બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ ઓપનીંગ
ફેડ મિટિંગમાં તીવ્ર હોકિશ વલણ પાછળ બજારો ગગડ્યાં
વૈશ્વિક બજારોમાંમાં સાર્વત્રિક મંદી જોવા મળી રહી છે. ડિસેમ્બરમાં યોજાયેલી યુએસ ફેડની બેઠકની મિનિટ્સ બુધવારે જાહેર થઈ હતી. જેમાં 2022માં ત્રણ રેટ વૃદ્ધિ અને ટેપરિંગ ઉપરાંત ફેડ દ્વારા લિક્વિડિટીને શોષવાની વાત કરવામાં આવી હતી. જેની પાછળ યુએસ બજારમાં વેચવાલી જોવા મળી હતી. ડાઉ જોન્સ ઈન્ડસ્ટ્રીઅલ એવરેજ 393 પોઈન્ટ્સ ગગડી 36407 પર બંધ આવ્યો હતો. જ્યારે નાસ્ડેક 523 પોઈન્ટ્સના તીવ્ર ઘટાડે 15100.17ના સ્તરે બંધ જોવા મળ્યો હતો. આજે સવાસે એશિયન બજારોમાં જાપાન 2 ટકાથી વધુનો ઘટાડો સૂચવે છે. જ્યારે તાઈવાન એક ટકો, હોંગ કોંગ એક ટકાનો અને ચીન 0.75 ટકાના ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યાં છે.
SGX નિફ્ટીનો ગેપ ડાઉન ઓપનીંગનો સંકેત
સિંગાપુર નિફ્ટી 176 પોઈન્ટ્સ ઘટાડે 17798ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે. જે સૂચવે છે કે ભારતીય બજાર પણ ગેપ-ડાઉન ઓપનીંગ દર્શાવશે તે નિશ્ચિત છે. નિફ્ટીને 16500નો એક નાનો સપોર્ટ છે. જ્યારે તેની નીચે 17250નો સપોર્ટ છે. જ્યાં સુધી આ સ્તર અકબંધ છે ત્યાં સુધી લોંગ ટ્રેડ જાળવી શકાય છે.
ક્રૂડમાં મક્કમ અન્ડરટોન
ક્રૂડના ભાવ મજબૂતી દર્શાવી રહ્યાં છે. વૈશ્વિક સ્તરે કોવિડના કેસિસમાં વૃદ્ધિ છતાં ક્રૂડના ભાવ નેગેટિવ પ્રતિક્રિયાથી દૂર જોવા મળે છે. આજે સવારે બ્રેન્ટ ક્રૂડ વાયદો 79.94 ડોલરના સ્તરે સાધારણ નરમાઈ સાથે ટ્રેડ થઈ રહ્યો છે. છેલ્લાં કેટલાંક સત્રોથી તે 80 ડોલર આસપાસ અથડાઈ રહ્યો છે. એકવાર રેંજ બહાર આવીને તે ઝડપી સુધારાના માર્ગે આગળ ગતિ કરી શકે છે.
ગોલ્ડમાં ઊંચા સ્તરે વેચવાલી
ફેડ મિટિંગની મિનિટ્સ બાદ ગોલ્ડ 1825 ડોલરના તેના અગાઉના બંધ ભાવથી 16 ડોલરના ઘટાડે 1809 ડોલર પર ટ્રેડ દર્શાવી રહ્યું છે. ગોલ્ડ માટે 1800 ડોલર મહત્વનો સપોર્ટ ગણી શકાય. છેલ્લાં પાંચેક સત્રોથી તે આ રેંજમાં અથડાઈ રહ્યું છે અને આંતરે દિવસે મોટી વધ-ઘટ સૂચવે છે. 10 ડિસેમ્બરે યુએસ સીપીઆઈ ડેટા રજૂ થનાર છે. જેની ગોલ્ડના ભાવ પર પોઝીટીવ અસર જોવા મળી શકે છે.
મહત્વની હેડલાઈન્સ
• મહાનગર ગેસમાં લાઈફ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાએ ઓપન માર્કેટ મારફતે 2 ટકા હિસ્સો ખરીદ્યો છે.
• એનએચપીસી અને ગેડકોલે 500 મેગાવોટની ક્ષમતાના ફ્લોટીંગ સોલાર પાવર પ્રોજેક્ટ્સની સ્થાપના માટે સંયુક્ત સાહસ કંપનીની સ્થાપના માટે કરાર કર્યાં છે.
• કોલ ઈન્ડિયાએ ડિસેમ્બરમાં 6.7 ટકા વૃદ્ધિ સાથે 7.48 કરોડ ટન કોલ ઉત્પાદન નોંધાવ્યું હતું.
• ભારતી એરટેલની સબસિડિયરી એરટેલ આફ્રિકાએ ટાન્ઝાનિયામાં તેની ટાવર એસેટ્સના વેચાણમાંથી મળનારી 17.61 કરોડની રકમમાંથી 15.9 કરોડ મેળવ્યાં છે.
• લિકર કંપનીઓએ રાજ્ય સરકારોને પાસે ઈનપુટ કોસ્ટ્સમાં વૃદ્ધિ પાછળ તેમની પ્રોડક્ટ્સના ભાવમાં વધારો કરવાની છૂટ આપવા અપીલ કરી છે.
• ફ્યુચર રિટેલે એમેઝોન આર્બિટ્રેડશન પ્રોસેસ પર પ્રતિબંધ માટે હાઈકોર્ટના ઈન્કાર પર કરેલી અપીલમાં વિજય મેળવ્યો છે.
• એચડીએફસી બેંકે રૂ. 2188 કરોડની ડિસ્ટ્રેસ્ડ રિટેલ લોન્સનું એસેટ રિકન્સ્ટ્રક્શન કંપનીઓને વેચાણ કર્યું છે.
• એમકેપ ઈન્ડિયા ફંડે ગણેશ ઈકોસ્ફિઅરમાં રૂ. 535.73 પ્રતિ શેરના ભાવે 2.5 લાખ શેર્સનું વેચાણ કર્યું છે.
• ઓરિએન્ટ ગ્રીનમાં એક્સિસ બેંકે 38 લાખ શેર્સ ઓફલોડ કર્યાં છે. બેંકે રૂ. 22.4 પ્રતિ શેરના ભાવે આ વેચાણ કર્યું છે.
Market Opening 6 Jan 2022
January 06, 2022
