માર્કેટ ઓપનીંગ
યુએસ બજારમાં સાધારણ નરમાઈ, એશિયામાં બાઉન્સ
સોમવારે યુએસ માર્કેટમાં સાધારણ નેગેટિવ ટ્રેન્ડ જોવા મળ્યો હતો. ડાઉ જોન્સ ઈન્ડસ્ટ્રીઅલ એવરેજ 54 પોઈન્ટ્સની નરમાઈ સાથે 34228ના સ્તરે બંધ રહ્યો હતો. જોકે એશિયન બજારોમાં અંતિમ એક સપ્તાહના અવિરત ઘટાડા બાદ બાઉન્સ જોવા મળ્યું હતું. જેમાં તાઈવાનનું બજાર 4.4 ટકા સાથે સૌથી તીવ્ર ઘટાડો દર્શાવી રહ્યું છે. સ્થાનિક સ્તરે કોવિડના વધતાં કેસિસ પાછળ તેણે ટૂંકાગાળામાં 10 ટકાનો ઘટાડો નોંધાવ્યો હતો. જાપાનનું માર્કેટ પણ તીવ્ર ઘટાડા બાદ 2 ટકા બાઉન્સ દર્શાવી રહ્યું છે. જ્યારે હોંગ કોંગમાં 1 ટકાનો સુધારો જોવા મળી રહ્યો છે. કોરિયન માર્કેટ 1.1 ટકા સુધારા સાથે ટ્રેડ થઈ રહ્યું છે. જોકે ચીનનું બજાર નરમાઈ દર્શાવી રહ્યું છે.
SGX નિફ્ટીમાં એક ટકાથી વધુ ઉછાળો
સિંગાપુર નિફ્ટી ઊંચા ગેપ-અપ ઓપનીંગની શક્યતા દર્શાવી રહ્યો છે. હાલમાં તે 176 પોઈન્ટ્સના સુધારા સાથે 15122ની સપાટી પર ટ્રેડ થઈ રહ્યો છે. આમ સ્થાનિક બજાર મંગળવારે 15000ના સ્તરને પાર કરે તેવી શક્યતા જણાય રહી છે. માર્કેટને બેંકિંગ ઉપરાંત ઓટોમોબાઈલ તથા રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ જેવા હેવીવેઈટનો સપોર્ટ મળી રહે તેવી પૂરી શક્યતા છે. આમ સ્થાનિક બજારમાં તેજીવાળાઓ 14900ના એસએલથી તેજી કરી શકે છે.
ગોલ્ડ-સિલ્વરમાં ઉછાળો
વૈશ્વિક બજારમાં ગોલ્ડ-સિલ્વરમાં ફરી તેજીનો પવન વાય રહ્યો છે. કોમેક્સ સિલ્વર વાયદો આજે સવારે 1.32 ટકા મજબૂતી સાથે 28.64 ડોલર પર ટ્રેડ દર્શાવી રહ્યો છે. સ્થાનિક કોમેક્સ એમસીએક્સ ખાતે સોમવારે રાતે ચાંદી રૂ. 2200થી વધુ ઉછળી રૂ. 73000ના સ્તરને પાર કરી ગઈ હતી. જે 1 ફેબ્રુઆરી પછીની ઊંચી સપાટી હતી. વૈશ્વિક ગોલ્ડ પણ 3 ડોલરના સુધારે 1870 ડોલર પર ટ્રેડ કરી રહ્યું છે. સ્થાનિક કોમેક્સ ખાતે તે રૂ. 48400ના અવરોધને પાર કરી ગયું છે અને તેથી તેનો હવેનો ટાર્ગેટ રૂ. 49000 છે.
મહત્વની હેડલાઈન્સ
· ભારતી એરટેલનો ચોખ્ખો નફો નવા નિયમો તથા ઊંચા ખર્ચને કારણે અંદાજો ચૂકી ગયો હતો. કંપનીએ રૂ. 759 કરોડનો નફો દર્શાવ્યો હતો. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 5240 કરોડની ખોટ હતો.
· ભારતીય સ્ટીલ પાઈપ ઉત્પાદકો, ટ્યુબ નિકાસકારોએ યુએસ ડ્યુટી રેટને પડકાર્યાં.
· વૈશ્વિક ફંડ્સે સોમવારે સ્થાનિક બજારમાં રૂ. 2262 કરોડની તીવ્ર વેચવાલી નોંધાવી.
· સ્થાનિક ફંડ્સે જોકે સોમવારે રૂ. 1950 કરોડની ખરીદી દર્શાવી હતી.
· ટાટા મોટર્સનો જમશેદપુર ખાતેનો પ્લાન્ટ પાંચ દિવસ મેઈન્ટેનન્સ હેતુથી બંધ રહેશે.
· ગ્લેન્ડ ફાર્માએ રૂ. 260 કરોડનો નફો નોંધાવ્યો છે. તેણે રૂ. 228ના અંદાજથી સારો દેખાવ દર્શાવ્યો છે. કંપનીએ રૂ. 888 કરોડની આવક દર્શાવી હતી.
· મેંગલોર રિફાઈનરીઝે ચોથા ક્વાર્ટરમાં રૂ. 328 કરોડનો નફો નોંધાવ્યો છે. તેણે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 1600 કરોડની ખોટ નોંધાવી હતી.
Market Opening 18 May 2021
May 18, 2021