મીડ-ડે માર્કેટ
નિફ્ટી 14600ને પાર કરી ગયો
બેન્ચમાર્ક નિફ્ટીએ સતત બીજા દિવસે પોઝીટીવ ટ્રેન્ડ દર્શાવતાં 14600ના સ્તરને પાર કર્યું હતું. સેન્સેક્સ પણ 49600ના સ્તરને પાર કરી ગયો હતો. આમ બંને બેન્ચમાર્કસ તેમની અગાઉની ટોચ નજીક પહોંચ્યાં છે. બજેટ નજીક આવી રહ્યું છે અને બજારની બજેટ પાસેથી મોટી અપેક્ષાઓ છે.
ઈન્ડિયા વીક્સમાં 3 ટકો ઘટાડો
સતત બીજા દિવસે ઈન્ડિયા વીક્સ 3 ટકા ઘટાડો દર્શાવી રહ્યો છે. બુધવારે તે 22.22ના સ્તર પર ટ્રેડ થઈ રહ્યો છે. મંગળવારે પણ તે 6 ટકા તૂટ્યો હતો. આમ બે દિવસમાં તે ટોચ પરથી 10 ટકા જેટલો ઘટાડો દર્શાવે છે. જે સૂચવે છે કે બજારમાં નજીકના સમયમાં સ્થિરતા જોવા મળી શકે છે.
માર્કેટને ઓટો અને આઈટીનો સપોર્ટ
બજારના સપોર્ટમાં ફરી એકવાર ઓટો અને આઈટી શેર્સ જોવા મળી રહ્યાં છે. નિફ્ટી ઓટો 2 ટકાથી વધુ મજબૂતી દર્શાવી રહ્યો છે. જ્યારે નિફ્ટી આઈટી પણ 2 ટકાનો સુધારો દર્શાવે છે. જ્યારે એ સિવાય મોટાભાગના સેક્ટરલ સૂચકાંકો ફ્લેટ ટ્રેડ દર્શાવી રહ્યાં છે.
મીડ-કેપ અને સ્મોલ-કેપમાં મધ્યમસરની ખરીદી
માર્કેટમાં પોઝીટીવ ટ્રેન્ડ પાછળ મીડ અને સ્મોલ-કેપમાં સુધારો જળવાયો છે. જોકે તે મંગળવાર જેટલો તીવ્ર નથી. બીએસઈ ખાતે 3003 ટ્રેડેડ ડાઉન્ટર્સમાંથી 1560 કાઉન્ટર્સ પોઝીટીવ ટ્રેડ દર્શાવી રહ્યાં છે. જ્યારે 1288 કાઉન્ટર્સ નેગેટિવ ઝોનમાં ચાલી રહ્યાં છે. નિફ્ટી મીડ-કેપ ઈન્ડેક્સ 0.7 ટકા જ્યારે નિફ્ટી સ્મોલ-કેપ ઈન્ડેક્સ પણ 0.7 ટકાનો સુધારો દર્શાવે છે.
સેન્સેક્સમાં 23 કાઉન્ટર્સમાં સુધારો, 7માં નરમાઈ
બેન્ચમાર્કના પ્રતિનિધિઓમાં 23 પોઝીટીવ ટ્રેડ દર્શાવે છે. જેમાં ટેક મહિન્દ્રા અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ટોચ પર છે. એક જ જૂથની કંપનીઓ આજે તેજીમાં યોગદાન આપી રહી છે. જ્યારે મારુતિ, ઈન્ફોસિસ, રિલાયન્સ, એશિયન પેઈન્ટ્સ, એચસીએલ ટેક્નોલોજી, એક્સિસ બેંક, લાર્સન, ભારતી અને આઈસીઆઈસીઆઈ બેંક પણ એક ટકાથી વધુ સુધારો દર્શાવી રહ્યાં છે. જ્યારે એનટીપીસી, પાવરગ્રીડ, આઈટીસી અને એચડીએફસીમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.