મીડ-ડે માર્કેટ
નિફ્ટીએ બપોરે 15000 તોડ્યું
એશિયન બજારોમાં નરમાઈ છતાં નોંધપાત્ર ગેપ-અપ ઓપનીંગ બાદ વધુ સુધારો દર્શાવ્યાં બાદ નિફ્ટીએ 15000નું સ્તર ગુમાવ્યું હતું. બેન્ચમાર્ક 15111ની ટોચ બનાવી 14952ના સ્તર પર ટ્રેડ થઈ રહ્યો છે. નિફ્ટીને 14860નો મુખ્ય સપોર્ટ છે. જે તૂટતાં તે 14750નો સપોર્ટ મેળવી શકે છે. ટ્રેડર્સે લોંગ ડીલમાં સાવચેતી રાખવી જરૂરી છે.
બેંક નિફ્ટી રેડ ઝોનમાં
ગેપ-અપ ઓપનીંગ બાદ બેંક નિફ્ટી રેડ ઝોનમાં પ્રવેશ્યો છે. તે 0.1 ટકા ઘટાડે ટ્રેડ થઈ રહ્યો છે. પ્રાઈવેટ બેંકિંગ ક્ષેત્રે નરમાઈ ઘટાડાનું મુખ્ય કારણ છે. જેમાં ઈન્ડસઈન્ડ બેંક, ફેડરલ બેંક, કોટક બેંક અને આઈસીઆઈસીઆઈ બેંક મુખ્ય છે.
પીએસયૂ બેંક્સમાં મજબૂતી
પીએસયૂ બેંક નિફ્ટી હજુ પણ 2 ટકા મજબૂતી દર્શાવી રહ્યો છે. એક તબક્કે તે 3.5 ટકા વૃદ્ધિ દર્શાવતો હતો. ગયા સપ્તાહે એકમાત્ર પીએસયૂ બેંક ઈન્ડેક્સ નરમાઈ સાથે ટ્રેડ થયો હતો. બેંક ઓફ ઈન્ડિયાનો શેર 8 ટકા સાથે સૌથી વધુ મજબૂતી દર્શાવે છે. જ્યારબાદ સેન્ટ્રલ બેંક(5 ટકા), જેએન્ડકે બેંક(3 ટકા), એસબીઆઈ(1.3 ટકા)ની મજબૂતી દર્શાવી રહ્યાં છે.
ઓટો, આઈટી અને ફાર્મામાં મજબૂતી
બજારને સપોર્ટ આપી રહેલાં સેક્ટર્સમાં ફાર્મા, આઈટી અને ઓટો મુખ્ય છે. નિફ્ટી ફાર્મા એક ટકા મજબૂતી સાથે ટ્રેડ થઈ રહ્યો છે. જ્યારે નિફ્ટી આઈટી 0.65 ટકા અને નિફ્ટી ઓટો 0.42 ટકા સુધારો દર્શાવી રહ્યાં છે. ફાર્મા ક્ષેત્રે લ્યુપિન 2.2 ટકા સાથે સૌથી સારો સુધારો દર્શાવે છે. એ સિવાય કેડિલા હેલ્થકેર, સિપ્લા અને સન ફાર્માં એક ટકાથી વધુ સુધારો દર્શાવે છે. આઈટીમાં એચસીએલ ટેક 2.6 ટકા, એલએન્ડટી ઈન્ફોટેક 1.6 ટકાનો સુધારો દર્શાવે છે.
ઈન્ડિયા વીક્સમાં 3 ટકા ઘટાડો
માર્કેટમાં મજબૂતી પાછળ વોલેટિલિટી ઈન્ડેક્સમાં 3 ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે. જોકે સવારે ખૂલતા બજારે તે 6 ટકા ડાઉન હતો. બજાર ઘટાડાતરફી બનતાં તેમાં નરમાઈ જોવા મળી છે. અંતિમ 15 દિવસોમાં તે 21.5થી 29.5ની રેંજમાં અથડાયેલો જોવા મળ્યો છે. અત્યારે તે 24.75ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે.
નિફ્ટી આઉટપર્ફોર્મર્સ
નિફ્ટીમાં કેટલાક આઉટપર્ફોર્મર્સમાં ગેઈલ(7 ટકા), યુપીએલ(6 ટકા), ઓએનજીસી(4 ટકા), લાર્સન(4 ટકા), એનટીપીસી(3 ટકા), એચસીએલ ટેક(2.5 ટકા), એચડીએફસી લાઈફ(3 ટકા)નો સમાવેશ થાય છે.
નિફ્ટી અન્ડરપર્ફોર્મર્સ
નિફ્ટીના અન્ડરપર્ફોર્મર્સમાં અલ્ટ્રાટેક સિમેન્ટ મુખ્ય છે. શેર 2 ટકાનો ઘટાડો દર્શાવી રહ્યો છે. બજાજ ફાઈનાન્સ(1.8 ટકા), ઈન્ડસઈન્ડ બેંક(1.3 ટકા), એચડીએફસી(1.2 ટકા), વિપ્રો(1 ટકા)નો સમાવેશ થાય છે.