બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ ઓપનીંગ
વૈશ્વિક બજારો લાલઘૂમ
સોમવારે યુએસ બજારોમાં વેચવાલી પાછલ એશિયન બજારો સતત બીજા દિવસે નરમાઈ દર્શાવી રહ્યાં છે. યુએસ ખાતે ડાઉ જોન્સ ઈન્ડસ્ટ્રીઅલ એવરેજ 324 પોઈન્ટ્સના ઘટાડે 34003ના સ્તરે બંધ રહ્યો હતો. જ્યારે નાસ્ડેક 2 ટકા ગગડી 14255 પર બંધ જોવા મળ્યો હતો. જેની પાછળ એશિયન બજારો 3 ટકા સુધીનો ઘટાડો દર્શાવી રહ્યાં છે. જાપાનનો નિક્કાઈ 2.8 ટકા સાથે સૌથી વધુ નરમ ટ્રેડ સૂચવે છે. એ સિવાય કોરિયા 1.8 ટકા, સિંગાપુર માર્કેટ એક ટકો, તાઈવાન 0.5 ટકાનો ઘટાડો દર્શાવે છે. ચીનના બજારમાં કામકાજ બંધ છે.
SGX નિફ્ટીનો ગેપ-ડાઉન નિફ્ટીનો સંકેત
સિંગાપુર નિફ્ટી 116 પોઈન્ટ્સના ઘટાડા સાથે 17595ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે. જે સૂચવે છે કે સ્થાનિક બજારમાં કામગીરી પણ નરમાઈ સાથે શરૂ થશે. નિફ્ટીને 17450નો પ્રથમ સપોર્ટ છે. જે તૂટતાં તે વધુ ઘટાડો દર્શાવી શકે છે. જ્યારે 17750નો અવરોધ છે. જે પાર થશે તો નિફ્ટી 18000 સુધીનો સુધારો દર્શાવે તેવું બને.
ક્રૂડે નવી ટોચ દર્શાવી
વૈશ્વિક ક્રૂડના ભાવે સોમવારે બ્રેકઆઉટ દર્શાવ્યું હતું. ઓપેક સહિતના દેશોએ પ્રતિ માસ દૈનિક 4 લાખ બેરલ ઉત્પાદન વૃદ્ધિ માટે સહમતિ દર્શાવવા છતાં ભાવ ઉછળ્યાં હતાં. જેમાં બ્રેન્ટ ક્રૂડ વાયદો 80 ડોલરની સપાટી પાર કરી ગયો હતો. તેણે 81.98 ડોલરની છેલ્લાં ત્રણ વર્ષોની ટોચ દર્શાવી હતી. હવેનો ટાર્ગેટ 85 ડોલરનો રહેશે. જ્યારે 75 ડોલરનો સપોર્ટ બની રહેશે.
ગોલ્ડમાં સુધારો ચાલુ
વૈશ્વિક ગોલ્ડના ભાવમાં સુધારો જળવાયો છે. કોમેક્સ ખાતે ડિસેમ્બર ગોલ્ડ વાયદો 1770 ડોલર સુધીની મજબૂતી દર્શાવ્યાં બાદ મંગળવારે સવારે 6 ડોલરના ઘટાડે 1762 ડોલર પર ટ્રેડ દર્શાવી રહ્યો છે. ગોલ્ડમાં ફંડામેન્ટલ્સ મજબૂત બની રહ્યાં છે. ખાસ કરીને યુએસ ખાતે ડેટ સિલીંગને લઈને જોવા મળી રહેલા વિવાદ પાછળ તે વધુ સુધારો દર્શાવી શકે છે. 18 ઓક્ટોબર સુધીમાં ડેટ સિલીંગને વધારવાનો નિર્ણય લેવો પડશે અન્યથા સરકારે શટડાઉન જોવાનું બની શકે છે.
મહત્વની હેડલાઈન્સ
• પાવર પ્લાન્ટ્સમાં આઉટેજિસને પગલે એનર્જી ક્રાઈસિસ ઘેરી બની.
• સેબીએ આઈપીઓ પ્રાઈસ, શેર ઈસ્યુ નિયમોમાં સુધારાનું કરેલું સૂચન.
• આરબીઆઈએ શ્રેઈ જૂથ કંપનીઓના બોર્ડ સુપરસીડ કરતાં બેંકિંગ કંપનીઓ શ્રેઈની લોનને બેડ લોન તરીકે જાહેર કરે તેવી શક્યતાં. બેંક્સનું શ્રેઈ જૂથ કંપનીઓમાં રૂ. 35 હજાર કરોડનું એક્સપોઝર હોવાનો અંદાજ.
• સરકારે જણાવ્યું છે કે પાંડોરા પેપર્સમાં જેમના નામ છે તેવી કંપનીઓની તપાસ કરવામાં આવશે.
• ઈન્વેસ્કોની સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જજની આગેવાનીમાં ઝી એજીએમ યોજવાની માગણી. કોર્ટ આજે કેસમાં સુનાવણી કરશે.
• અદાણી જૂથે જણાવ્યું છે કે 2030 સુધીમાં કુલ ગ્રીન ઈન્વેસ્ટમેન્ટ્સ 50 અબજ ડોલરને પાર કરી જશે. કંપનીએ તેના નિર્ધારિત સમય કરતાં 4 દિવસ અગાઉ રિન્યૂએબલ ટાર્ગેટ હાંસલ કર્યો.
• ઈમર્જિંગ માર્કેટ ઈટીએફ્સમાં સતત બીજા સપ્તાહે 79 કરોડ ડોલરનો ઘટાડો.
• વૈશ્વિક રોકાણકારોએ સોમવારે ભારતીય બજારમાં રૂ. 861 કરોડની ખરીદી દર્શાવી. જ્યારે સ્થાનિક ફંડ્સે પણ રૂ. 228 કરોડની ખરીદી કરી.
• આજે સપ્ટેમ્બર માટેનો માર્કિટ ઈન્ડિયા સર્વિસ પીએમઆઈ રજૂ કરવામાં આવશે.
• સેબીએ આદિત્ય બિરલા મની પર રૂ. 1.02 કરોડનો દંડ લાગુ પાડ્યો.
• હિંદુસ્તાન ઓર્ગેનિક્સે હંગામી શટડાઉન બાદ કોચી પ્લાન્ટને ફરી શરૂ કર્યો.
• જેએસડબલ્યુ એનર્જીએ સેનવિઓન ઈન્ડિયા સાથે 591 મેગાવોટ વિન્ડ ટર્બાઈન પ્રોક્યોરમેન્ટ કોન્ટ્રેક્ટ સાઈન કર્યાં.
Market Opening 5 October 2021
October 05, 2021