માર્કેટ ઓપનીંગ
વૈશ્વિક બજારોમાં મિશ્ર વલણ જોવા મળી રહ્યું છે. ચીન, હેંગસેંગ, સિંગાપુર જેવા માર્કેટ્સ નરમ ટ્રેડ દર્શાવી રહ્યાં છે. જ્યારે જાપાન અને કોરિયા જેવા બજારોમાં એક ટકા સુધીની મજબૂતી જોવા મળી રહી છે.
એસજીએક્સ નિફ્ટી
સિંગાપુર નિફ્ટી 4 પોઈન્ટ્સ નરમાઈ દર્શાવી રહ્યો છે. યુએસ બજારોમાં ગુરુવારે મજબૂતી જોવા મળી હતી. ડાઉ જોન્સ 543 પોઈન્ટ્સ અથવા 2 ટકા સુધરી 28390ના સ્તરે બંધ રહ્યો હતો. જ્યારે નાસ્ડેક 2.6 ટકા ઉછળી 11891ના સ્તરે બંધ રહ્યો હતો.
ક્રૂડમાં નરમાઈ, સિલ્વરમાં મજબૂતી
ક્રૂડમાં 2 ટકા નરમાઈ જોવા મળી હતી. બ્રેન્ટ ક્રૂડ 38.06 ડોલર પ્રતિ બેરલ પર બંધ રહ્યો હતો. કોમેક્સ સિલ્વર 0.9 ટકા ઉછળી 25.39 ડોલર પ્રતિ ટ્રૌય ઔંસ પર બંધ રહ્યો હતો.
મહત્વની હેડલાઈન્સ
· પીઆઈએફે રિલાયન્સ રિટેલમાં રૂ. 9550 કરોડમાં બે ટકાથી વધુ હિસ્સો ખરીદ્યો છે.
· ઈન્ડિગો મોટો એન્જિન ઓર્ડર આપવા મંત્રણા ચલાવી રહી છે. જે ઉડ્ડયન ક્ષેત્રે મંદીને રદિયો આપે છે.
· મ્યુચ્યુલ ફંડ્સ માટેની વિદેશી ઈન્વેસ્ટમેન્ટ મર્યાદામાં વૃદ્ધિ કરી છે.
· આરબીઆઈએ 10 હજાર કરોડના બોન્ડ્સ ઓપન માર્કેટ ઓપરેશન મારફતે ખરીદ્યાં છે.
· સાઉદીએ એશિયા માટેના ઓઈલ પ્રાઈસિસમાં ઘટાડો કર્યો છે.
· ઓક્ટોબરમાં બેરોજગારી દર ઘટીને 37.8 ટકા થયો હતો. જે મે મહિના બાદ પ્રથમવાર આટલા નીચા સ્તરે જોવા મળ્યો હતો.
· ભારતની કોટન નિકાસ 40 ટકા વધીને સાત વર્ષની ટોચ પર રહેશે.