બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ ઓપનીંગ
યુએસ માર્કેટમાં બીજા દિવસે મજબૂતી
વૈશ્વિક બજારોમાં સતત બીજા દિવસે સુધારો જોવા મળી રહ્યો છે. સોમવારે યુએસ ખાતે ડાઉ જોન્સ ઈન્ડસ્ટ્રીઅલ એવરેજ 406 પોઈન્ટ્સ ઉછળી 35132ની સપાટી પર બંધ જોવા મળ્યો હતો. નાસ્ડેક 3.41 ટકા અથવા 469 પોઈન્ટ્સ ઉછળી 14240ની સપાટી પર બંધ રહ્યો હતો. એશિયન બજારોમાં જાપાન સિવાય અન્ય બજારો બંધ છે. ચીન નવ વર્ષ પાછળ ત્યાં રજા છે. જાપાનનો નિક્કાઈ 0.71 ટકા સુધારો દર્શાવી રહ્યો છે.
SGX નિફ્ટીનો ગેપ-અપ ઓપનીંગનો સંકેત
સિંગાપુર નિફ્ટી 139 પોઈન્ટ્સ મજબૂતી સાથે 17487ના સ્તરે ટ્રેડ દર્શાવી રહ્યો છે. જે સૂચવે છે કે ભારતીય બજારમાં કામકાજની શરૂઆત ગેપ-અપ જોવા મળી શકે છે. નિફ્ટી માટે 17600-17700નું સ્તર નવુ ટાર્ગેટ બની શકે છે. જે પાર થતાં તે 18000નું સ્તર દર્શાવે તેવું બને. આજે બજેટનો દિવસ હોવાથી માર્કેટમાં ઊંચી વધ-ઘટ સંભવ છે.
મહત્વના પરિણામોઃ
• શીપીંગ કોર્પોરેશને ડિસેમ્બર ક્વાર્ટરમાં રૂ. 311.5 કરોડનો નફો નોંધાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 131.5 કરોડ પર હતો. કંપનીની આવક રૂ. 872.8 કરોડ પરથી ઉછળી રૂ. 1438.2 કરોડ પર રહી હતી.
• અજંતા ફાર્માએ ત્રીજા ક્વાર્ટરમાં 8.5 ટકા વૃદ્ધિ સાથે રૂ. 192 કરોડનો નફો દર્શાવ્યો છે. કંપનીની આવક 12 ટકા ઉછળી રૂ. 838 કરોડ પર રહી હતી.
• ઓરિએન્ટ સિમેન્ટે ડિસેમ્બર ક્વાર્ટરમાં રૂ. 43.6 કરોડનો નફો દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 53.8 કરોડ પર હતો. કંપનીની આવક રૂ. 604.6 કરોડ પરથી વધી રૂ. 617.5 કરોડ પર રહી હતી.
• ટાટા મોટર્સે ત્રીજા ક્વાર્ટરમાં રૂ. 1516 કરોડની ખોટ દર્શાવી હતી. ગયા વર્ષે સમાનગાળામાં તેણે રૂ. 2906.5 કરોડનો નફો નોંધાવ્યો હતો. કંપનીની આવક રૂ. 75654 કરોડ પરથી ઘટી રૂ. 72229 કરોડ પર જોવા મળી હતી.
• કરુર વૈશ્ય બેંકે ડિસેમ્બર ક્વાર્ટરમાં રૂ. 185 કરોડનો 18 ક્વાર્ટરનો સૌથી ઊંચો ચોખ્ખો નફો નોંધાવ્યો છે. જે ગયા વર્ષના રૂ. 35 કરોડની સરખામણીમાં પાંચ ગણી વૃદ્ધિ દર્શાવે છે. બેંકની નેટ ઈન્ટરેસ્ટ ઈન્કમ 18 ટકા વધી રૂ. 687 કરોડ થઈ હતી. જ્યારે નેટ ઈન્ટરેસ્ટ માર્જિન 3.66 ટકા પર રહ્યું હતું.
• જીએસએફસીએ કંપનીએ ત્રીજા ક્વાર્ટરમાં રૂ. 245.5 કરોડનો ચોખ્ખો નફો દર્શાવ્યો હતો. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 97.2 કરોડ પર હતો. કંપનીની આવક રૂ. 2146.1 કરોડ પરથી વધી રૂ. 2667 કરોડ પર જોવા મળી હતી.
• જેબી કેમિકલ્સે સેનઝાઈમ પાસેથી રૂ. 628 કરોડના ખર્ચે બ્રાન્ડ્સ હસ્તગત કરી છે. આ બ્રાન્ડ્સમાં સ્પોર્લેક, લોબુન, ઓક્જેલો, પુબરમેન, નેનો-લિયો અને ગાયનોજેન જેવી જાણીતી બ્રાન્ડ્સનો સમાવેશ થાય છે. કંપની પ્રોબાયોટિક ક્ષેત્રે ટોચના પાંચ પ્લેયર્સમાંની એક છે.
• હેસ્ટર બાયોસાયન્સિસે ડિસેમ્બર ક્વાર્ટરમાં રૂ. 54 કરોડનું સેલ્સ દર્શાવ્યું હતું. જે ગયા વર્ષે રૂ. 49.51 કરોડ પર હતું. પ્રથમ ત્રણ ક્વાર્ટર્સમાં તેનું કુલ વેચાણ રૂ. 169.10 કરોડ પર રહ્યું હતું. ત્રીજા ક્વાર્ટરમાં નિકાસમાં 88 ટકાની તીવ્ર વૃદ્ધિ જોવા મળી હતી. જ્યારે ત્રણ ક્વાર્ટરમાં તે 14 ટકા પર હતી.
• અંબેર એન્ટરપ્રાઈસિઝે ત્રીજા ક્વાર્ટરમાં 19 ટકા વૃદ્ધિ સાથે રૂ. 32.12 કરોડનો નફો દર્શાવ્યો હતો. જ્યારે કંપનીની આવક 27 ટકા વધી રૂ. 974 કરોડ પર રહી હતી.
Market Opening 1 Feb 2022
February 01, 2022