માર્કેટ ઓપનીંગ
યુએસ ખાતે પોઝીટીવ બંધ પાછળ એશિયન બજારો ગ્રીન ઝોનમાં
યુએસ ખાતે ડાઉ જોન્સ ઈન્ડસ્ટ્રીઅલ એવરેજ 60 પોઈન્ટ્સ સુધારા સાથે 31069 પર બંધ આવ્યો હતો. જેની પાછળ એશિયન બજારોમાં ચીનને બાદ કરતાં અન્ય તમામ બજારો પોઝીટીવ ટ્રેડ દર્શાવી રહ્યાં છે. જાપાનનો નિક્કાઈ 0.6 ટકા સાથે સૌથી સારો સુધારો દર્શાવી રહ્યો છે. એ સિવાય હોંગ કોંગ, કોરિયા, તાઈવાન વગેરેમાં સામાન્ય મજબૂતી જોવા મળે છે.
SGX નિફ્ટી સાધારણ પોઝીટીવ
સિંગાપુર નિફ્ટી 16 પોઈન્ટ્સના સુધારે 14616 પર ટ્રેડ થઈ રહ્યો છે. જે સૂચવે છે કે ભારતીય બજારની શરૂઆત પણ લગભગ આ સ્તર સાથે જ થશે. ભારતીય બજાર હાલમાં ઓવરબોટ ઝોનમાં છે. જોકે હજુ ટ્રેન્ડ રિવર્સલના સંકેતો નથી મળ્યાં. ટેક્નિકલ એનાલિસ્ટ્સના મતે 14800-15000ની રેંજમાં બજારને મોટો અવરોધ નડી શકે છે.
ક્રૂડમાં 10 મહિનાની નવી ટોચ
ક્રૂડના ભાવમાં સતત વૃદ્ધિ જોવા મળી રહી છે. બ્રેન્ટ ક્રૂડ વાયદો 57 ડોલરની સપાટીને પાર કરી ગયો છે. હવે તેને 60 ડોલરનો અવરોધ નડી શકે છે. સ્થાનિક કોમેક્સ ખાતે પણ ક્રૂડના ભાવ રૂ. 3900ની સપાટી નજીક પહોંચી ગયો છે.
વૈશ્વિક બજારોમાં ગોલ્ડ-સિલ્વરમાં સવારે મજબૂતી
વૈશ્વિક બજારોમાં બુધવારે સવારે ગોલ્ડ 0.83 ટકા મજબૂતી સાથે 1859 ડોલર પર જ્યારે ચાંદી 0.8 ટકાના સુધારે 25.63 ડોલર પર ટ્રેડ કરી રહ્યાં છે. આમ એમસીએક્સ ખાતે બંને મજબૂતી દર્શાવી શકે છે. મંગળવારે રાતે એમસીએક્સ ખાતે સોનુ રૂ. 261ના ઘટાડે રૂ. 49080 અને ચાંદી રૂ. 272ના ઘટાડે રૂ. 65827ના સ્તરે બંધ રહી હતી.
મહત્વની હેડલાઈન્સ
· ડિસેમ્બર કન્ઝ્યૂમર પ્રાઈસ ઈન્ડેક્સનું 4.59 ટકાના 15-મહિનાના તળિયા પર જોવા મળ્યું છે. જેણે અર્થશાસ્ત્રીઓ સહિત સહુને આશ્ચર્ચ આપ્યું છે.
· નવેમ્બરમાં દેશનું ઈન્ડસ્ટ્રીઅલ પ્રોડક્શન વાર્ષિક ધોરણે 1.9 ટકા ઘટ્યું હતું. અંદાજ એક ટકા ઘટાડાનો હતો.
· સરકાર બજેટમાં ઓટોમોબાઈલ સ્ક્રેપેજ પોલિસી રજૂ કરી શકે છે.
· હિંદુસ્તાન યુનિલીવર અને ગોદરેજ કન્ઝ્યૂમરે કાચી સામગ્રીના ભાવમાં વૃદ્ધિને કારણે સાબુના ભાવમાં વૃદ્ધિ કરી છે.
· નોર્ડિયાએ ભારતમાં આટી જોબ્સને મોકલવાની યોજના મોકૂફ રાખવી પડી શકે છે.
· વૈશ્વિક ફંડ્સે મંગળવારે ભારતીય બજારમાં રૂ. 571 કરોડની ચોખ્ખી ખરીદી દર્શાવી હતી.
· સ્થાનિક ફંડ્સે મંગળવારે રૂ. 1330 કરોડની ચોખ્ખી વેચવાલી નોંધાવી હતી.
· ભારત રસાયણે રૂ. 11500ના ભાવે 93,472 શેર્સ ખરીદવાના બાયબેક પ્રોગ્રામને મંજૂરી આપી છે. કંપની કુલ રૂ. 107 કરોડના મૂલ્યના શેર્સ ખરીદશે.
· ભારતી એરટેલે વિદેશી રોકાણની મર્યાદાને સુધારાની 100 ટકા કરવા માટે માગણી કરી છે.
· કેડિલા હેલ્થકેર 15 કરોડ વેક્સિસ ડોઝ સપ્લાય કરવાનો ઉદ્દેશ ધરાવે છે.
· હીરોમોટોકો હોન્ડુરાસ અને નિકારાગુઆમાં નવી પ્રોડ્કટ્સ લોંચ કરશે. કંપનીએ બંને દેશોમાં ડિસ્ટ્રીબ્યુટર્સ નિમ્યાં છે.
· ટાટા એલેક્સિએ ત્રીજા ક્વાર્ટરમાં વાર્ષિક ધોરણે રૂ. 105 કરોડની રકમ નોંધાવી છે. જે ગયા વર્ષે સમાન ક્વાર્ટરમાં રૂ. 75.42 કરોડ હતી.
· ટેક મહિન્દ્રા 90 લાખ ડોલરમાં પેમેન્ટ ટેક્નોલોજી સર્વિસિસની ખરીદી કરશે.