બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ ઓપનીંગ
યુએસમાં સ્થિરતા વચ્ચે એશિયા ફરી નરમ
યુએસ બજારમાં સતત ત્રીજા દિવસે પોઝીટીવ બંધ જોવા મળ્યું હતું. ડાઉ જોન્સ ઈન્ડસ્ટ્રીઅલ એવરેજ 25 પોઈન્ટ્સના સાધારણ સુધારા સાથે બંધ રહ્યો હતો. જોકે એશિયન બજારો ગુરુવારે જોવા મળેલું પોઝીટીવ મોમેન્ટમ જાળવી શક્યાં નહોતાં અને નરમાઈ સાથે ટ્રેડ દર્શાવી રહ્યાં છે. જાપાન બજારમાં આજે પણ કામકાજ બંધ છે. આજે એક્ટિવ માર્કેટ્સમાં હોંગ કોંગ, સિંગાપુર, તાઈવાન અને ચીન રેડ ઝોનમાં ટ્રેડ થઈ રહ્યાં છે. એકમાત્ર કોરિયન બજાર 0.21 ટકાનો સુધારો દર્શાવી રહ્યું છે.
SGX નિફ્ટીનો પોઝીટીવ ઓપનીંગનો સંકેત
સિંગાપુર નિફ્ટી 20 પોઈન્ટ્સના સાધારણ સુધારા સાથે પોઝીટીવ ટ્રેડ દર્શાવી રહ્યો છે. જે સૂચવે છે કે સ્થાનિક બજાર પણ ફ્લેટ-ટુ-પોઝીટીવ ઓપનીંગ દર્શાવશે. નિફ્ટીએ ગુરુવારે ફરી 15800 પાર કર્યું હતું અને હવે 15900ને પાર કરવું તેના માટે ફરી કસોટી બન્યું છે. જો બજારને બેંકિંગનો સપોર્ટ સાંપડશે તો તે ચોક્કસ નવી ટોચ દર્શાવવામાં સફળ રહેશે.
વૈશ્વિક ક્રૂડમાં મજબૂતી
વૈશ્વિક ક્રૂડ બજારમાં અન્ડરટોન મક્કમ છે. ગુરુવારે બ્રેન્ટ ક્રૂડ વાયદો 73 ડોલરની સપાટી પર ફરી જોવા મળ્યો હતો અને લગભગ આ સપાટી પર જ ટ્રેડ થઈ રહ્યો છે. તેણે 15 દિવસ અગાઉ 78 ડોલરની દોઢ વર્ષની ટોચ દર્શાવી હતી. જ્યાંથી તે 68 ડોલર સુધી પટકાયો હતો.
મહત્વની હેડલાઈન્સ
• આજે ઝોમેટોનું લિસ્ટીંગ ભારતીય બજારમાં ન્યૂ ટેક જનરેશન માટેનો એપેટાઈટ નક્કી કરશે.
• સેન્ટ્રલ બેંકની ડિજીટલ કરન્સીના તબક્કાવાર રોલ આઉટ માટે વિચારતી સરકાર.
• સરકારે સ્પેશ્યાલિટી સ્ટીલ ક્ષેત્ર માટે રૂ. 6320 કરોડની પીએલઆઈ સ્કીમ રજૂ કરી.
• દેશના 8.6 ગીગાવોટનું કોલ-પાવર યુનિટ્સ લિક્વિડેશનમાં જશે.
• વિવિધ સ્પેસ સંબંધી એક્ટિવિટીઝ માટે દેશને 27 પ્રસ્તાવો પ્રાપ્ત થયાં.
• ગુરુવારે વૈશ્વિક ફંડ્સે રૂ. 248 કરોડની વેચવાલી નોંધાવી.
• સ્થાનિક ફંડ્સે ગુરુવારે રૂ. 943 કરોડની ખરીદી દર્શાવી.
• ઓલકાર્ગો લોજિસ્ટીક્સ શેર્સના ડિલિસ્ટીંગ માટેના પ્રસ્તાવ પર વિચારણા કરશે.
• હેડલબર્ગ સિમેન્ટ ઈન્ડિયાએ પ્રથમ ક્વાર્ટરમાં 40 ટકા વૃદ્ધિ સાથે રૂ. 65.5 કરોડનો નફો દર્શાવ્યો.
• આઈસીઆઈસી લોમ્બાર્ડે પ્રથમ ક્વાર્ટરમાં રૂ. 152 કરોડનો નફો દર્શાવ્યો. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 398 કરોડ સામે 62 ટકાનો ઘટાડો સૂચવે છે.
• મહિન્દ્રા લાઈફસ્પેસ 28 જુલાઈએ ફ્રી શેર્સ ઈસ્યુ અંગે વિચારણા કરશે.
• એમ્ફેસિસે પ્રથમ ક્વાર્ટરમાં 24 ટકા વૃદ્ધિ સાથે રૂ. 340 કરોડનો નફો નોંધાવ્યો.
• પર્સિસ્ટન્ટ સિસ્ટમ્સે પ્રથમ ક્વાર્ટરમાં 68 ટકા વૃદ્ધિ સાથે રૂ. 151 કરોડનો નફો દર્શાવ્યો.
• તાન્લા પ્લેટફોર્મસે રૂ. 65 કરોડના શેર બાયબેક પ્રસ્તાવને મંજૂરી આપી. રૂ. 1260 પ્રતિ શેરના ભાવે બાયબેક કરશે.
• અલ્ટ્રાટેક સિમેન્ટ રૂ. 5000 કરોડની લોંગ-ટર્મ લોનની પુનઃચૂકવણી કરશે.
Market Opening 23 July 2021
July 23, 2021