મીડ-ડે માર્કેટ
નિફ્ટીમાં નરમાઈ વચ્ચે બીજી હરોળના શેર્સમાં તોફાન
વૈશ્વિક બજારો પાછળ સતત બીજા દિવસે ભારતીય બજારમાં ગેપ-ડાઉન ઓપનીંગ જોવા મળ્યું હતું અને બેન્ચમાર્ક મધ્યાહન સુધી નેગેટિવ ઝોનમાં જ ટ્રેડ થતો રહ્યો છે. જોકે બીજી અને ત્રીજી હરોળના શેર્સમાં ભારે લેવાલી જોવા મળી રહી છે. અનેક જાતોમાં 10 ટકા કે તેથી વધુનો સુધારો નોંધાયો છે. આમ બ્રોડ માર્કેટ અને બેન્ચમાર્ક્સ વિરુધ્ધ દિશામાં જોવા મળી રહ્યાં છે. નિફ્ટીને 14700નો સપોર્ટ છે અને તે ટકે ત્યાં સુધી લોંગ પોઝીશન હોલ્ડ કરવી જોઈએ.
મીડ અને સ્મોલ-કેપ બેંકિંગમાં લાવ-લાવ
એકબાજુ બેંક નિફ્ટી 0.8 ટકા ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યો છે. જ્યારે બીજી બાજુ મીડ-કેપ બેંકિંગમાં ભઆરે લેવાલી જોવા મળી રહી છે. જેમાં પ્રાઈવટ અને પીએસયૂ બેંક્સનો સમાવેશ થાય છે. પીએનબી 8 ટકાની મજબૂતી દર્શાવી રહ્યો છે. જ્યારે સ્મોલ-કેપ બેંક્સમાં સેન્ટ્રલ બેંક 10 ટકા, યુનિયન બેંક 6 ટકા, બેંક ઓફ બરોડા 6 ટકા, જેકે બેંક 4 ટકા, ઈન્ડિયન બેંક 3 ટકાનો સુધારો દર્શાવે છે. પીએસયૂ બેંક નિફ્ટી 4 ટકાથી વધુનો સુધારો દર્શાવી રહ્યો છે. ખાનગી બેંકિંગ ક્ષેત્રે કર્ણાટક બેંક, ફેડરલ બેંક વગેરેમાં ખરીદી જોવા મળી રહી છે.
નિફ્ટી મિડિયામાં 2 ટકાનો ઉછાળો
નિફ્ટી મિડિયા 2 ટકાથી વધુ મજબૂતી દર્શાવી રહ્યો છે. જેમાં ઝી એન્ટરટેઈનમેન્ટ 4 ટકા, મ્યુઝિક બ્રોડકાસ્ટ 3 ટકા, સન ટીવી નેટવર્ક 3 ટકા, ડિશ ટીવી 2 ટકા, પીવીઆર 2 ટકા, આઈનોક્સ લેઝર એક ટકાનો સુધારો દર્શાવી રહ્યાં છે.
પીએસઈ શેર્સમાં જળવાયેલી લેવાલી, બેન્ચમાર્ક નવી ટોચ પર
પબ્લિક સેક્ટર યુનિટ્સમાં ખરીદી જળવાઈ છે. નિફ્ટી પીએસઈ 0.8 ટકા મજબૂતી સાથે સર્વોચ્ચ ટોચ પર ટ્રેડ થઈ રહ્યો છે. જેમાં એનએમડીસી 4 ટકા, એનટીપીસી 2.5 ટકા, પાવર ગ્રીડ કોર્પોરેશન 2 ટકા, ભારત ઈલે. 2 ટકા, ગેઈલ 1.35 ટકા, આઈઓસી 1 ટકાનો સુધારો દર્શાવી રહ્યાં છે.
મેટલમાં કોન્સોલિડેશન
સતત બે મહિનાના સુધારા બાદ મેટલ શેર્સ કોન્સોલિડેટ થઈ રહ્યાં છે. નિફ્ટી મેટલ ફ્લેટ ટ્રેડ સાથે સાધારણ નેગેટિવ ઝોનમાં ટ્રેડિંગ દર્શાવી રહ્યો છે. ખાસ કરીને હિંદુસ્તાન કોપર 3 ટકા, રત્નમણિ મેટલ 2 ટકા, સેઈલ એક ટકો અને જેએસડબલ્યુ સ્ટીલ 1.18 ટકાનો ઘટાડો દર્શાવી રહ્યાં છે. જોકે હિંદુસ્તાન ઝીંક નવી ટોચ પર ટ્રેડ થઈ રહ્યો છે. તે 5 ટકા સુધારો દર્શાવી રહ્યો છે.
Mid Day Market 12 May 2021
May 12, 2021