માર્કેટ ઓપનીંગ
યુએસ માર્કેટમાં રજા વચ્ચે એશિયામાં મિશ્ર માહોલ
જૂન મહિનાના પ્રથમ દિવસે એશિયન બજારોમાં મિશ્ર વલણ જોવા મળી રહ્યું છે. જાપાન અને ચીનના બજારો નરમાઈ સૂચવી રહ્યાં છે. જ્યારે કોરિયા, તાઈવાન, સિંગાપુર જેવા બજારોમાં સાધારણ પોઝીટીવ ટ્રેન્ડ જોવા મળે છે. સોમવારે યુરોપ બજારોમાં નરમાઈ જોવા મળી હતી. ડાઉ જોન્સ અને નાસ્ડેક ખાતે રજા હતી.
SGXનો પોઝીટીવ ઓપનીંગનો સંકેત
સિંગાપુર નિફ્ટી સાધારણ ગેપ-અપ ઓપનીંગની શક્યતા દર્શાવે છે. તે 33 પોઈન્ટ્સના સુધારે 15613ની સપાટી પર ટ્રેડ થઈ રહ્યો છે. આમ સ્થાનિક માર્કેટ પણ આજે નવી ટોચ પર ઓપન થઈ શકે છે. જોકે ટૂંકાગાળામાં તે ઓવરબોટ હોવાના કારણે ઈન્ટ્રા-ડે બે બાજુની વધ-ઘટ સંભવ છે.
ક્રૂડમાં મજબૂતી
વૈશ્વિક ક્રૂડના ભાવમાં મજબૂતી અકબંધ છે. બ્રેન્ટ ક્રૂડ વાયદો 70 ડોલર પર ટ્રેડ દર્શાવી રહ્યો છે. તે તેની 52-સપ્તાહની 71.4 ડોલરની ટોચથી એક ડોલર છેટે છે. આમ ક્રૂડમાં નવી ટોચ જોવા મળે તેવી પૂરી શક્યતા છે. જોકે છેલ્લા બે મહિના દરમિયાન 70 ડોલર પાર કરવામાં તેને પડેલી મુશ્કેલી જોતાં મોટા ઉછાળાની શક્યતા નથી. વૈશ્વિક અર્થતંત્રમાં રિકવરી છતાં ક્રૂડ તીવ્ર સુધારો દર્શાવી શક્યું નથી. જે સૂચવે છે કે ક્રૂડ લાંબો સમય સુધી રેંજમાં અથડાઈ શકે છે.
મહત્વની હેડલાઈન્સ
· કોવિડની બીજી લહેરથી આર્થિક વૃદ્ધિ દર પર મોટી અસરની નહિવત શક્યતા હોવાનું આર્થિક સલાહકાર સમિતિનું મંતવ્ય.
· કોવિડ દરમિયાન અર્થતંત્રને સહાય પૂરી પાડવાના કારણે વિક્રમી નાણાકિય ખાધ નોંધાઈ.
· એપ્રિલમાં મહત્વના ઔદ્યોગિક ક્ષેત્રોએ વાર્ષિક ધોરણે 56.1 ટકાની વૃદ્ધિ દર્શાવી.
· સુપ્રીમે વડાપ્રધાનને ઈન્ક્લૂઝિવ ઈન્ડિયા વેક્સિન પોલિસી બનાવવા માટે જણાવ્યું.
· ફિચના મતે બીજી કોવિડ લહેરની આર્થિક અસરો મેનેજ થઈ શકે તેમ છે.
· સોમવારે વિદેશી સંસ્થાઓએ ભારતીય બજારમાંથી રૂ. 2410 કરોડની છેલ્લા ઘણા સમયની મોટી ખરીદી દર્શાવી.
· સ્થાનિક સંસ્થાઓએ પણ બજારમાંથી સોમવારે રૂ. 1590 કરોડની ખરીદી દર્શાવી.
· હનીવેલ ઓટોમોટીવે માર્ચ ક્વાર્ટરમાં નફામાં 6 ટકા ઘટાડો નોંધાવ્યો. કંપનીનો નફો રૂ. 104 કરોડ રહ્યો.
· ઈન્ગરસોલ રેન્ડે માર્ચ ક્વાર્ટરમાં રૂ. 26 કરોડનો નફો દર્શાવ્યો. વર્ષ અગાઉ સમાનગાળામાં તેણે રૂ. 19.22 કરોડનો નફો નોંધાવ્યો હતો.
· જમ્મુ એન્ડ કાશ્મીર બેંક 4 જૂને રૂ. 500 કરોડ એકત્ર કરવા માટે બેઠક કરશે.
· નાહર સ્પીનીંગે ચોથા ક્વાર્ટરમાં રૂ. 63.4 કરોડનો નફો નોંધાવ્યો. ગયા વર્ષે તેણે સમાનગાળામાં રૂ. 13.39 કરોડની ખોટ નોંધાવી હતી.