માર્કેટ ઓપનીંગ
એશિયન બજારોમાં મિશ્ર વલણ જોવા મળી રહ્યું છે. હોંગ કોંગ અને જાપાનને બાદ કરતાં અન્ય તમામ મહત્વના બજારો પોઝીટીવ ટ્રેડ દર્શાવી રહ્યાં છે. જેમાં કોરિયન કોસ્પી 1.9 ટકાની વૃદ્ધિ દર્શાવી રહ્યો છે. જ્યારે તાઈવાન 0.9 ટકા, શાંઘાઈ કંપોઝીટ 0.5 ટકાની મજબૂતી દર્શાવી છે. સિંગાપુર, ઈન્ડોનેશિયા અને મલેશિયા પણ પોઝીટીવ ટ્રેડ દર્શાવી રહ્યાં છે.
SGX નિફ્ટી
સિંગાપુર નિફ્ટી 75 પોઈન્ટ્સ મજબૂતી ટ્રેડ થઈ રહ્યો છે. તે 12957ના સ્તર પર જોવા મળે છે. આમ સ્થાનિક માર્કેટમાં નિફ્ટી 12950ના સ્તર આસપાસ ખૂલે તેવી સંભાવના છે. જો તેજીવાળાઓનો સપોર્ટ મળી જશે તો બેન્ચમાર્ક 13000ની સપાટી દર્શાવે તેવી પૂરી શક્યતા છે. શુક્રવારે માર્કટમાં બ્રોડ માર્કેટમાં તીવ્ર સુધારો જોવા મળ્યો હતો. જે સોમવાર પણ ચાલુ રહી શકે છે.
બ્રેન્ટ ક્રૂડ 45 ડોલરને પાર
ક્રૂડમાં નોંધપાત્ર મજબૂતી જોવા મળી રહી છે. બ્રેન્ટ ક્રૂડ 45.12 ડોલર પ્રતિ બેરલ પર બુલીશ સંકેત આપી રહ્યું છે. જો આ સ્તર પર કેટલાક સત્રો ટકી જશે તો 50 ડોલર તરફ આગળ વધી શકે છે. જે અંતિમ 10 મહિનાની ટોચ હશે.
મહત્વની હેડલાઈન્સ
· આરબીઆઈએ ખાનગી બેંક્સના ફાઉન્ડર્સના હિસ્સાને લઈને રિપોર્ટ જાહેર કર્યો છે. જેમાં બેંકના ફાઉન્ડરના હિસ્સા પર ઊંચી કેપનો પ્રસ્તાવ મૂક્યો છે.
· ડેટા સેન્ટરમાં તકલીફને કારણે એચડીએફસી બેંકના એટીએમ્સ તથા ઓનલાઈન ટ્રાન્ઝેક્શન્સ પર અસર પડી છે.
· અંબાણીના 3.5 અબજ ડોલરના ફ્યુચર જૂથ સોદાને એન્ટીટ્રસ્ટનો સામનો કરવાનો થયો છે.
· એમેઝોન સામે ફ્યુચર્સ ગ્રૂપની પિટિશન પર કોર્ટે તેનો નિર્ણય અનામત રાખ્યો છે.
· માર્કેટ રેગ્યુલેટર સેબીએ લઘુત્તમ પબ્લિક શેરહોલ્ડિંગ નિયમમાં છૂટછાટનો પ્રસ્તાવ મૂક્યો છે.
· સેબી સ્ટોક ડિલિસ્ટીંગના નિયમ અંગે સમીક્ષા કરી રહી છે.
· ભારતનું વિદેશી હૂંડિયામણ 13 નવેમ્બરે પૂરા થતાં સપ્તાહ દરમિયામ 4.3 અબજ ડોલર વધી 572.8 અબજ ડોલર રહ્યું હતું.
· બ્લેકરોક, ટી રોવ બૈજુસમાં 20 કરોડ ડોલરનું ફંડીંગ કરશે
· આરબીઆઈએ સોડેક્સો એસવીસી ઈન્ડિયા, ફોનપે અને પીએનબી પર મોનેટરી પેનલ્ટી લાગુ પાડી છે.
· 20 નવેમ્બરે એફઆઈઆઈએ ભારતીય બજારમાં 3860 કરોડની ખરીદી કરી હતી.
· સ્થાનિક સંસ્થાઓએ 20 નવેમ્બરે 2870 કરોડની વેચવાલી નોંધાવી હતી.
· વિદેશી ફંડ્સે 20 નવેમ્બરે 5890 કરોડની ઈક્વિટી ડેરિવેટિવ્સમાં ખરીદી કરી હતી.
· ચીન વિશ્વમાં સૌથી મોટા ઓઈલ રિફાઈનર તરીકે અમેરિકાને પાછળ રાખી દેશે.
· ભારત કાર્બન ફૂટપ્રિન્ટમાં 30-35 ટકા ઘટાડો કરશે
· રિન્યૂ ગેઈલની કેટલીક એસેટ્સ 40.46 કરોડ ડોલરમાં વેચવા ઈચ્છી રહ્યું છે.
· સરકારે 28 ફૂડ પ્રોસેસિંગ પ્રોજેક્ટ્સ માટે 107 કરોડની ગ્રાન્ટ મંજૂર કરી છે.