બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ ઓપનીંગ
યુએસ બજારમાં આગેકૂચ જારી, એશિયન હજારો હજુ પણ નિરસ
યુએસ બજારમાં સપ્તાહની શરૂઆત સારી રહી હતી. ડાઉ જોન્સ ઈન્ડસ્ટ્રીઅલ એવરેજ 153 પોઈન્ટ્સ સુધારે 34786ના સ્તરે બંધ રહ્યો હતો. જે તેનું સર્વોચ્ચ બંધ હતું. નાસ્ડેક પણ ઓલ-ટાઈમ હાઈ પર બંધ રહ્યું હતું. જોકે એશિયન બજારોએ આ બાબતની ખાસ નોંધ નથી લીધી. તેઓ હજુ પણ સુસ્તી દર્શાવી રહ્યાં છે. હોંગ કોંગ અને ચીનનો બજારો અડધા ટકાનો ઘટાડો સૂચવે છે. જ્યારે જાપાન, કોરિયા અને તાઈવાન પોઝીટીવ ટ્રેડ દર્શાવી રહ્યાં છે.
SGX નિફ્ટીનો ફ્લેટ ઓપનીંગનો સંકેત
સિંગાપુર નિફ્ટી 31 પોઈન્ટ્સના ઘટાડે 15833 પર ટ્રેડ થઈ રહ્યો છે. જે સૂચવે છે કે સ્થાનિક બજાર સાધારણ નરમાઈ સાથે અથવા તો ફ્લેટ ઓપનીંગ દર્શાવી શકે છે. સોમવારે બજારે અન્ય ઈમર્જિંગ બજારો કરતાં સારો દેખાવ નોંધાવ્યો હતો. જો નિફ્ટી 15900ના સ્તરને પાર કરવામાં સફળ રહેશે તો નિશ્ચિત 16200-16300ની રેંજ ટૂંકમાં દર્શાવી શકે છે.
ક્રૂડે નવી ટોચ દર્શાવી
વૈશ્વિક ક્રૂડના ભાવમાં મજબૂતી જોવા મળી રહી છે. ઓપેક તથા બિન-ઓપેક ઉત્પાદકો વચ્ચે ચાલુ વર્ષ તથા 2022માં ઉત્પાદન નીતિની ચર્ચા કરવા યોજાનારી બેઠક મુલત્વી રાખવામાં આવતાં આમ થયું છે. ઓપેક દેશોમાં બે અગ્રણી ઉત્પાદકો તથા નજીકના દેશો સાઉદી અરેબિયા અને યુએઈ વચ્ચે ઊભા થયેલાં ખટરાગને કારણે આમ થયું છે. અગાઉ શુક્રવારે યોજાનારી બેઠકને એક દિવસ પરત ઠેલવામાં આવી હતી. જે પછી સોમવારે યોજાનાર હતી. જોકે આમ થઈ શક્યું નથી. જેની પાછળ બ્રેન્ટ ક્રૂડ વાયદો 77.61 ડોલરની નવી ટોચ દર્શાવી 77.40 ડોલર પર ટ્રેડ થઈ રહ્યો છે. ભારતીય અર્થતંત્ર માટે તે મોટી ચિંતા ઊભી કરી રહ્યો છે.
ગોલ્ડ-સિલ્વરમાં મજબૂતી
વૈશ્વિક બજારમાં ગોલ્ડ 1800 ડોલર પર પરત ફર્યું છે. આજે સવારે તે 16 ડોલરની મજબૂતી દર્શાવી રહ્યું છે. યુએસ ખાતે જૂન રોજગારીના આંકડા મિશ્ર આવતાં તથા ઈન્ફ્લેશનની ચિંતા ઊભી હોવાથી ગોલ્ડમાં ખરીદી રહે તે સ્વાભાવિક છે. 1800 ડોલર પાર થતાં કિંમતી ધાતુ 1860ની તાજેતરની ટોચ નજીક ઝડપથી ગતિ દર્શાવી શકે છે. કોમેક્સ ખાતે ચાંદી પણ એક ટકા મજબૂતી સાથે 26.72 ડોલર પર ટ્રેડ થઈ રહી છે. એમસીએક્સ ખાતે ચાંદીના ભાવ રૂ. 70 હજારને પાર કરી ગયા છે અને તેમાં ઝડપી ઉછાળાની શક્યતા જણાય છે.
મહત્વની હેડલાઈન્સ
• કોવિડનો ત્રીજો વેવ ઓગસ્ટના બીજા પખવાડિયાથી ચાલુ થશેઃ એસબીઆઈ.
• સરકાર એનએમડીસીના ઓફર-ફોર-સેલમાં 11.72 કરોડ શેર્સનું રૂ. 165ના ફ્લોર પ્રાઈસે વેચાણ કરશે.
• માર્કેટ રેગ્યુલેટર સેબીએ ઝોમેટોના આઈપીઓને મંજૂરી આપી.
• ટીસીએસને ગાર્ટનર મેજીક ક્વાડ્રન્ટના સર્વેમાં સેપ એસ-4હાના એપ્લિકેશન સર્વિસિસ માટે વૈશ્વિક લીડર તરીકે માન્યતા મળી છે.
• કંપનીએ દિલ્હી અને લેહ ખાતે હાઈડ્રોજન ફ્યુઅલ સેલ બસ શરૂ કરવા માટે ટેન્ડર્સ મંગાવ્યાં છે.
• મારુતિએ જૂન મહિનામાં 165576 વેહીકલ્સનું ઉત્પાદન કર્યું હતું. જે ગયા વર્ષે સમાનગાળામાં 50742 યુનિટ્સ પર હતું. જ્યારે મે મહિનામાં તે 40924 યુનિટ્સ હતું.
• સરકારે ઉડ્ડયન કંપનીઓને કોવિડ અગાઉના સ્તરે 65 ટકા લિમિટ સાથે ફ્લાઈટની છૂટ આપી છે.
• ટાટા મોટર્સ ઈનપુટ ખર્ચમાં વૃદ્ધિને કારણે પેસેન્જર વેહીકલ્સના ભાવ વધારવા માટે વિચારી રહી છે.
Market Opening 6 July 2021
July 06, 2021