વાર્ષિક ધોરણે 7.8 ટકા ગગડી સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રૂ. 2.27 લાખ કરોડ પર રહ્યો હતો. જે વર્ષ અગાઉ સમાનગાળામાં રૂ. 2.47 લાખ કરોડ પર હતો. 2021-22ના માર્ચ મહિનામાં રૂ. 2.78 લાખ કરોડના વિક્રમી કોર્પોરેટ પ્રોફિટની સરખામણીમાં સપ્ટેમ્બર ક્વાર્ટરમાં અર્નિંગ્સ 18.2 ટકા ગગડ્યાં હતાં. આની સરખામણીમાં ભારતનો ત્રિમાસિક નોમીનલ જીડીપી વાર્ષિક ધોરણે 16.2 ટકા વૃદ્ધિ સાથે રૂ. 65.31 લાખ કરોડ પર રહ્યો હતો. જોકે ગયા માર્ચ ક્વાર્ટરમાં રૂ. 66.15 લાખ કરોડની સરખામણીમાં 1.3 ટકાનો ઘટાડો દર્શાવી રહ્યો હતો. મેન્યૂફેક્ચરિંગ કંપનીઓના માર્જિન્સમાં નોંધપાત્ર ઘટાડા પાછળ કોર્પોરેટ ક્ષેત્રે સમગ્રતયા પ્રોફિટ ઘટ્યો હતો. ઊંચા ઊનપુટ ખર્ચને કારણે તથા નીચા રિઅલાઈઝેશનને કારણે આમ બન્યું હતું એમ વર્તુળો જણાવે છે. મેન્યૂફેક્ચરિંગ કંપનીઓનો સંયુક્ત પ્રોફિટ-ટુ-જીડીપી રેશિયો ગગડી 0.93 ટકાની સ્તરે પહોંચ્યો હતો. જે જૂન ક્વાર્ટરમાં 1.13 ટકા પર હતો. જ્યારે સપ્ટેમ્બર 2021 ક્વાર્ટરમાં 1.53 ટકા પર જોવા મળી રહ્યો હતો. જૂન 2017થી ડિસેમ્બર 2019 દરમિયાન આ કંપનીઓનો સરેરાશ પ્રોફિટ, જીડીપીના 0.9 ટકા જેટલો જોવા મળતો હતો. મેન્યૂફેક્ચરિંગ કંપનીઓનો સંયુક્ત પ્રોફિટ ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 86200 કરોડ પરથી 29.3 ટકાના તીવ્ર ઘટાડે ગયા સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રૂ. 60950 કરોડ પર જોવા મળ્યો હતો. એનાલિસ્ટ્સ આગામી ક્વાર્ટર્સમાં કોર્પોરેટ પ્રોફિટ ટુ જીડીપી રેશિયોમાં વધુ ઘટાડો જોઈ રહ્યાં છે. જોકે બેંકિંગ કંપનીઓ તરફથી સારો દેખાવ જળવાય શકે છે. સપ્ટેમ્બર ક્વાર્ટરમાં કોર્પોરેટ પ્રોફિટમાં બેંક્સનો હિસ્સો 27 ટકાની વિક્રમી ટોચ પર પહોંચ્યો હતો. જે વર્ષ અગાઉ સમાનગાળામાં 18 ટકાના સ્તરે જોવા મળી રહ્યો હતો. કોવિડ અગાઉના 5 ટકાના સ્તરની સરખામણીમાં તે તીવ્ર વૃદ્ધિ સૂચવી રહ્યો છે. છેલ્લાં ક્વાર્ટરમાં કોમોડિટીઝીના ભાવમાં તીવ્ર ઘટાડાને પગલે એનાલિસ્ટ્સ ટ્રેન્ડ રિવર્સલની અપેક્ષા રાખી રહ્યાં છે. તેમના મતે રો-મટિરિયલ કોસ્ટ તથા એનર્જી કોસ્ટમાં નોંધપાત્ર ઘટાડા પાછળ તથા ઈન્ટરેસ્ટ રેટમાં પીક બનવામાં હોવાથી કોર્પોરેટ માર્જિન્સમાં ફરી વૃદ્ધિનો ટ્રેન્ડ જોવા મળશે.
Market Summary 6 December 2022
December 06, 2022