મીડ-ડે માર્કેટ
નિફ્ટી 13700 નીચે
બેન્ચમાર્ક નિફ્ટી 13741ના સ્તરે ખૂલી ઊંચામાં 13778 બનાવી 13629ના તળિયા પર 131 પોઈન્ટ્સ નીચે ટ્રેડ થઈ રહ્યો છે. બેન્ચમાર્ક 1 ટકાનો ઘટાડો દર્શાવી રહ્યો છે. લગભગ પાંચેક સપ્તાહ બાદ માર્કેટમાં કરેક્શન જોવા મળી રહ્યું છે. જોકે અગાઉ જોયું છે તેમ આ પણ ઈન્ટ્રા-ડે કરેક્શન બની રહે છે કે કેમ તે જોવાનું રહેશે.
બેંકિંગે લીધી ઘટાડાની આગેવાની
વિવિધ સેક્ટરલ બેંન્ચમાર્ક્સમાં નિફ્ટી બેંક 1.92 ટકા ઘટાડો દર્શાવી રહ્યો છે અને 588 પોઈન્ટ્સ નરમાઈ સાથે 30127 પોઈન્ટ્સ નીચે ટ્રેડ થઈ રહ્યો છે. નિફ્ટી ઓટો પણ 1.8 ટકરા, નિફ્ટી મેટલ 2.04 ટકરા, નિફ્ટી મિડિયા 1.95 ટકા, નિફ્ટી રિઅલ્ટી 1.04 ટકા, નિફ્ટી ઈન્ફ્રા. 1.61 ટકા, નિફ્ટી કોમોડિટીઝ 2.31 ટકા, નિફ્ટી કન્ઝમ્પશન 1.13 ટકા ઘટાડો દર્શાવી રહ્યાં છે.
મીડ અને સ્મોલ-કેપ્સ પણ ડાઉન
નિફ્ટી મીડ-કેપ ઈન્ડેક્સ 1.72 ટકા ને નિફ્ટી સ્મોલ-કેપ 1.38 ટકાનો ઘટાડો દર્શાવી રહ્યાં છે. બીએસઈ ખાતે 1842 કાઉન્ટર્સમાં નરમાઈ જ્યારે 1040 કાઉન્ટર્સ મજબૂતી દર્શાવી રહ્યાં છે. લાંબા સમયબાદ માર્કેટ બ્રેડ્થ નેગેટિવ જોવા મળી રહી છે. અગાઉની સરખામણીમાં માત્ર 211 કાઉન્ટર્સ 52-સપ્તાહની ટોચ દર્શાવી રહ્યાં છે.
પસંદગીના મીડ-કેપ આઉટપર્ફોર્મર્સ
માર્કેટમાં કેટલાક આઉટપર્ફોર્મર્સમાં ઈન્ડુસ ટાવર્સ 4.52 ટકા વૃદ્ધિ દર્શાવી રહ્યો છે. મેક્સ ફાઈનાન્સિયલ 3.7 ટકા વૃદ્ધિ સાથે રૂ. 672 પર ટ્રેડ થઈ રહ્યો છે. ગોદરેજ કન્ઝ્યૂમર 1.62 ટકા, સિપ્લા 1.6 ટકા, એચસીએલ ટેક 1.31 ટકા, ઈન્ફોસિસ 0.9 ટકાનો સુધારો દર્શાવી રહ્યાં છે.
સિલ્વરમાં 4 ટકા ઉછાળો, ગોલ્ડ 1 ટકો ઉછળ્યું
ચાંદીના ભાવમાં સોમવારે તીવ્ર ઉછાળો જોવા મળ્યો છે. એમસીએક્સ ખાતે માર્ચ વાયદો 3.33 ટકા ઉછળી રૂ. 70170 પર ટ્રેડ થઈ રહ્યો છે. સવારે તે રૂ. 71650ની સપાટીએ 5 ટકાથી વધુ સુધારો દર્શાવતો હતો. સોનુ પણ એક ટકો અથવા રૂ. 500ના સુધારે રૂ. 50800 પર ટ્રેડ થઈ રહ્યું છે. બંને ધાતુ સતત બીજા સપ્તાહે તેજી દર્શાવી રહી છે. જોકે કોપર, એલ્યુમિનિયમમાં સાધારણ નરમાઈ જોવા મળી રહી છે.