મીડ-ડે માર્કેટ
સાંકડી રેંજમાં અથડાયેલું બજાર
બુધવારે લગભગ એક ટકાના સુધારા બાદ ભારતીય શેરબજાર આજે સાંકડી રેંજમાં અથડાયેલું જોવા મળી રહ્યું છે. નિફ્ટી અગાઉના 14618ના બંધ સામે પોઝીટીવ ઓપનીંગ દર્શાવી 14697ની ટોચ બનાવી સાધારણ નેગેટિવ બની 14612નું તળિયું બનાવી 14655 પર 37 પોઈન્ટસ સુધારા સાથે ટ્રેડ થઈ રહ્યો છે. માર્કેટને મેટલ અને ઓટોનો સપોર્ટ મળી રહ્યો છે. જ્યારે બેંકિંગ અને ફાર્મા નેગેટિવ બન્યાં છે.
મેટલ ઈન્ડેક્સે નવી ટોચ દર્શાવી
મંગળવારે 5000ની સપાટી પાર કરી ગયેલો નિફ્ટી મેટલ ઈન્ડેક્સ વધુ 2 ટકા ઉછળી 5118ની સર્વોચ્ચ સપાટી પર ટ્રેડ થઈ હાલમાં 5047ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે. ટાટા સ્ટીલે રજૂ કરેલા અપેક્ષાથી સારા પરિણામો પાછળ સ્ટીલ શેર્સ નવી ટોચ દર્શાવી રહ્યાં છે. કોપર અને એલ્યુમિનિયમ શેર્સ પણ મજબૂત છે. હિંદુસ્તાન કોપર 4 ટકાના સુધારે મેટલ ઈન્ડેક્સમાં સૌથી સારો સુધારો દર્શાવે છે. જ્યારે ટાટા સ્ટીલ હાલમાં રૂ. 1129ની ટોચ બનાવી 3 ટકા સુધારા સાથે રૂ. 1100 પર ટ્રેડ થઈ રહ્યાં છે. વેલસ્પન કોર્પ 2.2 ટકા, હિંદુસ્તાન ઝીંક 2 ટકા, જિંદાલ સ્ટીલ 1.4 ટકા, હિંદાલ્કો 1.4 ટકા, નાલ્કો 1.4 ટકા સુધારા સાથે ટ્રેડ થઈ રહ્યાં છે.
ઓટો શેર્સમાં પણ મજબૂતી
નિફ્ટી ઓટો ઈન્ડેક્સ પણ 1.3 ટકા સુધારા સાથે ટ્રેડ થઈ રહ્યો છે. ખાસ કરીને ટુ-વ્હીલર ઉત્પાદક કંપનીઓના શેર્સમાં સારી ખરીદી જોવા મળી રહી છે. જેમાં હીરોમોટોકોપ્ર 4 ટકા, ટીવીએસ મોટર 3 ટકા, બજાજ ઓટો 2.7 ટકા અને આઈશર મોટર 2 ટકા સુધારા સાથે ટ્રેડ થઈ રહી છે. મારુતિ સુઝુકી 1 ટકો જ્યારે ટાટા મોટર્સ 1.34 ટકા સુધારો દર્શાવી રહ્યાં છે.
બેંકિંગમાં નરમાઈ
બેંકિંગ શેર્સ ઘટાડો દર્શાવી રહ્યાં છે. બેંક નિફ્ટી 0.3 ટકા નરમાઈ સાથે 32692 પર ટ્રેડ થઈ રહી છે. માત્ર એયૂ સ્મોલ ફાઈનાન્સ બેંક અને આઈસીઆઈસીઆઈ બેંક સાધારણ પોઝીટીવ ટ્રેડ થઈ રહ્યાં છે. એ સિવાય બેંક નિફ્ટીના ઘટકરૂપ તમામ કાઉન્ટર્સ નેગેટિવ ટ્રેડ દર્શાવી રહ્યાં છે.
ઈન્ડિયા વીક્સમાં સાધારણ નરમાઈ
બજારમાં ફ્લેટ ટ્રેડ વચ્ચે વોલેટિલિટી ઈન્ડેક્સ સાધારણ ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યો છે. હાલમાં તે 0.6 ટકા નરમાઈ સાથે 21.83 પર ટ્રેડ દર્શાવે છે.
સોનુ-ચાંદી-ક્રૂડ મજબૂત
સ્થાનિક કોમેક્સ ખાતે કિંમતી ધાતુઓમાં સુધારો જોવા મળી રહ્યો છે. એમસીએક્સ જુલાઈ સિલ્વર વાયદો રૂ. 532ના સુધારે રૂ. 70151 પર ટ્રેડ થઈ રહ્યો છે. જ્યારે સોનુ રૂ. 182ના સુધારે રૂ. 47182 પર ટ્રેડ દર્શાવે છે. ક્રૂડના ભાવ 0.9 ટકા સુધારા સાથે રૂ. 4868 પર ટ્રેડ થઈ રહ્યાં છે. જ્યારે એલ્યુમિનિયમ ફરી રૂ. 200 નજીક સરકી રહ્યું છે. જ્યારે કોપર પણ રૂ. 766 પર પોઝીટીવ ટ્રેડ દર્શાવી રહ્યું છે.
Mid Day Market 6 May 2021
May 06, 2021