Market Summary 11 June 2021

માર્કેટ સમરી

 

નિફ્ટીએ વધુ એક વિક્રમ નોંધાવ્યો

 

વૈશ્વિક બજારોમાં સુસ્તી વચ્ચે ભારતીય બેન્ચમાર્ક તેની સર્વોચ્ચ ટોચ પર બંધ જોવા મળ્યો હતો. નિફ્ટી 15886ની ટોચ દર્શાવી 15799 પર બંધ રહ્યો હતો. માર્કેટને મેટલ, આઈટી અને ફાર્મા શેર્સ તરફથી સપોર્ટ સાંપડ્યો હતો. આઈટી અને ફાર્મા તેમની નવી ટોચ પર બંધ આવ્યાં હતાં. જ્યારે મેટલ તેની અગાઉની ટોચ નજીક પહોંચ્યો હતો.

 

પાવર ગ્રીડ કોર્પોરેશન પીએસયૂમાં એમ-કેપમાં બીજા ક્રમે

જાહેર ક્ષેત્રની પાવર ટ્રાન્સમિશન કંપની પાવર ગ્રીડ કોર્પોરેશનનો શેર શુક્રવારે તેની સર્વોચ્ચ સપાટી પર ટ્રેડ થયો હતો. સાથે તે પીએસયૂ પેકમાં બીજા ક્રમે માર્કેટ-કેપ ધરાવતી કંપની પણ બની છે. પાવર ગ્રીડનો શેર અગાઉના રૂ. 241.55ના બંધ સામે રૂ. 250ના સ્તરે ટ્રેડ થયો હતો અને 2 ટકા સુધારા સાથે રૂ. 246.30ના સ્તરે બંધ રહ્યો હતો. જે ભાવે કંપનીનું માર્કેટ-કેપ રૂ. 1.29 લાખ કરોડ પર જોવા મળતું હતું. પબ્લિક સેક્ટર એન્ટરપ્રાઈઝિસમાં ઓએનજીસીના રૂ. 1.55 લાખ કરોડના એમ-કેપ બાદ તે બીજા ક્રમની કંપની બની હતી. તેણે એનટીપીસીને પાછળ રાખી હતી. છેલ્લા કેટલાક મહિનાઓમાં તેણે આઈઓસી, કોલ ઈન્ડિયા જેવા મહારત્નોને પણ પાછળ રાખ્યાં હતાં.

રૂપિયાએ સતત બીજા સપ્તાહે પોઝીટીવ બંધ દર્શાવ્યું

યુએસ ડોલર સામે ભારતીય ચલણ શુક્રવારે 2 પૈસા સુધરી 73.08ના સ્તરે બંધ જોવા મળ્યું હતું. ચાલુ સપ્તાહે રૂપિયાની મૂવમેન્ટ સંકડાઈ ગઈ હતી. સતત બે મહિના સુધી ઊંચી વોલેટિલિટી દર્શાવ્યાં બાદ રૂપિયામાં સ્થિરતા પરત ફરી હતી. જેનું મુખ્ય કારણ વિદેશી રોકાણકારો તરફથી જળવાયેલો મજબૂત ઈનફ્લો હોય શકે છે. જૂન મહિનામાં અત્યાર સુધીમાં તેઓએ શેરબજારમાં ચોખ્ખું રોકાણ દર્શાવ્યું છે. જેની પાછળ રૂપિયો સાપ્તાહિક ધોરણે 7 પૈસાનો સુધારો દર્શાવી રહ્યો હતો. તેને 72.80નો અવરોધ નડી રહ્યો છે જ્યારે 73.30નો સપોર્ટ સાંપડી રહ્યો છે. ડોલરના ઈનફ્લોને જોતાં રૂપિયો આગામી સપ્તાહે પણ મજબૂતી દર્શાવી શકે છે.

સોના કોમસ્ટાર બજારમાંથી રૂ. 5500 કરોડ એકત્ર કરશે

દેશની અગ્રણી ઓટોમોટીવ ટેક્નોલોજી કંપની સોના કોમસ્ટાર મૂડીબજારમાંથી રૂ. 5500 કરોડ એકત્ર કરશે. ચાલુ કેલેન્ડરનો તે સૌથી મોટો આઈપીઓ છે. કંપની રૂ. 285-291ની પ્રાઈસ બેંડમાં શેર્સ ઓફર કરશે. આઈપીઓ 14 જૂને ખૂલશે અને 16 જૂને બંધ થશે. કંપની અમેરિકન પીઈ કંપની બ્લેકસ્ટોનનું સમર્થન ધરાવે છે. આઈપીઓમાં સિંગાપુર VII ટોપ્કો III પ્રા. લિ. દ્વારા કુલ Rs.5,250 કરોડ સુધીના ઇક્વિટી શેર્સની ઓફર ફોર સેલનો સમાવેશ થાય છે. જ્યારે રૂ. 300 કરોડના ફ્રેશ ઈસ્યુનો સમાવેશ થાય છે.

ટેક મહિન્દ્રા રૂ. એક લાખ કરોડની કંપની બની

આઈટી ક્ષેત્રે અગ્રણી ટેક મહિન્દ્રાનો શેર શુક્રવારે તેની સર્વોચ્ચ સપાટી પર ટ્રેડ થયો હતો. જે સાથે કંપની રૂ. એક લાખ કરોડના માર્કેટ-કેપને પાર કરી ગઈ હતી. કંપનીનો શેર રૂ. 1064ના અગાઉના બંધ સામે રૂ. 1082ની ટોચ પર ટ્રેડ થયો હતો અને રૂ. 1073 પર બંધ રહ્યો હતો. તે આઈટી ક્ષેત્રે પાંચમા ક્રમની કંપની બની હતી. અગાઉની સત્યમ કોમ્પ્યુટર્સને રૂ. એક લાખ કરોડનું માર્કેટ-કેપ પાર કરતાં દાયકાથી વધુનો સમય લાગ્યો હતો. જ્યારે તે વખતે તેની સમકક્ષ ઈન્ફોસિસ અને વિપ્રો ઘણા સમયથી રૂ. એક લાખ કરોડને પાર કરી ગયા હતાં. શુક્રવારે નિફ્ટી આઈટી ઈન્ડેક્સ 1.51 ટકા સુધરી સર્વોચ્ચ સપાટી પર બંધ આવ્યો હતો.

 

 

પેની સ્ટોક્સે એક વર્ષમાં 1200 ટકાનું તીવ્ર વળતર દર્શાવ્યું

સીજી પાવરનો શેર રૂ. 6ની સપાટી પરથી 1212 ટકાના રિટર્ન સાથે રૂ. 82 પર ટ્રેડ થઈ રહ્યો છે

રતન ઈન્ડિયા, જીટીએલ, સુબેક્સ, જેપી એસોસિએટ્સ, જયનેક ઈન્ડસ્ટ્રીઝ જેવી કંપનીઓ 600-900 ટકાનું રિટર્ન દર્શાવી રહી છે

છેલ્લા સવા વર્ષમાં બેન્ચમાર્ક નિફ્ટીએ 100 ટકા અને મીડ-કેપ્સ તથા સ્મોલ-કેપ્સ ઈન્ડેક્સે અનુક્રમે 200 અને 300 ટકાના રિટર્ન દર્શાવ્યાં છે ત્યારે પેની સ્ટોક્સે સમાનગાળામાં 1200 ટકાથી પણ વધુનું વળતર આપ્યું છે. રૂ. 10થી નીચેની વેલ્યૂ ધરાવતાં કાઉન્ટર્સને શેરબજારમાં પેની કાઉન્ટર્સ કહેવામાં આવે છે. આવા ઘણા કાઉન્ટર્સ એક વર્ષમાં સતત સુધરતાં રહીને પેનીની વ્યાખ્યામાંથી બહાર આવી ગયા છે અને હાલમાં તેઓ રોકાણકારોનું આકર્ષણ બન્યાં છે.

સામાન્યરીતે બજારમાં કોઈપણ તેજીના આખરી તબક્કામાં પેની સ્ટોક્સ પણ જોડાતાં હોય છે અને તેઓ ઝડપી તેજી દર્શાવતાં હોય છે. છેલ્લા એક મહિનામાં એકઅંકી વેલ્યૂ ધરાવતાં અનેક શેર્સ 5 ટકાના સર્કિટ ફિલ્ટરમાં વધતાં રહી દ્વિઅંકી બની ચૂક્યાં છે. કેટલાંક કાઉન્ટર્સમાં સુધારા પાછળના કારણોમાં ફંડામેન્ટલ ન્યૂઝ કારણભૂત છે. જ્યારે ઘણી કંપનીઓના ભાવ ઉન્માદમાં ઉછળી જતાં હોય છે. એકવાર બજારમાં તેજીનું વાવાઝોડું શાંત પડે ત્યારે આવા કાઉન્ટર્સ ફરી તેનું વાસ્તવિક મૂલ્ય ધારણ કરતાં હોય છે. આમ રિટેલ ઈન્વેસ્ટર્સે ઝડપી નાણા કમાવાની લ્હાયમાં આવા કાઉન્ટર્સથી બને તો દૂર રહેવું જોઈએ અથવા જો ટ્રેડિંગનું સાહસ કર્યું હોય તો સમયસર એક્ઝિટ પણ લઈ લેવી જોઈએ. જેથી ભરાય ના પડાય.

બીએસઈ ખાતે લિસ્ટેડ કંપનીઓમાં પેની સ્ટોક્સના છેલ્લા એક વર્ષના દેખાવનો અભ્યાસ કરીએ જણાય છે કે વિવિધ ક્ષેત્રોની કંપનીઓના ભાગ્ય બદલાયાં હતાં. જોકે આમાં પાવર ક્ષેત્ર સાથે જોડાયેલી કંપનીઓ મુખ્ય હતી. જેમાં સીજી પાવરનો શેર રૂ. 6.25ના સ્તરેથી સુધરી શુક્રવારે રૂ. 82ના સ્તરે જોવા મળતો હતો. આમ તેણે 1212 ટકાનું અધધધ રિટર્ન દર્શાવ્યું હતું. કંપનીનો શેર તાજેતરમાં રૂ. 91ની ટોચ દર્શાવી ચૂક્યો છે. કંપનીનું માર્કેટ-કેપ પણ રૂ. 11 હજાર કરોડ પર પહોંચી ગયું છે. કંપનીમાં અન્ય રોકાણકારોનો રસ વધતાં શેરના ભાવમાં રિવાઈવલ જોવા મળ્યું છે. એક અન્ય કંપની રતનઈન્ડિયાનો શેર પણ રૂ. 2.40ના સ્તરેથી સુધરતો રહી શુક્રવારે રૂ. 24ના સ્તરે જોવા મળ્યો હતો. કંપનીનો શેર 900 ટકાનું તીવ્ર રિટર્ન દર્શાવે છે. ટેલિકોમ સર્વિસ પ્રોવાઈડર જીટીલનો શેર રૂ. 1.5ના તળિયાના સ્તરેથી 840 ટકાના સુધારે રૂ. 14.10ના સ્તરે જોવા મળે છે. સોફ્ટવેર કંપની સુબેક્સનો શેર રૂ. 7.40ના સ્તરેથી 740 ટકા ઉછળી રૂ. 60 પર જોવા મળ્યો છે. ટાટા ટેલિ મહારાષ્ટ્રનો શેર પણ રૂ. 3.45ના સ્તરેથી 600 ટકા ઉછળી રૂ. 24ના સ્તર પર પહોંચ્યો છે. તાજેતરમાં એડીએજી જૂથના શેર્સ પણ આ જ રીતે પેની સ્ટોક્સમાંથી મલ્ટીબેગર બન્યાં હતાં. જોકે આ બાબત સૂચવે છે કે હાલનો સમય ઉન્માદનો છે અને તેથી ટ્રેડર્સે ખૂબ જ સાવચેત રહેવું જરૂરી છે.

પેની સ્ટોક્સનો અંતિમ એક વર્ષમાં દેખાવ

કંપની     11 જૂન 2020નો ભાવ(રૂ.)    બજારભાવ(રૂ.)         

સીજી પાવર       6.25   82.00 1212.00       13

રતન ઈન્ડિયા    2.40   24.00 900.00 10

જીટીએલ   1.50 14.10  840.00 9

સુબેક્સ      7.40 59.50 704.05 8

જેપી એસોસિએટ્સ         1.65   12.40  651.52 8

જયનેક ઈન્ડ.     3.05   22.60 640.98

ટ્રેઝહરા     7.75 56.95 634.84

ટીટીએમએલ     3.45   23.90 592.75

મેકલોડરસેલ     6.30   41.00  550.79

પાર્શ્વનાથ કોર્પો.  2.35   14.80  529.79

 

 

 

 

 

 

પરિણામો

સાંઘી ઈન્ડઃ કંપનીએ માર્ચ ક્વાર્ટરમાં રૂ. 26.4 કરોડનો નફો નોંધાવ્યો છે. જે ગયા વર્ષે રૂ. 15.8 કરોડ હતો. કંપનીની આવક ગયા વર્ષે માર્ચ ક્વાર્ટરમાં રૂ. 221 કરોડ સામે ચાલુ વર્ષે રૂ. 328 કરોડ થઈ હતી.

હેરિસન્સઃ કંપનીએ માર્ચ ક્વાર્ટરમાં રૂ. 17.3 કરોડનો નફો નોંધાવ્યો છે. જે ગયા વર્ષે રૂ. 3.2 કરોડ હતો. કંપનીની આવક ગયા વર્ષે માર્ચ ક્વાર્ટરમાં રૂ. 91 કરોડ સામે ચાલુ વર્ષે રૂ. 148 કરોડ થઈ હતી.

જીઈ ટીએન્ડડીઃ કંપનીએ માર્ચ ક્વાર્ટરમાં રૂ. 16.1 કરોડનો નફો નોંધાવ્યો છે. જે ગયા વર્ષે રૂ. 187 કરોડ હતો. કંપનીની આવક ગયા વર્ષે માર્ચ ક્વાર્ટરમાં રૂ. 664 કરોડ સામે ચાલુ વર્ષે રૂ. 904 કરોડ થઈ હતી.

મયૂર ઉનીગઃ કંપનીએ માર્ચ ક્વાર્ટરમાં રૂ. 34.7 કરોડનો નફો નોંધાવ્યો છે. જે ગયા વર્ષે રૂ. 24.8 કરોડ હતો. કંપનીની આવક ગયા વર્ષે માર્ચ ક્વાર્ટરમાં રૂ. 131 કરોડ સામે ચાલુ વર્ષે રૂ. 178 કરોડ થઈ હતી.

ટાઈડ વોટરઃ કંપનીએ માર્ચ ક્વાર્ટરમાં રૂ. 36.7 કરોડનો નફો નોંધાવ્યો છે. જે ગયા વર્ષે રૂ. 23.2 કરોડ હતો. કંપનીની આવક ગયા વર્ષે માર્ચ ક્વાર્ટરમાં રૂ. 305 કરોડ સામે ચાલુ વર્ષે રૂ. 364 કરોડ થઈ હતી. કંપનીએ શેરોના 2:5 વિભાજનની તથા 1:1 બોનસની જાહેરાત પણ કરી છે.

સુવેન ફાર્માઃ સીએસઆઈઆર-આઈઆસીટી અને સૂવેન ફાર્માસ્યુટિકલ્સ લિ.એ એન્ટી-કોવિડ ડ્રગ્સ મોલ્નુપિરાવીર અને 2-ડીજીના પ્રોસેસ ટેક્નોલોજી ટ્રાન્સફર અને મેન્યૂફેક્ચરિંગ માટે હાથ મિલાવ્યાં છે.

કોસ્મો ફિલ્મ્સઃ કંપનીએ નવી પ્રોડક્ટ ફેબ્રિટાઈઝર લોંચ કરી છે.

જીઓસીએલ કોર્પઃ કંપનીએ કોલ ઈન્ડિયા તરફથી રૂ. 287 કરોડના મૂલ્યનો ઓર્ડર મેળવ્યો છે.

પૂર્વંકારાઃ કંપનીએ તેની સંપૂર્ણ માલિકીની પેટાકંપની વાગીશ્વરી લેન્ડ ડેવલપર્સના વેચાણની કામગીરી પૂર્ણ કરી છે. જેમાંથી તેણે રૂ. 150 કરોડની રકમ મેળવી છે.

બીએફ યુટિલિટીઝઃ એસઆઈ ઈન્વેસ્ટમેન્ટ્સે રૂ. 414.43 પ્રતિ શેરના ભાવે કંપનીના 2.1 લાખ શેર્સની ખરીદી કરી છે.

બેંક ઓફ બરોડાઃ પીએસયૂ બેંકે એક વર્ષ માટેના બેન્ચમાર્ક લેન્ડિંગ રેટ(એમસીએલઆર)માં 0.05 બેસીસ પોઈન્ટ્સનો ઘટોડ કર્યો છે.

યસ બેંકઃ બેંકના બોર્ડે ડેટ સિક્યૂરિટીઝ ઈસ્યુ કરી ભારતીય તથા વિદેશી કરન્સી બોન્ડ્સ મારફતે રૂ. 10 હજાર કરોડ ઊભા કરવા માટે શેરધારકોની મંજૂરી મેળવવાના પ્રસ્તાવને મંજૂરી આપી છે.

પાવરગ્રીડ કોર્પોરેશનઃ કંપનીનું બોર્ડ શેરધારકોને બોનસ શેર્સ ઈસ્યુ કરવાના પ્રસ્તાવ પર વિચારણા કરવા માટે 17 જૂનના રોજ મંત્રણા યોજશે.

એનએચપીસીઃ વીજ ઉત્પાદક કંપની કોર્પોરેટ બોન્ડ્સ અથવા ટર્મ લોન્સ તેમજ ઈસીબી મારફતે રૂ. 4300 કરોડનું ઋણ ઊભું કરશે.

નેશનલ ફર્ટિલાઈઝર્સઃ કંપનીએ માર્ચ ક્વાર્ટરમાં રૂ. 9.52 કરોડની ખોટ દર્શાવી છે. ગયા વર્ષે સમાનગાળામાં તે રૂ. 249 કરોડ પર હતી. કંપનીની આવક ગયા વર્ષે રૂ. 3014 કરોડ પરથી ઘટી ચાલુ વર્ષે રૂ. 2962 કરોડ રહી હતી.

બેંક ઓફ ઈન્ડિયાઃ બેંકે રૂ. 143.74 કરોડના આઉટસ્ટેડિંગ બેસેન્સ ધરાવતાં ત્રણ એકાઉન્ટ્સને ફ્રોડ જાહેર કર્યાં છે તથા બેંકિંગ રેગ્યુલેટર આરબીઆઈને તેની જાણ કરી છે.

ગાયત્રી પ્રોજેક્ટ્સઃ નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ કંપનીને નોન-પર્ફોર્મર જાહેર કરી છે તેમજ વર્તમાન તથા ભવિષ્યના એનએચએઆઈના બિડ્સમાં ભાગ લેવા પર પ્રતિબંધ મૂક્યો છે.

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage