બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ ઓપનીંગ
યુએસ બજાર નવી ટોચ પર જોકે એશિયામાં નરમ ટોન
શુક્રવારે યુએસ બજારોએ નવી ટોચ પર બંધ દર્શાવ્યું હતું. ડાઉ જોન્સ ઈન્ડસ્ટ્રીઅલ એવરેજ 204 પોઈન્ટ્સના સુધારા સાથે 36327.95ની ટોચ પર બંધ આવ્યો હતો. ઈન્ટ્રા-ડે ધોરણે તેણે 36484.75ની ટોચ દર્શાવી હતી. નાસ્ડેક 15971.59ની સર્વોચ્ચ ટોચ પર બંધ રહ્યો હતો. જોકે નવા સપ્તાહની શરૂઆતે એશિયન બજારોમાં નરમાઈ જોવા મળી રહી છે. જાપાન, હોંગ કોંગ, કોરિયા અને ચીનના બજારો અગાઉના બંધ સામે ઘટાડો દર્શાવી રહ્યાં છે. જેમાં કોરિયાનું બજાર એક ટકાથી વધુ નરમાઈ સૂચવે છે. હોંગ કોંગ પણ 0.70 ટકા નીચે ટ્રેડ થઈ રહ્યું છે.
SGX નિફ્ટીનો પોઝીટીવ ઓપનીંગનો સંકેત
સિંગાપુર નિફ્ટી પોઝીટીવ ઓપનીંગનો સંકેત આપી રહ્યો છે. તે 48 પોઈન્ટ્સના સુધારે 17988.50ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે. જે મૂહૂર્ત ટ્રેડિંગના દિવસે નિફ્ટી 87.60 પોઈન્ટ્સના સુધારે 17916.80ના સ્તરે બંધ રહ્યો હતો. બેન્ચમાર્ક માટે 18000નું સપોર્ટ એક મહત્વનો અવરોધ બની રહ્યું છે. જ્યાં સુધી આ સ્તર પાર ના થાય ત્યાં સુધી શોર્ટ પોઝીશનમાં જોખમ નથી જણાતું.
ક્રૂડમાં એકાંતરે દિવસે વિરોધી ટ્રેન્ડ
વૈશ્વિક ક્રૂડના ભાવ કોન્સોલિડેશનમાંથી પસાર થઈ રહ્યાં છે. તેઓ એકાંતરે દિવસે પરસ્પર વિરોધી દિશામાં ટ્રેડ દર્શાવી રહ્યાં છે. જેની બ્રોડ રેંજ 80-86 ડોલરની જોવા મળે છે. બ્રેન્ટ ક્રૂડ વાયદો આજે સવારે 1.72 ટકા સુધારા સાથે 83.77 ડોલર પર ટ્રેડ થઈ રહ્યો છે. આમ સમગ્રતયા ટ્રેન્ડ પોઝીટીવ છે. જો 86 ડોલરનું સ્તર પાર કરશે તો ઝડપથી90-95 ડોલરની રેંજમાં ટ્રેડ દર્શાવશે. જ્યારે 80 ડોલર તોડશે તો 70 ડોલર સુધી ગગડી શકે છે.
ગોલ્ડમાં અન્ડરટોન મજબૂત
વૈશ્વિક ગોલ્ડના ભાવોમાં ગયા સપ્તાહાંતે મજબૂતી જોવા મળી હતી. ફેડ રિઝર્વે માસિક ધોરણે 15 ડોલરનું બોન્ડ બાઈંગ ઘટાડવાનું જાહેર કર્યાં બાદ બુલિયનને રાહત મળી હતી અને ફેડની જાહેરાત બાદ ગોલ્ડમાં સુધારો નોંધાયો હતો. આજે સવારે તે 4.50 ડોલરના સુધારે 1821.30 ડોલર પર ટ્રેડ કરી રહ્યું છે. જો તે 1820-1830 ડોલરની રેંજને પાર કરશે તો ઝડપથી ઉછળો દર્શાવી શકે છે. જેનું ટાર્ગેટ 1900 ડોલરનું રહેશે.
મહત્વની હેડલાઈન્સ
• અંબિકા કોટને રૂ. 45.5 કરોડનો નફો દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 12.8 કરોડ પર હતો. કંપનીની આવક રૂ. 218 કરોડ પરથી વધી રૂ. 221 કરોડ રહી હતી.
• ટાટા મોટર્સની માલિકીની જગુઆર લેન્ડ રોવરની અપેક્ષા મુજબ સેમીકંડક્ટર શોર્ટેજ ધીમે-ધીમે દૂર થવાની અપેક્ષા છે.
• ગ્રાસિમે ગુજરાત સ્થિત વિલાયત યુનિટ ખાતે ક્લોરોમિથેનનો પ્રોજેક્ટ શરૂ કર્યો છે.
• એસજેવીએને પંજાબ સ્ટેટ પાવર કોર્પોરેશન પાસેથી સોલાર પીવી પાવર પ્રોજેક્ટ કનેક્ટેડ 100 મેગાવાટ ગ્રીડ ઓર્ડર મેળવ્યો છે.
• સરકાર કેડિલા પાસેથી એક કરોડ વેક્સિન ડોઝની ખરીદી કરશે.
• એનસીએલટીએ ગેઈલ દ્વારા આઈએલએન્ડએફએસ ગ્રૂપમાં 26 ટકા ઈક્વિટી હિસ્સાની ખરીદીને મંજૂરી આપી છે.
• એનએમડીસીએ આર્યન ઓરના ભાવમાં ફેરફાર કર્યો છે. તેણે લમ્પ ઓરના ભાવ રૂ. 5950 પ્રતિ ટન જ્યારે ફાઈન્સના ભાવ રૂ. 4760 પ્રતિ ટન રાખ્યાં છે.
• સન ટીવીએ સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રૂ. 395.55 કરોડનો નફો દર્શાવ્યો છે. જે ગયા વર્ષે રૂ. 335.02 કરોડ હતો. કંપનીની આવક રૂ. 768.69 કરોડ પરથી વધી રૂ. 848.67 કરોડ પર રહી છે.
Market Opening 8 Nov 2021
November 08, 2021