માર્કેટ સમરી
બેન્ચમાર્ક નિફ્ટી 11366ની ટોચને સ્પર્શ કરી 13356ની સપાટી પર બંધ રહ્યો હતો. દિવસ દરમિયાન તે ધીમી ગતિએ સુધરતો રહ્યો હતો. વૈશ્વિક બજારોની સરખામણીમાં ભારતીય બજારે આઉટપર્ફોર્મન્સ દર્શાવ્યું હતું. ચીન, હોંગકોંગ, જાપાન સહિતના બજારો નરમ ટ્રેડ થયાં હતાં. સોમવારના સુધારા સાથે ભારતીય બજારે ચાલુ કેલેન્ડરમાં 10 ટકાની ચોખ્ખી વૃદ્ધિ દર્શાવી છે.
ફાર્મા અને એફએમસીજીનો મુખ્ય સપોર્ટ
લગભગ ત્રણેક મહિનાના કોન્સોલિડેશન બાદ ફાર્મા ક્ષેત્રે નવેસરથી તેજી શરૂ થઈ હોવાનું એનાલિસ્ટ્સ માની રહ્યાં છે. સોમવારે સન ફાર્માનો શેર તેની બે વર્ષની ટોચ પર બંધ રહ્યો હતો. જ્યારે ઝાયડસ કેડિલાનો શેર તેની સર્વોચ્ચ સપાટી પર ટ્રેડ થયો હતો. સન ફાર્માનો શેર રૂ. 591 પર ટ્રેડ થયો હતો. જે સપાટીએ તે 2018ના મધ્યભાગમાં જોવા મળતો હતો. જોકે કંપનીનો શેર હજુ પણ તેની 2016ની ટોચથી 50 ટકા કરતાં વધુ ડિસ્કાઉન્ટ સાથે ટ્રેડ દર્શાવી રહ્યો છે. નિફ્ટી ફાર્મા 1.65 ટકા સુધરી 12556 પર બંધ રહ્યો હતો. જ્યારે એફએમસીજી ઈન્ડેક્સ 1.60 ટકા સુધરી ર32867 પર બંધ રહ્યો હતો.
મીડ-કેપ્સમાં આક્રમક લેવાલી ચાલુ
લાર્જ-કેપ્સ સાથે મીડ-કેપ્સમાં તીવ્ર ખરીદી ચાલુ રહી હતી. બીએસઈ ખાતે 3167 કાઉન્ટર્સમાંથી 2036 કાઉન્ટર્સમાં પોઝીટીવ બંધ જોવા મળ્યો હતો. જ્યારે 935 કાઉન્ટર્સ નેગેટિવ બંધ દર્શાવી રહ્યાં હતાં. આમ માર્કેટ-બ્રેડ્થ ખૂબ પોઝીટીવ રહી હતી. બીએસઈ મીડ-કેપ અને સ્મોલ-કેપ ઈન્ડેક્સ તેમની બે વર્ષની ટોચ પર બંધ રહ્યાં હતાં.
જીએનએફસીનો શેર 8 ટકા ઉછળીને 52-સપ્તાહની ટોચ પર
ગુજરાત સરકારના ફર્ટિલાઈઝર અને કેમિકલ સાહસ જીએનએફસીનો શેર સોમવારે ઘણા સમય બાદ લાઈમલાઈટમાં જોવા મળ્યો હતો. કંપનીનો શેર 8 ટકા ઉછળી રૂ. 244.70ની સપાટી પર ટ્રેડ થયો હતો. તે લગભગ અંતિમ બે વર્ષની ટોચ પર જોવા મળ્યો હતો. કંપનીનું માર્કટ-કેપ પણ રૂ. 3800 કરોડ પર પહોંચ્યું હતું. માર્ચ મહિનામાં કંપનીનો શેર રૂ. 95.70ની સપાટી પર પટકાયો હતો. જ્યાંથી તે 160 ટકા જેટલો સુધારો દર્શાવી રહ્યો છે.
ટાટા જૂથની કંપનીઓમાં આક્રમક ખરીદીનો દોર ચાલુ
ટાટા જૂથની કંપનીઓમાં સતત ખરીદી જોવા મળી રહી છે. સોમવારે ટાટા કેમિકલ્સ વધુ 6 ટકા ઉછળી રૂ. 526.80ના છેલ્લા ત્રણ વર્ષની ટોચ પર ટ્રેડ થયો હતો. શુક્રવારે ટાટા સન્સે કંપનીમાં વધુ રૂ. 158 કરોડના શેર્સ ખરીદ્યાં હતાં. અન્ય જૂથ કંપની ટાટા એલેક્સિનો શેર પણ 3.5 ટકા ઉછળઈ રૂ. 1721ના છેલ્લા ઘણા સમયની ટોચ પર ટ્રેડ થયો હતો. આઈટી પ્રોડક્ટ્સ કંપનીનો શેર માર્ચ મહિનાના રૂ. 500ના તળિયાથી 250 ટકા રિટર્ન દર્શાવી રહ્યો છે. ટાટા ઈન્વેસ્ટમેન્ટનો શેર પણ 9 ટકા ઉછળી રૂ. 1075ની ટોચ પર ટ્રેડ થયો હતો. તે રૂ. 592ના સ્તરથી સુધારો દર્શાવી રહ્યો છે. જ્યારે જૂથની કન્ઝ્યૂમર ઈલેક્ટ્રોનિક કંપની વોલ્ટાસનો શેર પણ રૂ. 829ની સર્વોચ્ચ ટોચ પર ટ્રેડ થયો હતો.
સન ફાર્માનો શેર બે વર્ષની ટોચ પર
માર્કેટ-કેપની રીતે દેશમાં સૌથી મોટી ફાર્મા કંપની સન ફાર્માસ્યુટિકલ્સનો શેર સોમવારે તેની સવા બે વર્ષની ટોચ પર ટ્રેડ થયો હતો. કેલેન્ડર 2016માં સર્વોચ્ચ સપાટી દર્શાવ્યા બાદ સતત અન્ડરપર્ફોર્મન્સ દર્શાવતો રહેલો શેર છેલ્લા એક સપ્તાહમાં ટ્રેડિંગ રેંજની બહાર આવ્યો છે અને નવી ટોચ દર્શાવી રહ્યો છે. સોમવારે તે 2 ટકાથી વધુના સુધારેરૂ. 591.50ના સ્તરે ટ્રેડ થયો હતો. આઅગાઉ તે જુલાઈ 2018માં આ સ્તર આસપાસ જોવા મળ્યો હતો. માર્ચ મહિનામાં રૂ. 315.20ના તળિયાથી તે નોંધપાત્ર સુધારો દર્શાવી રહ્યો છે. તેનું માર્કેટ0-કેપ રૂ. 1.39 કરોડ પર જોવા મળતુ હતુ. જોકે ઓક્ટોબર 2016માં રૂ. 1250ના સ્તરે રૂ. 3 લાખથી વધુના માર્કેટ-કેપ સામે તે હજુ 50 ટકા પણ નથી.
એપીઆઈ ઉત્પાદક કંપનીઓના શેરમાં લેવાલી ચાલુ
છેલ્લા ઘણા સમયથી બજારમા એપીઆઈ કંપનીઓમાં ખરીદી જોવા મળે છે. સોલારા એક્ટિવ ફાર્મા સાયન્સિઝનો શેર પણ તેની પાછળ સોમવારે રૂ. 1325ની સર્વોચ્ચ ટોચ પર પહોંચ્યો હતો. લિસ્ટીંગ બાદ કંપનીના શેરની આ ટોચની સપાટી હતી. માર્ચ મહિનામાં રૂ. 367ના તળિયાથી તે સતત સુધરતો રહ્યો છે. તેનું માર્કેટ-કેપ રૂ. 4682 કરોડ નજીક પહોંચ્યું છે.