બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ ઓપનીંગ
એશિયન શેરબજારોમાં બાઉન્સ
છેલ્લાં કેટલાંક સત્રોથી સતત ઘટાડા બાદ એશિયન શેરબજારોમાં આજે બાઉન્સ જોવા મળી રહ્યો છે. જેમાં જાપાન બજાર 2 ટકા સુધારા ટ્રેડ દર્શાવી રહ્યું છે. જ્યારે સિંગાપુર, હોંગ કોંગ, તાઈવાન, કોરિયા અને ચીનના બજારો પણ પોઝીટીવ ટ્રેડ દર્શાવી રહ્યાં છે. સોમવારે યુએસ ખાતે ડાઉ જોન્સ ઈન્ડસ્ટ્રીઅલ અવરેજ તળિયાથી થોડો રિકવર થઈ 433 પોઈન્ટ્સ નરમાઈ સાથે બંધ રહ્યો હતો. નાસ્ડેક 189 પોઈન્ટ્સની નરમાઈ સાથે બંધ જોવા મળ્યો હતો.
SGX નિફ્ટીનો ગેપ-અપ ઓપનીંગનો સંકેત
સિંગાપુર નિફ્ટી 150 પોઈન્ટ્સના સુધારા સાથે 16807.50ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે. જે સૂચવે છે કે સ્થાનિક બજાર પણ ગેપ-અપ ઓપનીંગ દર્શાવી શકે છે. નિફ્ટી માટે 16410નું સોમવારનું તળિયું નજીકનો સપોર્ટ છે. જેની નીચે 16250નું 200-ડીએમએનું સ્તર સપોર્ટ બની શકે છે. જ્યારે સુધારાબાજુ 16800નું સ્તર અવરોધરૂપ બની શકે છે. જે પાર થતાં તે 17000-17100 સુધીનો સુધારો દર્શાવી શકે છે. શોર્ટ ટર્મ માટે ઓવરસોલ્ડ હોવાથી બજારમાં કોન્સોલિડેશન જોવા મળી શકે છે.
ક્રૂડમાં અન્ડરટોન નરમ
વૈશ્વિક ક્રૂડ નરમાઈ દર્શાવી રહ્યું છે. યુરોપના દેશોમાં ક્રિસમસ અગાઉ ટ્રાવેલ નિયંત્રણોને કારણે ક્રૂડના ભાવને લઈને સેન્ટિમેન્ટ નરમ જોવા મળી રહ્યું છે. બ્રેન્ટ ક્રૂડ વાયદો 71-72 ડોલરની રેંજમાં ટ્રેડ થઈ રહ્યો છે. જો તે 70 ડોલરની નીચે ઉતરી જશે તો ઝડપી ઘટાડો દર્શાવશે.
સોનું ફરી 1800 ડોલર નીચે
વૈશ્વિક સોના માટે 1800 ડોલરની સપાટી પર ટકી રહેવું એક મોટી કશ્મકશ બન્યું છે. છેલ્લાં બે સત્રો દરમિયાન 1800 ડોલર પર જોવા મળ્યાં બાદ સોમવારે ફરી તેણે 1800 ડોલરની સપાટી તોડી હતી અને આજે સવારે તે 4 ડોલર નરમાઈ સાથે 1791 ડોલર પર ટ્રેડ થઈ રહ્યું છે. તેને માટે 1750 ડોલરનો સપોર્ટ છે. જ્યારે 1815 ડોલરનો અવરોધ છે.
મહત્વની હેડલાઈન્સ
• સીસીઆઈએ ટાટા જૂથની એર ઈન્ડિયાની ખરીદીને મંજૂરી આપી છે.
• ઈમર્જિંગ માર્કેટ ઈટીએફ્સનો ફ્લો 1.81 અબજ ડોલર પર આંઠ મહિનાની જોવા મળ્યો.
• ઓક્ટોબરમાં માસિક ધોરણે મોબાઈલ સબસ્ક્રાબર્સની સંખ્યામાં સાધારણ ફેરફાર જોવાયો. કુલ સબસ્ક્રાઈબર્સ 117 કરોડ.
• સોમવારે વૈશ્વિક સંસ્થાઓએ ભારતીય બજારમાં રૂ. 3570 કરોડની વેચવાલી દર્શાવી હતી. જ્યારે સ્થાનિક સંસ્થાઓએ રૂ. 2760 કરોડની ખરીદી કરી હતી.
• સોમવારે એફઆઈઆઈએ ડેરિવેટિવ્સ સેગમેન્ટમાં રૂ. 18400 કરોડની વેચવાલી દર્શાવી હતી.
• ગયા શુક્રવારે વિદેશી રોકાણકારોએ રૂ. 840 કરોડનું વેચાણ કર્યું હતું.
• વડાપ્રધાન બજેટ ઈનપુટ્સ માટે અગ્રણી કોર્પોરેટ સીઈઓને મળશે.
• એક્સિસ બેંક દેશમાં સિટી ઈન્ડિયા રિટેલ એસેટ્સ માટે અગ્રણી દાવેદાર હોવાનું માધ્યમોના અહેવાલો જણાવે છે.
• ભારતી એરટેલે ઓક્ટોબરમાં 4.89 લાખ મોબાઈલ સબસ્ક્રાઈબર્સ ગુમાવ્યાં હતાં.
• રિલાયન્સ જિઓએ ઓક્ટોબરમાં 17.60 લાખ મોબાઈલ સબસ્ક્રાઈબર્સ ઉમેર્યાં હતાં.
• વોડાફોન આઈડિયાએ ઓક્ટોબરમાં 9,64,245 સબસ્ક્રાઈબર્સ ગુમાવ્યાં હતાં.
• વિપ્રો સાઈબર સિક્યુરિટી કન્સલ્ટીંગ કંપની એજાઈલને 23 કરોડ ડોલરમાં ખરીદશે.
Market Opening 21 Dec 2021
December 21, 2021