બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ ઓપનીંગ
શેરબજારોમાં પરત ફરી રહેલી સ્થિરતા
વૈશ્વિક શેરબજારોમાં સ્થિરતા પાછી ફરી રહી હોય તેમ જણાય છે. બુધવારે યુએસ બજારો સાધારણ નરમાઈ સાથે બંધ રહ્યાં હતાં. એશિયન બજારોમાં જાપાનને બાદ કરતાં અન્ય બજારો ગ્રીન ઝોનમાં ટ્રેડ દર્શાવી રહ્યાં છે. જેમાં કોરિયન માર્કેટ 1.32 ટકા સાથે મજબૂત સુધારો સૂચવે છે. જ્યારે સિંગાપુર, તાઈવાન, હોંગ કોંગ અને ચીનના બજારો 0.6 ટકા સુધીનો સુધારો દર્શાવી રહ્યાં છે. યુએસ ખાતે ડાઉ જોન્સ 54 પોઈન્ટ્સના ઘટાડે જ્યારે નાસ્ડેક 16 પોઈન્ટ્સ ઘટીને બંધ જોવા મળ્યાં હતાં.
SGX નિફ્ટીનો પોઝીટીવ ઓપનીંગનો સંકેત
સિંગાપુર નિફ્ટી 57 પોઈન્ટ્સના સુધારા સાથે 17374ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે. જે સૂચવે છે કે સ્થાનિક બજાર પણ પોઝીટીવ ઓપનીંગ દર્શાવી શકે છે. નિફ્ટી માટે 17400નું સ્તર એક અવરોધ છે. જે પાર થશે તો માર્કેટ વધુ સુધારો દર્શાવી શકે છે. લોંગ ટ્રેડર્સે 17000ના સ્ટોપલોસ સાથે લોંગ પોઝીશન જાળવવી જોઈએ.
ક્રૂડમાં વોલેટાઈલ ટ્રેડ
વૈશ્વિક ક્રૂડના ભાવ 92-97 ડોલરની ઈન્ટ્રા-ડે રેંજમાં ટ્રેડ થઈ રહ્યાં છે. બ્રેન્ટ ક્રૂડ વાયદો આજે સવારે 2 ટકાથી વધુ ઘટાડા સાથે 92.88 ડોલર પર ટ્રેડ થઈ રહ્યો છે. નીચામાં તેણે 91.57 ડોલરનું સ્તર દર્શાવ્યું છે. જો તે 90 ડોલર નીચે જશે તો 85 ડોલર સુધીનો ઘટાડો નોંધાવી શકે છે. રશિયા-યૂક્રેન તંગદિલી હળવી થવાના અહેવાલે ક્રૂડમાં એક કરેક્શન જોવા મળી શકે છે. ભારત જેવા આયાત પર નિર્ભર અર્થતંત્ર માટે ઊંચો વૃદ્ધિ દર નોંધાવવા ક્રૂડના ભાવ 70 ડોલરની નીચે જળવાય તે ખૂબ જરૂરી છે.
ગોલ્ડમાં મજબૂતી યથાવત
વૈશ્વિક ગોલ્ડના ભાવમાં અન્ડરટોન મજબૂત જળવાયો છે. કોમેક્સ ગોલ્ડ વાયદો 1871 ડોલરની સપાટી પર ટ્રેડ થઈ રહ્યો છે. જો તે 1881 ડોલરની તાજેતરની સપાટી પાર કરશે તો ઝડપી સુધારો દર્શાવી શકે તેમ છે. 1900 ડોલર પાર કર્યાં બાદ તે નવી સર્વોચ્ચ ટોચ તરફ ગતિ કરી શકે છે.
મહત્વની હેડલાઈન્સ
• કલ્પતરુ પાવર ટ્રાન્સમિશન 19 ફેબ્રુઆરીના રોજ રિઓર્ગેનાઈઝેશન હાથ ધરવા માટેના પ્રસ્તાવ પર વિચારણા કરશે.
• ટીસીએસે કોમ્યુનિકેશન સર્વિસ પ્રોવાઈડર માટે નેક્સ્ટ-જેન સબસ્ક્રિપ્શન મેનેજમેન્ટ પ્લેટફોર્મ પૂરું પાડવા માટે મેટ્રીક્સ સોફ્ટવેર સાથે ભાગીદારી ઓફર કરી છે.
• વિપ્રોએ એબીબીની ઈન્ફોર્મેશનન સિસ્ટમ્સ ડિજિટલ વર્કપ્લેસ સર્વિસિસના ટ્રાન્સફોર્મેશન માટે પાંચ વર્ષ માટેનો કોન્ટ્રેક્ટ મેળવ્યો છે.
• ઈન્ફોસિસને ગૂગલ ક્લાઉડ કોર્ટેક્સ ફ્રેમવર્કના લોંચ માટે ફાઉન્ડેશ્નલ પાર્ટનર તરીકે નામાંકિત કરવામાં આવી છે.
• સાઉથર્ન પેટ્રોએ ડિસેમ્બર ક્વાર્ટરમાં રૂ. 59.6 કરોડનો નફો દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 6.4 કરોડ પર હતો.
• ટાટા મોટર્સની માલિકીની જગુઆર લેન્ડ રોવર યૂકેએ એનવિડિયા સાથે ભાગીદારીની જાહેરાત કરી છે.
• જ્યુબિલિઅન્ટ ઈન્ગ્રેવાએ ડિકેટેન્સ અને ડેરિવેટિવ્સ માટે નવી સુવિધા કાર્યાન્વિત કરી છે.
• જેએસડબલ્યુ સ્ટીલ કંપનીએ તેના રાયપુર પ્લાન્ટને રૂ. 450 કરોડમાં વેચ્યો છે.
• જીએચસીએલ રૂ. 83 કરોડના ખર્ચે 20-મેગાવોટના સોલાર પ્લાન્ટની સ્થાપના કરશે.
• હીકલને સ્ટેટ પોલ્યુશન બોર્ડ તરફથી તલોજા યુનિટ બંધ કરવા માટે નોટિસ પાઠવવામાં આવી છે.
• ફ્યુચર કન્ઝ્યૂમર સીડીસી ઈમર્જિંગ માર્કેટ્સને રૂ. 26.67 કરોડના ડેટની ચૂકવણી માટે નાદાર બની છે.