માર્કટ ઓપનીંગ
એશિયન બજારોમાં નરમાઈ
નવા સપ્તાહની શરુઆત નરમાઈ સાથે થઈ રહી છે. યુએસ બજારમાં ગયા સપ્તાહના અંતે સાધારણ નરમાઈ જોવા મળી હતી. તેમ છતાં એશિયન બજારો પોઝીટીવ ટોન સાથે ઓપન થાય તેવી શક્યતા હતી. જોકે ચીનને બાદ કરતાં તમામ બજારો ફ્લેટથી નેગેટિવ ટ્રેડ દર્શાવી રહ્યાં છે. હેંગસેંગ, કોસ્પી, તાઈવાન વેઈટેડમાં 0.5 ટકા સુધીની નરમાઈ જોવા મળી રહી છે.
SGX નિફ્ટી 78 પોઈન્ટ નરમ
સિંગાપુર નિફ્ટી 78 પોઈન્ટ્સના ઘટાડે 12990 પર ટ્રેડ થઈ રહ્યો છે. આમ સ્થાનિક બજારમાં પણ નિફ્ટી ફ્યુચર્સ 13000ની નીચે ખૂલે જેવી શક્યતા છે. બજારને 12730નો નજીકનો સપોર્ટ છે. જે જળવાય ત્યાં સુધી બુલીશ ટ્રેન્ડ અકબંધ સમજવો.
ક્રૂડમાં નરમાઈ
બ્રેન્ટ ક્રૂડ ગયા સપ્તાહે 8 ટકા જેટલું ઉછળ્યાં બાદ હાલમાં કોન્સોલિડેશનમાં જોવા મળી રહ્યું છે. સોમવારે સવારે તે 0.95 ટકાના ઘટાડે 47.80 ડોલર પ્રતિ બેરલ પર નરમ ટ્રેડ દર્શાવી રહ્યું છે.
મહત્વની હેડલાઈન્સ
- અદાણી જૂથ ડીએચએફએલ માટે રૂ. 33000 કરોડની બીડમાં ઉમેરો કરે તેવી શક્યતા છે. કંપનીએ એડમિનિસ્ટ્રેશનને એક ઈમેઈલમાં પબ્લિક મનીની મેક્સિમમ રિકવરી સામે સવાલ કરી રહેલાં બીડર્સની ડિપોઝીટ્સ જપ્ત કરવા માટે પણ જણાવ્યું છે.
- એસએન્ડપી ગ્લોબલ આઈએચએસ માર્કિટને 44 અબજ ડોલરમાં ખરીદે તેવી શક્યતા. આઈએચએસ માર્કિટનું શુક્રવારે બંધ ભાવે રૂ. 36.9 અબજ ડોલરનું વેલ્યૂએશન હતું.
- ઉબર ઈલેક્ટ્રિક વેહીકલ સ્પેસમાં મોટો હિસ્સો મેળવવાનું લક્ષ્ય રાખી રહી છે.
- ઓરોબિંદો ફાર્મા એપ્રિલ-મે સુધીમાં તેની વેક્સિન સુવિધાનો ઉપયોગ શરૂ કરી દે તેવી શક્યતા
- ડીએલએફે ગુરુગ્રામમાં લગભગ 90થી વધુ વ્યક્તિગત ફ્લોર્સનું રૂ. 300 કરોડમાં કરેલું વેચાણ
- એરએશિયા ઈન્ડિયા વિસ્તરણ કરશે. જૂન 2021 સુધીમાં વધુ એ320 નિઓસનો ઉમેરો કરશે.
- ઈન્ડિયાબુલ્સ હાઉસિંગ ફાઈનાન્સે ઓકનોર્થ હોલ્ડિંગ્સમાં તેનો કેટલોક હિસ્સો વેચીને રૂ. 93 કરોડ ઊભાં કર્યાં. ગયા મહિને પણ તેણે આ રીતે રૂ. 441 કરોડ ઊભાં કર્યાં હતાં. કંપનીએ હિસ્સા વેચાણ મારફતે કુલ રૂ. 2670 કરોડ મેળવ્યાં છે.
- યુનિકેમ લેબ્સે એટેનોલોલ અને ક્લોર્થાલિડોન માટે એએનડીએની મેળવેલી મંજૂરી