બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ ઓપનીંગ
યુએસ બજારો નવી ટોચ પર, એશિયામાં ટકેલો સુધારો
યુએસ બજારોમાં સોમવારે નવી ટોચ જોવા મળી હતી. ડાઉ જોન્સ ઈન્ડસ્ટ્રીઅલ એવરેજ 216 પોઈન્ટ્સના સુધારે 35336ની સર્વોચ્ચ સપાટી પર બંધ જોવા મળ્યો હતો. જ્યારે નાસ્ડેક પણ 228 પોઈન્ટ્સના સુધારે 14943ની ટોચ પર બંધ રહ્યો હતો. જેની પાછળ એશિયન બજારોમાં બીજા દિવસે સુધારો જળવાયો છે. જાપાન, સિંગાપુર, હોંગ કોંગ, કોરિયા, તાઈવાન અને ચીન સહિતના બજારો નોંધપાત્ર સુધારો દર્શાવી રહ્યાં છે. હોંગ કોંગ માર્કેટ 1.75 ટકા સાથે સૌથી સારો દેખાવ નોંધાવી રહ્યો છે.
SGX નિફ્ટીનો ગેપ-અપ ઓપનીંગનો સંકેત
સિંગાપુર નિફ્ટી 93 ટકા વૃદ્ધિ સાથે 16588ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે. જે સૂચવે છ કે સ્થાનિક બજાર પણ ગેપ-અપ ઓપનીંગ દર્શાવશે. નિફ્ટી માટે 16701નું સ્તર અવરોધ છે. જ્યારે નીચે 16400નો સપોર્ટ છે. મંગળવારે મીડ અને સ્મોલ-કેપ્સમાં પણ બાઉન્સ જોવા મળે તેવી શક્યતા છે. કેમકે હાલમાં મોટાભાગના કાઉન્ટર્સ ઓવરસોલ્ડ ઝોનમાં જોવા મળી રહ્યાં છે.
ક્રૂડમાં સુધારો
વૈશ્વિક ક્રૂડના ભાવમાં બાઉન્સ જોવા મળ્યો છે. સોમવારે બ્રેન્ટ ક્રૂડ વાયદો 4 ટકાથી વધુ સુધર્યાં બાદ આજે તે 0.35 ટકાનો વધુ સુધારો દર્શાવવા સાથે 68.6ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે. યુએસ-તાલિબાન વચ્ચે તંગદિલી પાછળ ક્રૂડના ભાવ પર અસર થઈ છે.
ગોલ્ડમાં અન્ડરટોન મજબૂત
વૈશ્વિક બજારમાં ગોલ્ડમાં સોમવારે એક ટકાથી વધુના સુધારા બાદ આજે સવારે કોન્સોલિડેશન જોવા મળી રહ્યું છે. જોકે તેણે 1800 ડોલરની સપાટી જાળવી રાખી છે અને તેથી તેની સુધારાની ચાલ અકબંધ છે. જો તે 1800 ડોલર તોડશે તો વધુ ઘટાડો દર્શાવી શકે છે. 1800 ડોલર પર પડાવ બનાવીને તે 1850થી 1900 ડોલર સુધીનો ઉછાળો દર્શાવી શકે છે.
મહત્વની હેડલાઈન્સ
• સરકાર ઈન્ફ્રાસ્ટ્રક્ચર એસેટ્સને લીઝ પર આપી 81 અબજ ડોલર ઊભાં કરશે.
• સ્કાયમેટના જણાવ્યા મુજબ દેશમાં ચાલુ વર્ષે સામાન્ય ચોમાસુ જોવા મળે તેવી શક્યતા હવે નહિવત.
• સંસદના આગામી સત્રમાં ઈન્ડિયા ક્રિપ્ટો બીલ રજૂ કરવામાં આવશે.
• હિંદાલ્કોના ચેરમેન આદિત્ય બિરલાના મતે તમામ બિઝનેસ સેગમેન્ટ્સમાંથી મજબૂત માગ જોવા મળી રહી છે.
• ઈન્ડેલ મની ડેટ, ઈક્વિટી મારફતે રૂ. 1000 કરોડ ઊભાં કરશે.
• આરબીઆઈ રૂ. 51000 કરોડના બોન્ડ્સને લોંગ ટર્મમાં કન્વર્ટ કરશે.
• ઈમર્જિંગ માર્કેટ્સ ઈટીએફ્સમાં સતત બીજા સપ્તાહે ઘટાડો નોંધાયો.
• વૈશ્વિક ફંડ્સે સોમવારે ભારતીય બજારમાં રૂ. 1360 કરોડનું વેચાણ દર્શાવ્યું.
• સ્થાનિક ફંડ્સે રૂ. 1450 કરોડની ખરીદી કરી.
• વિદેશી રોકાણકારોએ ડેરિવેટિવ્સ સેગમેન્ટમાં રૂ. 2440 કરોડની ખરીદી દર્શાવી.
• કેનેરા બેંક ક્વિપ ઈસ્યુ મારફતે રૂ. 2500 કરોડ ઊભા કરશે. રૂ. 149.35 પ્રતિ શેરની ફ્લોર પ્રાઈસને મંજૂરી.
• આઈશર મોટર્સે એમડી લાલના વેતન પર મર્યાદા લાગુ પાડવાની તથા તેમને ફરી પાંચ વર્ષ માટે નિમણૂંક કર્યાં.
• ઈન્ડિયન હોટેલ્સે રાઈટ ઈસ્યુ મારફતે રૂ. 3000 કરોડ ઊભા કરવાને આપેલી મંજૂરી.
• એન્ટિટ્રસ્ટ રેગ્યુલેટરે મારુતિ સુઝુકી પર રૂ. 200 કરોડની પેનલ્ટી લગાવી.
Market Opening 24 August 2021
August 24, 2021