બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ ઓપનીંગ
વૈશ્વિક શેરબજારોમાં સુસ્ત માહોલ
યુએસ સહિતના બજારો સપ્તાહના આખરી ભાગમાં સુસ્તી દર્શાવી રહ્યાં છે. ગુરુવારે યુએસ ખાતે ડાઉ જોન્સ ઈન્ડસ્ટ્રીઅલ એવરેજ ફ્લેટ બંધ જોવા મળ્યો હતો. જોકે નાસ્ડેકે 1.71 ટકાનો નોંધપાત્ર ઘટાડો દર્શાવ્યો હતો. આજે સવારે એશિયન બજારોમાં 0.65 ટકા સુધીનો ઘટાડો જોવા મળી રહ્યો છે. જાપાન, હોંગ કોંગ, ચીન, કોરિયા, સિંગાપુર અને તાઈવાન સહિતના બજારો નેગેટિવ બંધ દર્શાવી રહ્યાં છે. જે સૂચવે છે કે માર્કેટ થોડો વિરામ લઈ રહ્યું છે. બજારને વધુ સુધારા માટે કારણોની જરૂર છે. ત્યાં સુધી તે બે બાજુની વધ-ઘટ સાથે દિશાહિન ટ્રેડ જાળવી રાખે તેવી શક્યતાં છે.
SGX નિફ્ટીનો નેગેટિવ ઓપનીંગનો સંકેત
સિંગાપુર નિફ્ટી 35 પોઈન્ટસના ઘટાડે 17511ના સ્તરે ટ્રેડ દર્શાવી રહ્યો છે. જે સૂચવે છે કે સ્થાનિક બજાર પણ સાધારણ ગેપ-ડાઉન ઓપનીંગ દર્શાવી શકે છે. જોકે બજારમાં તેજીવાળાઓ પરત ફર્યા હોવાથી કોન્સોલિડેશન બાદ વધુ સુધારાની શક્યતાં છે. નિફ્ટી 17600નું સ્તર પાર કરશે તો વધુ 200-300 પોઈન્ટ્સ ઉપર જોવા મળી શકે છે. નીચે 17400 અને 17000ના સપોર્ટ્સ રહેશે.
ક્રૂડમાં નરમાઈ
વૈશ્વિક ક્રૂડના ભાવ 75 ડોલર પર ટકી શક્યાં નથી. બ્રેન્ટ ક્રૂડ વાયદો 74.40 ડોલર પર ટ્રેડ થઈ રહ્યો છે. ગુરુવારે તે 76 ડોલર પર જોવા મળ્યો હતો. જોકે ત્યાંથી તે પાછો પડ્યો છે. તેના માટે 70 ડોલર મહત્વનું સાયકોલોજિકલ લેવલ છે. જે જળવાશે ત્યાં સુધી સમગ્રતયા ટ્રેન્ડ સુધારાતરફી બની રહેશે.
મહત્વની હેડલાઈન્સ
• સરકારે વૈશ્વિક કમર્સિયલ ટ્રાવેલ સસ્પેન્શનને 31 જાન્યુઆરી સુધી લંબાવ્યું છે.
• નવેમ્બરમાં સતત નવા મહિને મ્યુચ્યુલ ફંડ્સે ઈનફ્લો દર્શાવ્યો.
• અલ્ગો ટ્રેડ રેગ્યુલેશન્સમાં રિટેલ ટ્રેડર્સને સમાવવામાં આવે તેવી શક્યતાં.
• નવેમ્બરમાં ઓઈલ પ્રોડક્ટ્સ માટેની માગમાં 15 મહિનાનો મહિનાનો સૌથી ઘટાડો.
• બાર્લ્કલેઝનું ચીન અને ભારતમાં આક્રમક હાયરિંગ.
• ફેસ્ટીવલ્સના ક્વાર્ટરમાં ભારતમાં છેલ્લાં દાયકાની સૌથી સારી માગ જોવા મળી.
• વૈશ્વિક ફંડ્સે ગુરુવારે ભારતીય બજારમા રૂ. 1590 કરોડની વેચવાલી નોંધાવી.
• સ્થાનિક ફંડ્સે ભારતીય બજારમાં રૂ. 783 કરોડની ચોખ્ખી ખરીદી દર્શાવી.
• ડેરિવેટિવ્સ સેગમેન્ટમાં વિદેશી રોકાણકારોની રૂ. 5790 કરોડની કુલ ખરીદી.
• બજાજ ઈલેક્ટ્રિકલ તેના કોર્પોરેટ સ્ટ્રક્ચરની સમીક્ષા કરશે. ડિમર્જર સહિતની શક્યતાઓ ચકાસશે.
• એચએફસીએલે રૂ. 68.75 પ્રતિ શેરના ભાવે 8.72 કરોડ શેર્સનું ક્વિપ મારફતે વેચાણ કર્યું.
• માર્કસન્સ ફાર્માના મતે યુકે એમએચઆરએ એ લોપરમાઈડ કેપ્સ્યૂલ્સને મંજૂરી આપી.
Market Opening 10 Dec 2021
December 10, 2021