મીડ-ડે માર્કેટ
એપ્રિલ સિરિઝની શુભ શરૂઆત, નિફ્ટી 1.5 ટકા ઉપર
વૈશ્વિક બજારોના સપોર્ટ પાછળ સ્થાનિક શેરબજારમાં પણ તેજી જોવા મળી છે. ખાસ કરીને એપ્રિલ સિરિઝની શરૂઆત સારી રહી છે. બેન્ચમાર્ક નિફ્ટી 1.5 ટકા મજબૂતી સાથે 14555ની ટોચ બનાવી 14525 પર ટ્રેડ થઈ રહ્યો છે. સેન્સેક્સ પણ 600 પોઈન્ટ્સથી વધુની મજબૂતી દર્શાવી રહ્યો છે. નિફ્ટી માટે 14600નો અવરોધ છે. જે પાર થવો મહત્વનો છે. 14650ના સ્ટોપલોસે શોર્ટ પોઝીશન જાળવી રાખવી જોઈએ.
ઈન્ડિયા વીક્સ 6 ટકા તૂટ્યો
માર્કેટમાં તેજી પરત ફરતાં સપ્તાહમાં પ્રથમવાર ઈન્ડિયા વીક્સમાં ઘટાડો જોવા મળ્યો છે. વોલેટિલિટી ઈન્ડેક્સ 6.17 ટકાના ઘટાડે 21.30 પર જોવા મળી રહ્યો છે.
મેટલ ઈન્ડેક્સમાં 3.5 ટકાનો ઉછાળો
મેટલ ઈન્ડેક્સમાં ઊંચી વઘઘટ જોવા મળી રહી છે. આજે તેજીના દિવસે તે 3.5 ટકા મજબૂત દર્શાવી રહ્યો છે. ખાસ કરીને સ્ટીલ શેર્સની આગેવાની પાછળ મજબૂતી જોવા મળી રહી છે. ટાટા સ્ટીલ 5.36 ટકા, સેઈલ 4.64 ટકા, એપીએલ એપોલો 3.82 ટકા, જિંદાલ સ્ટીલ 3.64 ટકા, હિંદાલ્કો 3.28 ટકા, વેલસ્પન કોપ્ર 3.22 ટકાનો સુધારો દર્શાવી રહ્યાં છે.
એફએમસીજીમાં 2 ટકાનો ઉછાળો
નિફ્ટી એફએમસીજીએ પણ બજારને મહત્વનો સપોર્ટ પૂરો પાડ્યો છે અને તે દિવસની ટોચ પર જ ટ્રેડ થઈ રહ્યો છે. ઊંચો સુધારો દર્શાવનાર કંપનીઓમાં ગોદરેજ કન્ઝ્યૂમર 3.6 ટકા, એચયૂએલ 3.4 ટકા, જ્યુબિલિઅન્ટ ફૂડ 2.7 ટકા, ટાટા કન્સ્ટ્રક્શન પ્રોડક્ટ 2.4 ટકા, નેસ્લે 1.9 ટકા, બ્રિટાનિયા 1.7 ટકા, ડાબલ ઈન્ડિયા 1.6 ટકાનો સુધારો દર્શાવી રહ્યાં છે.
ઓટોમાં પણ લગભગ 2 ટકાની મજબૂતી
નિફ્ટી ઓટો ઈન્ડેક્સ 1.9 ટકા સુધારા સાથે ટ્રેડ થઈ રહ્યો છે. જેમાં ટાટા મોટર્સ 4.32 ટકા સાથે સૌથી ટોચ પર ટ્રેડ થઈ રહ્યો છે. જ્યારે બાલક્રિષ્ણ ઈન્ડ. 3.88 ટકા, અશોક લેલેન્ડ 3.9 ટકા, ભારત ફોર્જ 3.9 ટકા, બજાજ ઓટો 3.3 ટકા, ટીવીએસ મોટર 2.17 ટકા, એમએન્ડએમ 2 ટકાનો સુધારો દર્શાવી રહ્યાં છે.
મીડ-કેપ ઈન્ડેક્સમાં પણ નોંધપાત્ર બાઉન્સ
નિફ્ટી મીડ-કેપ ઈન્ડેક્સ 1.67 ટકાનો મજબુત બાઉન્સ દર્શાવી રહ્યો છે. ઈન્ડેક્સના મુખ્ય પ્રતિનિધિઓમાં સેઈલ(5 ટકા), ઈન્ડિયન હોટેલ્સ(5 ટકા), એમએન્ડએમ ફાઈ.(4.3 ટકા), ચોલા ઈન્વેસ્ટમેન્ટ(4 ટકા), વોડાફોન આઈડિયા(4 ટકા), બાલક્રિષ્ણા ઈન્ડ.(4 ટકા) વગેરેનો સમાવેશ થાય છે.
ગોલ્ડ નરમ, સિલ્વરમાં સાધારણ સુધારો
એમસીએક્સ ખાતે ગોલ્ડ રૂ. 150ના ઘટાડે રૂ. 44545 પર ટ્રેડ થઈ રહ્યું છે. જ્યારે સિલ્વર વાયદો રૂ. 151ના સુધારે રૂ. 65020 પર ટ્રેડ થઈ રહ્યો છે. ક્રૂડ પણ 2 ટકાથી વધુ મજબૂતી સાથે રૂ. 4345 પર ટ્રેડ થઈ રહ્યું છે. જ્યારે કોપર, ઝીંક, એલ્યુમિનિયમ અને લેડમાં મજબૂતી જોવા મળી રહી છે.
Mid Day Market 26 March 2021
March 26, 2021