ઘટકોમાં પીએનબી, સેન્ટ્રલ બેંક, યૂકો બેંક, આઈઓબી, બેંક ઓફ ઈન્ડિયા, બેંક ઓફ મહારાષ્ટ્ર, કેનેરા બેંક, જેકે બેંક, પંજાબ એન્ડ સિંધ બેંકમાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો હતો. નિફ્ટી આઈટી ઈન્ડેક્સ પોણો ટકા મજબૂતી સાથે બંધ રહ્યો હતો. જેના ઘટકોમાં એલએન્ડટી ટેક્નોલોજી, કોફોર્જ, ટીસીએસ, ટેક મહિન્દ્રા, એમ્ફેસિસ, એચસીએલ ટેક્નોલોજી, વિપ્રો પોઝીટીવ જોવા મળતાં હતાં.
એનએસઈ ડેરિવેટીવ્સ સેગમેન્ટ પર નજર નાખીએ તો પીએનબી સાત ટકા સાથે સૌથી ઊંચી વૃદ્ધિ દર્શાવતો હતો. આ ઉપરાંત, લૌરસ લેબ્સ, મણ્ણાપુરમ ફાઈ., નાલ્કો, જીએનએફસી, એસ્કોર્ટ્સ કુબોટા, મૂથૂત ફાઈનાન્સ, પેટ્રોનેટ એલએનજી, શ્રીરામ ફાઈનાન્સ, સિટી યુનિયન બેંક, ચંબલ ફર્ટિ., ઓરોબિંદો ફાર્મા, ગેઈલ, એલએન્ડટી ટેક્નોલોજી, વોલ્ટાસ, પાવર ફાઈનાન્સ, એયૂ સ્મોલ ફાઈ., આરઈસી, કેનેરા બેંકનો સમાવેશ થતો હતો. બીજી બાજુ, ગોદરેજ પ્રોપર્ટીઝ, ડીએલએફ, ટોરેન્ટ ફાર્મા, ડિક્સોન ટેક્નોલોજી, નેસ્લે, ઈન્ડિગો, ટીવીએસ મોટર, બજાજ ઓટો, અબોટ ઈન્ડિયા, યુનાઈટેડ સ્પિરિટ્સ, બર્ગર પેઈન્ટ્સ, ઓબેરોય રિઅલ્ટી, ડો. રેડ્ડ્ઝ લેબ્સમાં નરમાઈ જોવા મળી હતી.
કેટલાંક વાર્ષિક કે સર્વોચ્ચ ટોચ દર્શાવનારા કાઉન્ટર્સમાં કોચીન શીપયાર્ડ, પીએનબી, જેએસડબલ્યુ એનર્જી, લૌરસ લેબ્સ, નાલ્કો, અદાણી પાવર, લિંડે ઈન્ડિયા, ફિનોલેક્સ ઈન્ડસ્ટ્રીઝ, મૂથૂત ફાઈનાન્સ, બીએસઈ લિમીટેડ, શ્રીરામ ફાઈનાન્સનો સમાવેશ થતો હતો.


વોડાફોન આઈડિયાને રૂ. 20,000 કરોડ એકત્ર કરવા માટે શેરધારકોની મંજૂરી
દેશમાં ત્રીજા ક્રમે આવતી ટેલિકોમ કંપની વોડાફોન આઈડિયાને શેરધારકોએ રૂ. 20 હજાર કરોડ એકત્ર કરવા માટે મંજૂરી આપી છે. કંપની ઈક્વિટી અને ઈક્વિટી-લિંક્ડ સિક્યૂરિટીઝ મારફતે આ રકમ ઊભી કરશે એમ કંપનીએ ફાઈલીંગમાં જણાવ્યું છે. મંગળવારે કંપનીની અસાધારણ સામાન્ય સભા મળી હતી. વિડિયો કોન્ફરન્સિંગ મારફતે યોજાયેલી આ સભામાં સંબંધિત સર્ક્યુલર્સ રજૂ કરવામાં આવ્યાં હતાં.
અગાઉ 27 ફેબ્રુઆરીએ કંપનીએ જણાવ્યું હતું કે તે પ્રમોટર્સ અને અન્ય ઈન્વેસ્ટર્સ પાસેથી ઈક્વિટી મારફતે જૂન સુધીમાં રૂ. 20 હજાર કરોડ ઊભા કરશે. કંપની આ રકમનો ઉપયોગ દેશમાં 5-જી સર્વિસના રોલઆઉટ માટે કરશે. તેમજ 4જી સર્વિસને મજબૂત બનાવવામાં કરશે. ઊંચા ઋણ બોજ હેઠળ દબાયેલી કંપનીમાં ભારત સરકાર 33 ટકા હિસ્સો ધરાવે છે. કંપની ઈક્વિટી અને ડેટના મિશ્રણ મારફતે રૂ. 45 હજાર કરોડ સુધીની રકમ ઊભી કરવાનો ઈરાદો ધરાવે છે. જેથી બે હરિફો જીઓ અને ભારતી એરટેલની સાથે સ્પર્ધા કરી શકે તેમજ કંપનીના ગ્રાહકોમાં ઘટાડાને અટકાવી શકે.
ડિસેમ્બર ક્વાર્ટરમાં કંપનીએ રૂ. 6986 કરોડનો કોન્સોલિડેટેડ નેટ લોસ નોંધાવ્યો હતો. જે વર્ષ અગાઉ સમાનગાળામાં રૂ. 7990 કરોડ પર હતો. જ્યારે સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રૂ. 8738 કરોડ પર હતો. બુધવારે ત્રણ વાગે બીએસઈ ખાતે કંપનીનો શેર રૂ. 13.57ની સપાટીએ ટ્રેડ થઈ રહ્યો હતો.



ક્રૂડના વધતાં ભાવોને પગલે સરકારની વિન્ડફોલ ટેક્સ વધારવા વિચારણા
વૈશ્વિક સ્તરે ક્રૂડના ભાવમાં ત્રણ મહિનામાં નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી
કેન્દ્ર સરકાર ક્રૂડના ભાવો પર વિન્ડફોલ ટેક્સમાં વૃદ્ધિ માટે વિચારણા ચલાવી રહી હોવાનું જાણકાર વર્તુળોનું કહેવું છે. ક્રૂડના ભાવ છેલ્લાં પખવાડિયામાં 90 ડોલરની સપાટી પાર કરી જવાથી આ વિચારણા થઈ રહી છે. ક્રૂડના ભાવમાં ઉછાળાને પગલે સ્થાનક બજારમાં ફ્યુઅલના ભાવમાં વૃદ્ધિ જોવા મળી છે. ડિઝલના ભાવ પ્રતિ લિટર રૂ. 102.9ની સપાટી જ્યારે પેટ્રોલના ભાવ રૂ. 100 પ્રતિ લિટરની સપાટી પાર કરી ગયાં છે. આ વૃદ્ધિએ સરકારની ચિંતા વધારી છે. જેને જોતાં તે વર્તમાન ટેક્સેશન મિકેનીઝમની સમીક્ષા કરવા વિચારી રહી છે.
છેલ્લે 16 માર્ચે વિન્ડફોલ ગેઈન્સ ટેક્સમાં સુધારો કરવામાં આવ્યો હતો. જે વખતે ક્રૂડ પેટ્રોલિયમ પરના વિન્ડફોલ ટેક્સને વધારી રૂ. 4600 પ્રતિ ટનથી રૂ. 4900 કરવામાં આવ્યો હતો. જોકે, ડિઝલ, પેટ્રોલ અને એટીએફ પર વિન્ડફોલ ટેક્સ શૂન્ય જાળવવામાં આવ્યો હતો.
વૈશ્વિક સ્તરે ક્રૂડના ભાવ વધી જાય ત્યારે સ્થાનિક ક્રૂડ ઓઈલ પર વિન્ડફોલ ટેક્સ લાગુ પાડવામાં આવે છે. આ માટેનો વૈશ્વિક સ્તરે પ્રતિ બેરલ 75 ડોલરનો બેન્ચમાર્ક રાખવામાં આવ્યો છે. જો ડિઝલ, એટીએફ અને પેટ્રોલની નિકાસ પરનું માર્જિન વધી 20 ડોલર પ્રતિ બેરલને પાર કરી જાય ત્યારે તેમના પર વિન્ડફોલ ટેક્સ વસૂલવામાં આવે છે.
સરકારે સૌપ્રથમ 1 જુલાઈ, 2022ના રોજ વિન્ડફોલ ટેક્સ લાગુ પાડ્યો હતો. તે સમયે પેટ્રોલ અને એટીએફ પર પ્રતિ લિટર રૂ. 6 અને ડિઝલ પર પ્રતિ લિટર રૂ. 13ની નિકાસ ડ્યૂટી લેવામાં આવતી હતી. જોકે, ત્યારપછી દરેક પખવાડિયે તેની સમીક્ષા કરવામાં આવી હતી.


ટેસ્લા ભારતમાં EV પ્લાન્ટ માટે જગ્યાની શોધમાઃ એપ્રિલ આખર સુધી જાહેરાત સંભવ
વિશ્વમાં ટોચના અબજોપતિ એલેન મસ્કની કંપની ટેસ્લા ભારતમાં ઈવી મેન્યૂફેક્ચરિંગ પ્લાન્ટ માટે જગ્યાની શોધ ચલાવી રહી હોવાનું યૂકેના ફાઈનાન્સિયલ ટાઈમ્સનો રિપોર્ટ જણાવે છે. કંપની ભારતમાં 2-3 અબજ ડોલરના રોકાણ માટે વિચારી રહી છે. ભારત સરકારે ગયા મહિને કેટલાંક ઈલેક્ટ્રીક વેહીકલ્સના ઉત્પાદનની આયાત પર ટેક્સમાં ઘટાડો કર્યો હતો. જોકે, આ માટે લઘુત્તમ રૂ. 4150 કરોડના રોકાણની શરત લાગુ છે. તેમજ રોકાણકારે ત્રણ વર્ષમાં કમર્સિયલ ઉત્પાદન શરૂ કરવાનું રહેશે.
ટેસ્લા યુએસ ખાતેથી એપ્રિલ આખર સુધીમાં ટીમ મોકલે તેવા અહેવાલ છે. જે મહારાષ્ટ્ર, ગુજરાત અને તમિલનાડુ જેવા ઓટો હબ પર તેનું ધ્યાન કેન્દ્રિત કરશે. આ રાજ્યોમાં પોર્ટ્સને કારણે કંપની વધુ ભાર આપી રહી છે એમ વર્તુળોનું કહેવું છે.

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage