બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ ઓપનીંગ
યુએસ માર્કેટમાં ધીમો સુધારો, એશિયામાં મિશ્ર વલણ
યુએસ ખાતે ડાઉ જોન્સ ઈન્ડસ્ટ્રીઅલ એવરેજ 131 પોઈન્ટ્સના સુધારે 35444 પર બંધ રહ્યો હતો. નાસ્ડેકે પણ 15380ની ટોચ બનાવી હતી. એશિયન બજારોમાં જાપાન, તાઈવાન અને કોરિયા મજબૂતી સાથે ટ્રેડ થઈ રહ્યાં છે. જ્યારે સિંગાપુર, હોંગ કોંગ અને ચીનના બજારો રેડ ઝોનમાં ટ્રેડિંગ દર્શાવે છે. તાઈવાન 0.95 ટકા સાથે જ્યારે જાપાન 0.85 ટકા સાથે નોંધપાત્ર સુધારો દર્શાવે છે.
SGX નિફ્ટીનો ગેપ-અપ ઓપનીંગનો સંકેત
સિંગાપુર નિફ્ટી ભારતીય બજાર ગેપ-અપ ઓપનીંગ દર્શાવે તેમ સૂચવે છે. તે 31 પોઈન્ટ્સના સુધારે 17290ના સ્તરે ટ્રેડ દર્શાવી રહ્યો છે. નિફ્ટી માટે નજીકમાં 17300-17350ના લેવલ્સ અપેક્ષિત છે. જે પાર થાય તો 17450-17500ની સપાટી જોવા મળી શકે છે. નીચે 17000 અને 16700નો સપોર્ટ રહેશે.
ક્રૂડમાં સુધારાની ચાલ
વૈશ્વિક ક્રૂડમાં ધીમે-ધીમે સુધારો જોવા મળી રહ્યો છે. બ્રેન્ટ ક્રૂડ ફ્યુચર્સ 73.20 ડોલર પર ટ્રેડ દર્શાવી રહ્યો છે. જે તેની બે સપ્તાહની ટોચ છે. 75 ડોલર પાર થતાં તે જુલાઈ શરૂઆતની 77 ડોલરની સપાટીને પાર કરી શકે છે.
ગોલ્ડમાં સ્થિરતા
વૈશ્વિક ગોલ્ડના ભાવ સ્થિર ટક્યાં છે. છેલ્લા ચારેક સત્રોથી તે 1810-1820 ડોલરમાં અટવાયાં છે. આજે સવારે તે 1815 ડોલર પર 4 ડોલરના સુધારા સાથે ટ્રેડ દર્શાવે છે. ગોલ્ડમાં પણ અન્ડરટોન મજબૂત છે. વધ-ઘટે દિવાળી સુધીમાં 1900 ડોલરના સ્તરની સંભાવના છે.
મહત્વની હેડલાઈન્સ
• પ્રાથમિક ડેટા મુજબ ઓગસ્ટમાં ભારતની વેપારી ખાધ વાર્ષિક ધોરણે 69.2 ટકા વૃદ્ધિ સાથે 13.9 અબજ ડોલર પર પહોંચી.
• જ્વેલરી ચેઈન જોયલુક્કાસ આગામી વર્ષે 40 કરોડ ડોલરના આઈપીઓ સાથે બજારમાં પ્રવેશે તેવી શક્યતા.
• તાજેતરમાં વરસાદી રાઉન્ડ બાદ પણ દેશમાં સામાન્યની સરખામણીમાં 9 ટકા વરસાદ ખાધ.
• ટાટા રિઅલ્ટીએ ઈન્ડિયા પ્રોપર્ટીમાં સંયુક્ત સાહસ ભાગીદાર એક્ટિસનો હિસ્સો ખરીદી લીધો.
• એઓન ઈન્ડિયા ઈન્શ્યોરન્સ બ્રોકર્સમાં એઓને હિસ્સો વધારી 100 ટકા કર્યો.
• ભારતીય સ્ટીલની માગ ચાલુ વર્ષે 12 ટકા વધવાનો ઈકરાનો અંદાજ.
• વૈશ્વિક ફંડ્સે ગુરુવારે ભારતીય બજારમાં રૂ. 349 કરોડની ચોખ્ખી ખરીદી દર્શાવી.
• સ્થાનિક ફંડ્સે ભારતીય બજારમાં રૂ. 382 કરોડની ચોખ્ખી ખરીદી કરી.
• વિદેશી ફંડ્સે ડેરિવેટીવ્સ માર્કેટમાં રૂ. 1680 કરોડની ચોખ્ખી વેચવાલી દર્શાવી.
• આઈઆરબી ઈન્ફ્રાસ્ટ્રક્ચર તમિલનાડુમાં ચિત્તુર થાચૂર સિક્સ-લેન હાઈવે માટે પસંદગીના બીડર તરીકે ઉભરી.
• જૈન ઈરિગેશનનું બોર્ડ 7 સપ્ટેમ્બરે ફંડ એકત્ર કરવા માટે મળશે.
• જમ્મુ-કશ્મીર બેંકની રૂ. 1000 કરોડ એકત્ર કરવા માટે મંજૂરી.
• એમટી એજ્યૂકેર મુદલ અને વ્યાજ ચૂકવણામાં નાદાર બની.
• રિલાયન્સ રિટેલ વેન્ચર્સે જસ્ટ ડાયલ પર સંપૂર્ણ કંટ્રોલ મેળવ્યો. હાલમાં કંપની 40.98 ટકા હિસ્સો ધરાવે છે.
Market Opening 3 sep 2021
September 03, 2021