નિફ્ટીમાં નવી ટોચ, 14200 પર મક્કમ ટ્રેડ
બેન્ચમાર્ક નિફ્ટી 14250ના સ્તર આસપાસ ખૂલી 14256ની ટોચ દર્શાવી 14165 થયા બાદ 14215 પર મજબૂતી દર્શાવી રહ્યો છે. સેન્સેક્સ પણ 48350 પર મજબૂત ટ્રેડ દર્શાવી રહ્યો હતો.
ઈન્ડિયા વીઆઈએક્સમાં 4 ટકો ઘટાડો
ઈન્ડિયન વીઆઈએક્સ 4 ટકા ઘટ્યો હતો. જે તેજીવાળાઓ માટે રાહતની વાત હતી. જોકે હજુ પણ તે 20ના સ્તર પર ટકેલો હતો. આમ બજારમાં જાન્યુઆરી મહિનો થોડી વોલેટિલિટી દર્શાવતો રહેશે. વૈશ્વિક ઘટનાઓ પાછળ માર્કેટ ઘટાડો નોંધાવી શકે છે.
મીડ-કેપ્સમાં એક દિવસના વિરામ બાદ ફરી ખરીદી
બુધવારે માર્કેટમાં ઊંચા સ્તરેથી કરેક્શન બાદ સુધારો ગુમાવનારા મીડ-કેપ સેગમેન્ટમાં ગુરુવારે ફરી ખરીદી જોવા મળી હતી. જેની પાછળ માર્કેટ-બ્રેડ્થ ખૂબ પોઝીટીવ બની હતી. બીએસઈ ખાતે 3057 કાઉન્ટર્સમાંથી 2008 કાઉન્ટર્સ પોઝીટીવ ટ્રેડ દર્શાવી રહ્યાં હતાં. જ્યારે 915 કાઉન્ટર્સ ઘટાડો નોંધાવી રહ્યાં હતાં. આમ એક શેર્સમાં ઘટાડા સામે બેથી વધુ શેર્સ સુધારો દર્શાવી રહ્યાં હતાં. નિફ્ટી મીડ-કેપ ઈન્ડેક્સ 1.5 ટકા વૃદ્ધિ સાથે 21962ની તેની સર્વોચ્ચ સપાટી પર ટ્રેડ થઈ રહ્યો હતો.
મેટલે લીધી આગેવાની
નિફ્ટીને મુખ્ય સપોર્ટ મેટલ્સ તરફથી મળ્યો છે. નિફ્ટી મેટલ ઈન્ડેક્સ 3.52 ટકાનો ઉછાળો દર્શાવી રહ્યો છે. નિફ્ટી બેંક પણ 1 ટકાથી વધુ મજબૂતી દર્શાવે છે. જ્યારે રિઅલ્ટી 2 ટકાનો સુધારો દર્શાવી રહ્યો છે. જ્યારે એફએમસીજીમાં નરમાઈ જોવા મળી રહી છે.
મીડ-કેપ આઉટપર્ફોર્મર
બીએસઈ ખાતે એ જૂથમાં કેટલાક મીડ-કેપ્સ 16 ટકા સુધીનો સુધારો દર્શાવી રહ્યા છે. જેમાં ઈન્ફ્રા ફંડીંગ કંપની આઈડીએફસી 16 ટકા મજબૂતી દર્શાવે છે. એ સિવાય ટાટા સ્ટીલ પાર્ટલી પેઈડ 10 ટકા સાથે મજબૂત છે. બીએફ ઈન્વેસ્ટમેન્ટ, ભારત ફોર્જ, એક્સેલ ઈન્ડ., ઈન્ડિયાગ્લાયકોલ, આઈડીએફસી ફર્સ્ટ બેંક, પોલીકેબ અને પટેલ એન્જિનીયરીંગ પણ 8 ટકાથી વધુ સુધારો દર્શાવનારા કાઉન્ટર્સમાં સમાવેશ પામે છે.
ગોલ્ડ-સિલ્વર પોઝીટીવ ઝોનમાં
વૈશ્વિક બજારમાં મજબૂતી પાછળ સ્થાનિક બજારમાં પણ કિંમતી ધાતુઓમાં મજબૂતી જોવા મળી રહી છે. એમસીએક્સ ખાતે સોનું રૂ. 342ની મજબૂતી સાથે રૂ. 50851 પર ટ્રેડ થઈ રહ્યું હતું. જ્યારે ચાંદી રૂ. 443 મજબૂતી સાથએ રૂ. 69860 પર ટ્રેડ થઈ રહી હતી. બેઝ મેટલ્સમાં નીકલ, ઝીંક, એલ્યુમિનિયમ મજબૂત ટ્રેડ દર્શાવી રહ્યાં છે.