કન્ટેન્ટ ફોર બ્લોગ
માર્કેટ ઓપનીંગ
યુએસ બજાર ઈન્ટ્રા-ડે તળિયાથી પરત ફરી એક ટકા ઘટાડે બંધ, એશિયા મિશ્ર
યુએસ ખાતે ડાઉ જોન્સ ઈન્ડસ્ટ્રીઅલ એવરેજ સોમવારે રાતે એક તબક્કે 600થી વધુ પોઈન્ટ્સનો ઘટાડો દર્શાવતો હતો. જોકે ત્યાંથી પરત ફરી પાછળથી 1.25 ટકા અથવા 383 પોઈન્ટ્સ ઘટી 30224 પર બંધ રહ્યો હતો. આમ તેણે 30000નો માનસિક સપોર્ટ જાળવી રાખ્યો હતો. આની પાછળ એશિયાઈ બજારોમાં કોઈ મોટી નરમાઈ જોવા મળી રહી નથી. કોરિયા, તાઈવાન જેવા બજારો પોઝીટીવ ટ્રેડ દર્શાવી રહ્યાં છે. જ્યારે જાપાન અને હોંગ કોગમાં સાધારણ નરમાઈ જોવા મળે છે. ચીન બજાર ફ્લેટ ટ્રેડ દર્શાવે છે.
SGX નિફ્ટી 78 પોઈન્ટ્સ નરમ
સિંગાપુર નિફ્ટી 78 પોઈન્ટ્સના ઘટાડે 14099 પર ટ્રેડ થઈ રહ્યો છે. જે સૂચવે છે કે ભારતીય બજાર પણ 14000ના સ્તરને ચોક્કસ જાળવી રાખશે. આમ બજાર માટે હાલ પૂરતો કોઈ ખતરો નથી. છેલ્લા કેટલાક દિવસોનું મોમેન્ટમ જોતાં નિફ્ટી ગેપ-ડાઉન ઓપનીંગ બાદ ફ્લેટ ટ્રેડ દર્શાવી શકે છે. જોકે તે થોડો કુલ ડાઉન થાય તે ખૂબ જરૂરી છે.
ક્રૂડમાં કોન્સોલિડેશન
વૈશ્વિક બજારમાં ક્રૂડમાં કોન્સોલિડેશન જોવા મળી રહ્યું છે. બ્રેન્ટ ક્રૂડ વાયદો 52 ઉપર ટકવામાં નિષ્ફળ રહ્યો હતો અને સોમવારે જ ઘટ્યો હતો. જોકે હજુ પણ તે 50 ડોલર પર ટકેલો છે. મંગળવારે તે 51 ડોલર પર ટ્રેડ થઈ રહ્યો છે. એમસીએક્સ ક્રૂડે પણ સોમવારે ઈન્ટ્રા-ડે રૂ. 3500ની સપાટી તોડી હતી. જોકે હાલમાં ત્યાં પાછુ પરત ફર્યું છે.
સોનું-ચાંદી મજબૂત
સોમવારે રાતે કામકાજના અંતે એમસીએક્સ સિલ્વર વાયદો 3.02 ટકા અથવા રૂ. 2057ના સુધારે રૂ. 70180 પર બંધ આપવામાં સફળ રહ્યો હતો. વૈશ્વિક કોમેક્સ સિલ્વર વાયદો 0.81 ટકા સુધારે 27.46 ડોલર પર મજબૂત ટ્રેડ થઈ રહ્યો છે. એમસીએક્સ ગોલ્ડ 2.43 ટકાના સુધારે રૂ. 51466 પર બંધ આપવામાં સફળ રહ્યો હતો. વૈશ્વિક કોમેક્સ વાયદો સાધારણ નરમાઈ દર્શાવી રહ્યો છે.
મહત્વની હેડલાઈન્સ
- ભારતની કૃષિ નિકાસ ઊંચી જોવા મળી રહી છે. યુરોપના દેશોમાં બાસમતીની નિકાસમાં ઉછાળો નોંધાયો છે.
- દેશમાં ઓક્ટોબર-ડિસેમ્બર 2020 દરમિયાન ખાંડનું ઉત્પાદન 42 ટકા વધી 1.10 કરોડ ટન રહ્યું છે.
- વિક્રમી રવિ ઉત્પાદનને કારણે ખાદ્યાન્નના ભાવ 10-15 ટકા ઘટાડો દર્શાવે તેવી ધારણા છે.
- જિંદાલ સ્ટીલ એન્ડ પાવરે ડિસેમ્બરમાં ઉત્પાદનમાં 30 ટકા અને વેચાણમાં 25 ટકા વૃદ્ધિ દર્શાવી હતી.
- એચડીએફસીનું ડિસેમ્બરમાં વ્યક્તિગત લોન વિતરમ 26 ટકા વૃદ્ધિ દર્શાવતું હતું.
- સન ફાર્માએ પ્લેક સોરાઈસિસની સારવાર માટેની ડ્રગ માટે બીજા તબક્કાનું પરિક્ષણ શરૂ કર્યું છે.
- સ્ટીલ કંપનીઓએ સ્ટીલના ભાવમાં પ્રતિ ટન રૂ. 2400ની વૃદ્ધિ કરી છે. વધુ સુધારો અપેક્ષિત છે.
- એક્સિમ બેંકે ઈન્ટરનેશનલ બોન્ડ માર્કેટમાં એક અબજ ડોલરના ઈસ્યુ સાથે પ્રવેશી છે.
- એલએન્ડટીએ હિંદુસ્તાન પેટ્રોલિયમના જેવી તરફથી મોટો એન્જિનીયરીંગ ઓર્ડર મેળવ્યો છે.
- બજાજ ઓટોએ ડિસેમ્બરમાં 11 ટકા વૃદ્ધિ સાથે 3.72 લાખ યુનિટ્સ વાહનોનું વેચાણ કર્યું હતું.
- ડિસેમ્બરમાં મેન્યૂફેક્ચરિંગ પીએમઆઈ સાધારણ સુધારા સાથે 56.4 રહ્યો હતો.
- 2020માં યુએસના વેન્ચર કેપિટાલિસ્ટ અને પ્રાઈવેટ ઈક્વિટી ઈન્વેસ્ટર્સ તરફથી રોકાણ બમણું થયું હતું.
- અદાણી પોર્ટ્સના ડિસેમ્બર કાર્ગો વોલ્યુમમાં 47 ટકા વૃદ્ધિ જોવા મળી હતી.