બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ ઓપનીંગ
યુએસ અને એશિયામાં સ્થિરતા
ગુરુવારે યુએસ બજાર સાધારણ પોઝીટીવ બંધ દર્શાવતું હતું. જ્યારે એશિયન બજારો મિશ્ર ટ્રેન્ડ દર્શાવી રહ્યાં છે. જેમાં જાપાન અને ચીન નરમાઈ સાથે ટ્રેડ થઈ રહ્યાં છે. જ્યારે તાઈવાન અને કોરિયા જેવા માર્કેટ્સ પોઝીટીવ જોવા મળી રહ્યાં છે. આજે યુએસ ખાતે ઈન્ફલેશન ડેટા રજૂ થશે જે વૈશ્વિક બજારો પર નોંધપાત્ર અસર કરી શકે છે.
SGX નિફ્ટીનો પોઝીટીવ ઓપનીંગનો સંકેત
સિંગાપુર નિફ્ટી 21 પોઈન્ટ્સ સુધારા સાથે 15797 પર ટ્રેડ થઈ રહ્યો છે. જે સૂચવે છે કે સ્થાનિક બજાર પણ પોઝીટીવ ઓપનીંગ દર્શાવશે. ભારતીય બજારને 15850નો અવરોધ છે. જે પાર થતાં તે 16000 અને 16300 સુધીના સ્તરો દર્શાવે તેવી શક્યતા છે. બજારને બેંકિંગ જેવા મહત્વના ક્ષેત્ર તરફથી સપોર્ટ મળી રહ્યો નથી. તેને 16000 પાર કરાવવા માટે બેંકિંગનો સપોર્ટ મહત્વનો છે. ફાર્મા, આઈટી અને એફએમસીજીનો મર્યાદિત સપોર્ટ મળી રહ્યો છે.
ક્રૂડમાં સ્થિરતા અને ગોલ્ડમાં મજબૂતી
વૈશ્વિક બજારમાં ક્રૂડના ભાવમાં કોઈ મોટી વધ-ઘટ જોવા મળતી નથી. બ્રેન્ટ ક્રૂડ 72 ડોલર પર ટ્રેડ થઈ રહ્યું છે. આમ તે ટોચ નજીક જ છે. ગોલ્ડે જોકે 1900 ડોલરની સપાટી પાર કરી છે. જો તે આ સ્તરે ટકશે તો ચોક્કસ વધુ ઊંચા સ્તરો દર્શાવશે.
મહત્વની હેડલાઈન્સ
- જીઓસીએલ કોર્પોરેશને કોલ ઈન્ડિયા તરફથી રૂ. 287 કરોડનો ઓર્ડર મેળવ્યો.
- ઈક્લેર્ક્સ સર્વિસિસે માર્ચ ક્વાર્ટરમાં રૂ. 98.3 કરોડનો નફો નોંધાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 55.4 કરોડ હતો.
- એલજી બાલાક્રિષ્ણને માર્ચ ક્વાર્ટરમાં રૂ. 58 કરોડનો નફો દર્શાવ્યો છે. જ ગયા વર્ષે રૂ. 13 કરોડ પર હતો.
- યસ બેંક રૂ. 1000 કરોડ સુધીની રકમ ઊભી કરવા માટે શેરધારકોની મંજૂરી માગશે.
- નવનીત એજ્યૂકેશનઃ કંપનીએ રૂ. 100 પ્રતિ શેરના ભાવથી રૂ. 50 કરોડ સુધીના શેર્સ બાયબેકની મંજૂરી આપી છે.
- એનએચપીસીએ રૂ. 42.8 કરોડનો નફો દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 15.8 કરોડ પર હતો.
- સેઈલઃ કંપનીએ માર્ચ ક્વાર્ટરમાં રૂ. 344.4 કરોડનો નફો દર્શાવ્યો છે. જે ગયા વર્ષે રૂ. 272.5 કરોડ હતો.
આજના અર્નિંગ્સ
આજે બીઈએમએલ, ભારત ગિઅર્સ, ભેલ, સીજી પાવર, કોચીન શીપયાર્ડ, ડીએફએમ ફૂડ્સ, ડીએલએફ, ગોઆ કાર્બન, લ્યૂમેક્સ ઈન્ડસ્ટ્રીઝ, મેક્સ વેન્ચર્સ, રિસ્પોન્સિવ ઈન્ડસ્ટ્રીઝ અને સન ટીવી પરિણામો રજૂ કરશે.
એફએન્ડઓ બેન ધરાવતાં શેર્સ
ભેલ, કેનેરા બેંક, આઈબી હાઉસિંગ, નાલ્કો અને સન ટીવીમાં હાલમાં નવી એફએન્ડઓ પોઝીશન લઈ શકાતી નથી.