Market Summary 3 March 2021

માર્કેટ સમરી

નિફ્ટી 15200ને પાર કરવામાં સફળ

બેન્ચમાર્ક નિફ્ટી બુધવારે 327 પોઈન્ટ્સ ઉછળી 15246ના સ્તર પર બંધ રહ્યો હતો. માર્કેટમાં તેજીવાળાઓએ એકહથ્થુ પ્રભુત્વ જાળવ્યું હતું અને દિવસ દરમિયાન બજાર વધતું ચાલ્યું હતું. બજાર માટે હવે 15400નો અવરોધ રહેલો છે. આગામી દિવસોમાં બજાર કોન્સોલિડેશનમાં રહ્યાં બાદ તેને પાર કરી શકે છે. કેમકે વૈશ્વિક બજારોમાં પણ મજબૂતી જોવા મળી રહી છે.

ઈન્ડિયા વીક્સ પખવાડિયાના તળિયે

ઈન્ડિયા વોલેટિલિટી ઈન્ડેક્સ 6.44 ટકા તૂટી 15 દિવસોના તળિયા પર પટકાયો છે. આમ બજારમાં આગામી કેટલાક દિવસોમાં સ્થિરતા પરત ફરી શકે છે. 25 જાન્યુઆરી બાદ બજારમાં બે બાજુની વધ-ઘટનો દોર જોવા મળ્યો હતો. જેમાં બજાર 13600-15400ની રેંજમાં મોટી વધ-ઘટ દર્શાવી ચૂક્યું છે.

લાર્જ-કેપ્સ સાથે મીડ-કેપ્સમાં પણ ભારે લેવાલી જોવાઈ

બેન્ચમાર્ક નિફ્ટમાં એક ટકાથી વધુના સુધારા સાથે મીડ-કેપ ઈન્ડેક્સમાં પણ 1.7 ટકાનો મજબૂત સુધારો નોંધાયો હતો. નિફ્ટી મીડ-કેપ ઈન્ડેક્સ 402 પોઈન્ટ્સ ઉછળી 24513ની સર્વોચ્ચ સપાટી પર પહોંચ્યો હતો. જ્યારે નિફ્ટી સ્મોલ-કેપ ઈન્ડેક્સ પણ 8445ની સર્વોચ્ચ સપાટી દર્શાવી એક ટકા વૃદ્ધિ સાથે બંધ જોવા મળ્યો હતો. બીએસઈ ખાતે 3171 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 1844 કાઉન્ટર્સ પોઝીટીવ બંધ આવ્યાં હતાં. જેમાંથી 358 કાઉન્ટર્સ તો ઉપલી સર્કિટમાં બંધ રહ્યાં હતાં. જ્યારે 350 કાઉન્ટર્સે 52-સપ્તાહની ટોચ દર્શાવી હતી. માત્ર 1151 કાઉન્ટર્સ તેમના અગાઉના બંધની સરખામણીમાં ઘટીને બંધ આવ્યાં હતાં.

ટોરેન્ટ પાવરના શેરમાં બ્રેક-આઉટ જોવાયું

પાવર ક્ષેત્રના શેર્સમાં જોવા મળી રહેલી ખરીદી વચ્ચે ટોરેન્ટ પાવરનો શેરમાં મહત્વનું બ્રેક-આઉટ જોવા મળ્યું છે અને શેર તેની સર્વોચ્ચ ટોચ પર ટ્રેડ થતો જોવા મળ્યો છે. બુધવારે કંપનીનો શેર દિવસ દરમિયાન રૂ. 408.75ની સર્વોચ્ચ સપાટી પર ટ્રેડ થયો હતો અને કામકાજને અંતે 4 ટકા અથવા રૂ. 15.55ના સુધારે રૂ. 404.55ની સપાટી પર બંધ રહ્યો હતો. કંપનીએ રૂ. 19000 કરોડનું માર્કેટ-કેપ નોંધાવ્યું હતું. દેશમાં વીજ ઉત્પાદન અને વિતરણ ક્ષેત્રે સારો દેખાવ કરતી કંપનીમાં ટોરેન્ટ પાવરનો સમાવેશ થાય છે. તાજેતરમાં જ તે કેન્દ્રશાસિત પ્રદેશો દીવ-દમણ અને દાદરા-નગરહવેલી માટેની ડિસકોમમાં બહુમતી હિસ્સા ખરીદીમાં ટોચની બીડર તરીકે ઉભરી હતી.

પીએસયૂ બેંક્સમાં ફરીથી નીકળેલી લેવાલી

છેલ્લા કેટલાક ટ્રેડિંગ સત્રોમાં સાઈડલાઈન રહ્યાં બાદ બુધવારે જાહેર ક્ષેત્રના બેંક શેર્સમાં સારી ખરીદી જોવા મળી હતી. જેમાં પીએનબીનો શેર 6 ટકાથી વધુની વૃદ્ધિ સાથે રૂ. 43ની સપાટી પાર કરી ગયો હતો. જ્યારે કેનેરા બેંકનો શેર 4.4 ટકા જેટલો ઉછળ્યો હતો. બેંક ઓફ બરોડાનો શેર 2.8 ટકાનો સુધારો દર્શાવતો હતો. એસબીઆઈ પણ 2.75 ટકા સાથે રૂ. 400ની સપાટી કૂદાવી ગયો હતો. જ્યારે યુનિયન બેંક અને ઈન્ડિયન બેંકમાં પણ 3 ટકા સુધી સુધારો જોવા મળતો હતો. નિફ્ટી પીએસયૂ બેંક 3.15 ટકાનો ઉછાળો દર્શાવતો હતો.

આઈઆઈએફએલ ફાઈ.નો શેર નવી ટોચ પર

દેશની અગ્રણી નોન-બેંકિંગ ફાઈનાન્સિયલ કંપનીઓમાંની એક આઈઆઈએફએલ નો શેર 4 ટકા ઉછળી રૂ. 298ની નવી ટોચ પર પહોંચ્યો હતો. કંપનીએ 10.03 ટકા કૂપન રેટ ધરાવતાં બોન્ડ્સ એનસીડી ઈસ્યૂની જાહેરાત બાદ કંપનીના શેરમાં તીવ્ર વૃદ્ધિ જોવા મળી છે. અંતિમ પખવાડિયામાં તે 36 ટકાનું રિટર્ન દર્શાવે છે. રૂ. 58ના વાર્ષિક તળિયું ધરાવતો શેર બુધવારે લગભગ રૂ. 300 સુધી પહોંચી ગયો હતો. કંપની 87 મહિનાની મુદત માટે સૌથી વધુ 10.03 ટકા રેટ ઓફર કરે છે. કંપની રૂ. 1000 કરોડ એકત્ર કરવા ધારે છે.

ટાટા જૂથના અનેક શેર્સ નવી ટોચ પર

ટાટા જૂથના શેર્સમાં અવિરત તેજી ચાલુ છે. જૂથના કેટલાક શેર્સે તાજેતરમાં મહત્વના બ્રેકઆઉટ દર્શાવ્યાં છે. જેમાં ટાટા પાવર, ટાટા સ્ટીલ મુખ્ય છે. આ બંને કાઉન્ટર્સે બુધવારે તેમની ઘણા વર્ષોની ટોચ દર્શાવી હતી. જેમાં ટાટા પાવરનો શેર રૂ. 105.50ની ટોચ પર જ્યારે ટાટા સ્ટીલ રૂ. 782ની ટોચ પર ટ્રેડ થયો હતો. અગાઉ 2008-2009માં ટાટા સ્ટીલ આ સપાટી પર જોવા મળતો હતો. ટાટા કેમિકલનો શેર પણ રૂ. 782ની સર્વોચ્ચ સપાટી પર ટ્રેડ થયો હતો. જ્યારે ટાટા કોમ્યુનિકેશન રૂ. 1340ના સ્તર પર ટ્રેડ થયો હતો.

 

 

સ્થાનિક તથા મજબૂત નિકાસ માગ પાછળ મેટલ શેર્સમાં તેજી જ તેજી

નિફ્ટી મેટલ ઈન્ડેક્સ 3.4 ટકા ઉછળી નવી ટોચ પર પહોંચ્યો

મેટલ શેર્સનું બ્રોડ બજારની સરખામણીમાં આઉટપર્ફોર્મન્સ જળવાયું છે. બુધવારે નિફ્ટી મેટલ ઈન્ડેક્સ વધુ 3.4 ટકા ઉછળી નવી ટોચ પર જોવા મળ્યો હતો. જ્યારે મેટલ કંપનીઓના શેર્સ તેમની દાયકાની ટોચ પર ટ્રેડ થયાં હતાં. મહત્વની વાત એ છે કે ફિનીશ્ડ પ્રોડક્ટ્સ બનાવતી કંપનીઓ સહિત રો-મટિરિયલ્સ ઉત્પાદકોના શેર્સ પણ તેજીમાં જોડાયા છે.

નિફ્ટીના સેક્ટરલ સૂચકાંકોમાં મેટલે સૌથી ઊંચો સુધારો દર્શાવ્યો હતો. જેમાં સ્ટીલ, એલ્યુમિનિયમ સહિતની કંપનીઓ જોડાઈ હતી. નિફ્ટી મેટલ 4075ની તેની ટોચ દર્શાવી 4059 પર બંધ રહ્યો હતો. છેલ્લા એક મહિનામાં તેણે 22 ટકાનું ઊંચું રિટર્ન દર્શાવ્યું છે. ખાસ કરીને નિફ્ટીમાં અલ્પજીવી નીવડેલા કરેક્શન વખતે પણ મેટલ ઈન્ડેક્સમાં સુધારો જળવાયેલો જોવા મળ્યો છે. બુધવારની વાત કરીએ તો અગ્રણી સ્ટીલ શેર્સ જેવાકે ટાટા સ્ટીલ, જીંદાલ સ્ટીલ તેમજ જેએસડબલ્યુ સ્ટીલના શેર્સ તેમની નવી ટોચ પર પહોંચ્યાં હતાં. જેમાં ટાટા સ્ટીલનો શેર તેની 2008ના રૂ. 780ના ટોચને લગભગ સ્પર્શ્યો હતો. તેણે 6 ટકાથી વધુના સુધારે રૂ. 782.50નું ટોચ બનાવ્યું હતું અને રૂ. 777 પર બંધ રહ્યો હતો. આ જ રીતે જેએસડબલ્યુ સ્ટીલનો શેર પણ તેણે બે વર્ષ અગાઉ દર્શાવેલી ટોચની નજીક જઈ પહોંચ્યો છે. તે 4 ટકા ઉછળી રૂ. 428 પર બંધ રહ્યો હતો. સ્ટીલ શેર્સ સાથે એલ્યુમિનિયમ અને કોપર સાથે નિસ્બત ધરાવતી કંપનીઓમાં પણ તેજી જોવા મળી હતી. સરકારી એલ્યુમિનિયમ સાહસ નાલ્કોનો શેર 5 ટકા ઉછળી રૂ. 62.10 પર બંધ રહ્યો હતો. કંપનીનો શેર ગયા સપ્તાહે જ રૂ. 57.50ના બાયબેક ભાવને પાર કરી ગયો હતો અને હાલમાં તે 10 ટકા પ્રિમીયમમાં ટ્રેડ થઈ રહ્યો છે. આમ તેની બાયબેક ઓફર વ્યર્થ જાય તેવી પૂરી શક્યતા છે. બિરલા જૂથના એલ્યુમિનિયમ સાહસ હિંદાલ્કોનો શેર પણ 4 ટકાથી વધુ સુધારે રૂ. 359 પર બંધ રહ્યો હતો. જે તેનું સર્વોચ્ચ સ્તર છે. કંપનીનો શેર રૂ. 80 હજારના માર્કેટ-કેપને પાર કરી ગયો હતો. અલ્ટ્રા-ટેક બાદ બિરલા જૂથની તે બીજા ક્રમની માર્કેટ-કેપ ધરાવતી કંપની છે.

 

બુધવારે મેટલ શેર્સનો દેખાવ

કંપની          વૃધ્ધિ(%)

એપીએલ એપોલો       7.41

ટાટા સ્ટીલ              5.66

નાલ્કો                  4.99

હિંદાલ્કો                4.08

જેએસડબલ્યુ સ્ટીલ      3.60

જિંદાલ સ્ટીલ           3.33

વેદાંત                  2.12

એનએમડીસી           2.00

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage