માર્કેટ ઓપનીંગ
યુએસ ખાતે સારા ડેટા પાછળ એશિયામાં મજબૂતી
યુએસ ખાતે અપેક્ષા કરતાં સારો જીડીપી ડેટા રજૂ થતાં બજારોમાં સુધારો જોવા મળ્યો હતો. જેની પાછળ એશિયન બજારોમાં સાર્વત્રિક મજબૂતી જોવા મળી રહી છે. ડાઉ જોન્સ ઈન્ડસ્ટ્રીઅલ એવરેજ 199 પોઈન્ટ્સ સુધરી 32619 પર બંધ રહ્યો હતો. જ્યારે નાસ્ડેક 16 પોઈન્ટ્સના સુધારે બંધ આવ્યો હતો. જોકે મહત્વનું એ છે કે નાસ્ડેકમાં તાજેતરના તળિયાથી ખૂબ સારો સુધારો જોવા મળ્યો હતો. એશિયન બજારમાં જાપાનનો નિક્કાઈ 1.5 ટકા, સિંગાપુર 0.34 ટકા, હેંગ સેંગ 0.95 ટકા, તાઈવાન 1.36 ટકા, કોરિયા 0.75 ટકા અને ચીન 1.10 ટકાનો સુધારો દર્શાવી રહ્યાં છે.
SGX નિફ્ટીનો ગેપ-અપ ઓપનીંગનો સંકેત
સિંગાપુર નિફ્ટી ગેપ-અપ ઓપનીંગનો સંકેત આપી રહ્યો છે. તે 152 પોઈન્ટ્સની મજબૂતી સાથે 14583 પર ટ્રેડ થઈ રહ્યો છે. જો સ્થાનિક બજાર પણ ગેપ-અપ ઓપનીંગ બાદ મજબૂતી જાળવી રાખશે તો આગામી સપ્તાહે બજારમાં સુધારાની શક્યતા રાખી શકાય. ગુરુવારે નિફ્ટીએ 14350નો સપોર્ટ તોડ્યો હતો. આમ ટેકનિકલી તે નબળો બન્યો છે. બજારને 14600નો અવરોધ છે. જે પાર કરે તો 14900નો અવરોધ છે. આમ તેજીના નવા દોરમાં પ્રવેશવા તેણે 15000 પર ટકવું પડી શકે છે. ત્યાં સુધી ટેકનિકલ એનાલિસ્ટ્સ 14650ના એસએલ સાથે શોર્ટ પોઝીશન રાખવા માટે સૂચન કરે છે.
ક્રૂડમાં ગુરુવારે વેચવાલી જોવા મળી
વૈશ્વિક ક્રૂડમાં એકાંતરે દિવસે ઊંચી વધ-ઘટ જોવા મળી રહી છે. મંગળવારે તીવ્ર ઘટાડો દર્શાવ્યાં બાદ બુધવારે યુએસ ઈન્વેન્ટરી ડેટા પાછળ બાઉન્સ થયેલું ક્રૂડ ગુરુવારે ફરી 4 ટકા જેટલું ગગડ્યું હતું. આજે સવારે બ્રેન્ટ ક્રૂડ વાયદો 0.84 ટકાના સુધારે 62.47 ડોલર પર ટ્રેડ થઈ રહ્યો છે. મંગળવારે તે 60 ડોલર સુધઈ ગગડ્યો હતો. જોકે બુધવારે તે ફરી 64 ડોલર પાર કરી ગયો હતો. ગુરુવારે તે 62 ડોલર નીચે ઉતરી ગયો હતો. આમ તે 60-64 ડોલરની રેંજમાં અથડાઈ રહ્યો છે. 60 ડોલરનું સ્તર તૂટતાં તે 56 ડોલર સુધીનો ઘટાડો દર્શાવી શકે છે.
મહત્વની હેડલાઈન્સ
· એજીએલે રૂ. 180 પ્રતિ શેરના ભાવે 47,00,000 ફૂલ્લી કન્વર્ટિબલ વોરંટ્સની ફાળવણી માટે સૈધ્ધાંતિક મંજૂરી મેળવી છે.
· વેલસ્પન ઈન્ડિયાનું લોંગ ટર્મ ક્રેડિટ રેટિંગ ઈન્ડ એએ- પરથી સુધારી ઈન્ડ એએ કરવામાં આવ્યું છે.
· લ્યુપિન, કેડિસા, ટોરેન્ટ ફાર્મા અને સન ફાર્મા એબીસીડી ટેક્નોલોજિસમાં ભાગીદાર તરીકે હિસ્સો મેળવવા માટે સહમત થયાં છે.
· અદાણી એન્ટરપ્રાઈઝે કચ્છ કોપર લિમિટેડ નામે પેટાકંપની ખોલી છે.
· સિટી કેબલે મેઘબેલા ઈન્ફિટેલ કેબમાં 76 ટકા પેઈડ-અપ ઈક્વિટી શેર કેપિટલ ખરીદવાની મંજૂરી આપી છે.
· એલઆઈસીએ રેલ વિકાસ નિગમમાં 8.72 ટકા અથવા 18.18 કરોડ ઈક્વિટી શેર્સની ખરીદી કરી છે.
· જેએસડબલ્યુ સ્ટીલ આજે ભૂષણ પાવર એન્ડ સ્ટીલના ડિલને બંધ કરશે.
· ઓઈલ ઈન્ડિયા બીપીસીએલ પાસેથી નૂમલીગઢ રિફાઈનરીમાં 39.84 કરોડ શેર્સ રૂ. 8676 કરોડના ખર્ચે ખરીદશે.
· મહિન્દ્રા લાઈફસ્પેસે કલ્યાણમાં 10.3 એકર જમીન ખરીદી છે.
· વેરોક એન્જિનીયરે રૂ. 389 પ્રતિ શેરના ભાવે 1.79 કરોડ શેર્સની ફાળવણી કરી છે.
· કેએસબી ઈન્ડ.ના પ્રમોટર્સે ઓપન માર્કેટમાંથી એક લાખ શેર્સની ખરીદ કરી છે.
· વાસ્કોન એન્જીનીયરના પ્રમોટર્સે ઓપન માર્કેટમાંથી 0.32 ટકા અથવા 5.8 લાખ શેર્સની ખરીદી કરી છે.
Market Opening 26 March 2021
March 26, 2021