બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ ઓપનીંગ
એશિયન બજારોમાં તીવ્ર બાઉન્સ
નવા સપ્તાહે એશિયન બજારોમાં તીવ્ર બાઉન્સ જોવા મળી રહ્યો છે. તાઈવાન, જાપાન, હોંગ કોંગ, કોરિયા અને ચીનના બજારો એકથી ત્રણ ટકા સુધીનો ઉછાળો દર્શાવી રહ્યાં છે. જેમાં તાઈવાન 2.6 ટકા સાથે સૌથી વધુ મજબૂત જણાય છે. ગયા શુક્રવારે યુએસ બજાર 250 પોઈન્ટ્સથી વધુના સુધારે બંધ આવતાં એશિયન બજારોમાં સેન્ટિમેન્ટ સુધર્યું છે. તેઓ ઓવરબોટ ઝોનમાં હતાં.
SGX નિફ્ટીનો ગેપ-અપ ઓપનીંગનો સંકેત
સિંગાપુર નિફ્ટી 157 પોઈન્ટ્સ મજબૂતી સાથે 16563ના સ્તર પર ટ્રેડ થઈ રહ્યો છે. જે સૂચવે છે કે સ્થાનિક બજાર પણ ગેપ-અપ ઓપનીંગ દર્શાવશે. નિફ્ટીને 16376નો નજીકનો સપોર્ટ જ્યારે 16701નો અવરોધ છે.
મહત્વની હેડલાઈન્સ
• અદાણી વિલ્મેરના આઈપીઓને સેબીએ હાલમાં અટકાવ્યો છે. અદાણી એન્ટરપ્રાઈઝ સામે ચાલી રહેલી તપાસને ધ્યાનમાં રાખીને આમ નિર્ણય લીધો છે.
• માઈક્રોસોફ્ટે ઓયો હોટેલ્સમાં 10 અબજ ડોલરના વેલ્યૂએશન પર 50 લાખ ડોલરનું રોકાણ કર્યું.
• દેશમાંથી એપ્રિલ-જૂનમાં પ્રોસેસ્ડ ફૂટની નિકાસમાં 44.3 ટકાનો ઉછાળો.
• ફેસબુકે ભારતમાં 6720 ડોલર સુધીની નાની રકમ ધરાવતી લોન્સ ઓફર કરી.
• સરકારે તહેવારોની સિઝન ધ્યાનમાં લઈ સનફ્લાવર અને સોયાબિન તેલ પરની આયાત ડ્યુટીમાં ઘટાડો કર્યો.
• સોમવારે નિરમા જૂથની સિમેન્ટ કંપની નૂવોકો વિસ્ટાસનું લિસ્ટીંગ થશે.
• એમક્યોર ફાર્મા રૂ. 4000-4500 કરોડો આઈપીઓ લાવશે.
• રાકેશ ઝૂનઝૂનવાલાનું રોકાણ ધરાવત મેટ્રો બ્રાન્ડ આઈપીઓ મારફતે રૂ. 250 કરોડ ઊભાં કરશે.
Market Opening 23 August 2021
August 23, 2021