બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ સમરી
શેરબજારમાં કોન્સોલિડેશન, બેન્ચમાર્ક્સ નવી ટોચ બનાવી પાછાં પડ્યાં
સેન્સેક્સે 79856ની તો નિફ્ટીએ 24236ની ટોચ દર્શાવી
વોલેટિલિટી ઈન્ડેક્સ 1.4 ટકા ગગડી 13.64ના સ્તરે બંધ
આઈટી, ફાર્મા, મિડિયા, રિઅલ્ટીમાં મજબૂતી
પીએસયૂ બેંક્સ, મેટલ, એફએમસીજી, ઓટોમાં નરમાઈ
જેકે પેપર, સુમીટોમો, ગોદરેજ પ્રોપર્ટીઝ, સેન્ચૂરી, વી-ગાર્ડ નવી ટોચે
ભારતીય શેરબજારે સપ્તાહના બીજા સત્રમાં કોન્સોલિડેશન દર્શાવ્યું હતું. બેન્ચમાર્ક્સ તેમની વધુ એક ટોચ દર્શાવી પરત ફર્યાં હતાં અને રેડ ઝોનમાં બંધ રહ્યાં હતાં. બીએસઈ સેન્સેક્સ 35 પોઈન્ટ્સ ગગડી 79441ની સપાટીએ જ્યારે નિફ્ટી 18 પોઈન્ટ્સ ગબડી 24124ની સપાટીએ બંધ રહ્યાં હતાં. બ્રોડ માર્કેટમાં ખરીદી ધીમી પડી હતી, જોકે સમગ્રતયા બ્રેડ્થ પોઝીટીવ જોવા મળી હતી. બીએસઈ ખાતે કુલ 4008 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 2036 કાઉન્ટર્સ પોઝીટીવ બંધ સૂચવતાં હતાં. જ્યારે 1880 કાઉન્ટર્સે નેગેટીવ બંધ દર્શાવ્યું હતું. 358 કાઉન્ટર્સે તેમની વાર્ષિક કે સર્વોચ્ચ ટોચ બનાવી હતી. જ્યારે 17 કાઉન્ટર્સે 52-સપ્તાહનું તળિયું બનાવ્યું હતું. વોલેટિલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા વિક્સ 1.4 ટકા ગગડી 13.64ના સ્તરે બંધ રહ્યો હતો.
એશિયન બજારોમાં મિશ્ર વલણ વચ્ચે મંગળવારે ભારતીય બજારે મજબૂત કામગીરી દર્શાવી હતી. બેન્ચમાર્ક નિફ્ટી 24142ના અગાઉના બંધ સામે 24228ની નવી ટોચ પર ખૂલી વધુ સુધરી 23236ની ટોચ પર ટ્રેડ થયો હતો. જોકે, ત્યારપછી માર્કેટમાં વેચવાલી જોવા મળી હતી અને તે 24056ના તળિયા સુધી પટકાયો હતો. બેન્ચમાર્ક સતત ત્રણ સપ્તાહથી 24000 પર બંધ દર્શાવી રહ્યો છે. જોકે 24200ની સપાટીએ તેને એક સાધારણ અવરોધનો સામનો કરવાનો થઈ રહ્યો છે. જે પાર થતાં 24500ના લેવલ્સ સંભવ છે.
મંગળવારે નિફ્ટી સપોર્ટ પૂરો પાડનારા ઘટકોમાં લાર્સન, વિપ્રો, ઈન્ફોસિસ, એચડીએફસી બેંક, ટીસીએસ, તાતા કન્ઝ્યૂમર, કોલ ઈન્ડિયા, એચસીએલ ટેક, હિંદાલ્કો, ઓએનજીસી, સિપ્લા, ગ્રાસિમ, એલટીઆઈમાઈન્ડટ્રીનો સમાવેશ થાય છે. જ્યારે બીજી બાજુ, શ્રીરામ ફાઈનાન્સ, ભારતી એરટેલ, કોટક મહિન્દ્રા, તાતા મોટર્સ, એસબીઆઈ, ઈન્ડસઈન્ડ બેંક, એચડીએફસી લાઈફ, આઈસીઆઈસીઆઈ બેંકમાં નરમાઈ જોવા મળી હતી.
સેક્ટરલ દેખાવની વાત કરીએ તો નિફ્ટી આઈટી 1.2 ટકા મજબૂતી સાથે નવી ટોચ નજીક પહોંચ્યો હતો. તેના ઘટકોમાં કોફોર્જ, વિપ્રો, ઈન્ફોસિસ, ટીસીએસ, એચસીએલ ટેક્નોલોજી, એલટીઆઈમાઈન્ડટ્રી, એમ્ફેસિસ, પર્સિસ્ટન્ટનો સમાવેશ થતો હતો. નિફ્ટી રિઅલ્ટી પણ 0.9 ટકા મજબૂતી સાથે બંધ રહ્યો હતો. જેના ઘટકોમાં ગોદરેજ પ્રોપર્ટીઝ, સોભા, ઈન્ડિયાબુલ્સ રિઅલ્ટી, ઓબેરોય રિઅલ્ટી, બ્રિગેડ એન્ટરપ્રાઈઝ, ડીએલએફ, ફિનિક્સ મિલ્સ, પ્રેસ્ટીજ એસ્ટેટમાં ખરીદી જોવા મળી હતી. નિફ્ટી એનર્જી ઈન્ડેક્સ પણ 0.35 ટકા પોઝીટીવ બંધ સૂચવતો હતો. જેમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની મહત્વની ભૂમિકા હતી. જોકે, નિફ્ટી બેંક, નિફ્ટી પીએસઈ, નિફ્ટી મેટલ જેવા સૂચકાંકો નેગેટિવ જોવા મળ્યાં હતાં. પીએસયૂ બેંક સૂચકાંક 1.8 ટકા ગગડ્યો હતો. જેના ઘટકોમાં બેંક ઓફ ઈન્ડિયા, બેંક ઓફ બરોડા, એસબીઆઈ, કેનેરા બેંક, પીએનબી, ઈન્ડિયન બેંક, યૂકો બેંક, બેંક ઓફ મહારાષ્ટ્ર વગેરે ઘટાડો દર્શાવતાં હતાં.
એનએસઈ ડેરિવેટીવ્સ સેગમેન્ટ પર નજર નાખીએ તો ગોદરેજ પ્રોપર્ટીઝ, મધરસન સુમી, લાર્સન, દિપક નાઈટ્રેટ, કોફોર્જ, આદિત્ય બિરલા ફાઈનાન્સ, વિપ્રો, ઈન્ફોસિસ, તાતા કોમ્યુનિકેશન, એસ્ટ્રાલ લિ., લૌરસ લેબ્સમાં ખરીદી જોવા મળી હતી. જ્યારે બીજી બાજુ, કેન ફિન હોમ્સ, વોડાફોન આઈડિયા, શ્રીરામ ફાઈનાન્સ, જેકે સિમેન્ટ, એનએમડીસી, ચંબલ ફર્ટિલાઈઝર, મેરિકો, એસઆરએફમાં નરમાઈ જોવા મળી હતી.
કેટલાંક વાર્ષિક કે સર્વોચ્ચ ટોચ દર્શાવનારા કાઉન્ટર્સમાં જેકે પેપર, સોલાર ઈન્ડ., સુમીટોમો, ગોદરેજ પ્રોપર્ટીઝ, ગાર્ડન રિચ, સેન્ચૂરી, વી-ગાર્ડ, મધરસન, 3એમ ઈન્ડિયા, દિપક નાઈટ્રેટ, સુંદરમનો સમાવેશ થતો હતો.
સ્પાઈસ જેટ 8 જુલાઈ સુધી એન્જિન્સ પરત નહિ કરે તો કાર્ટના અનાદરની નોટિસનો સામનો કરશે
દિલ્હી હાઈ કોર્ટે TWC એવિએશનને ત્રણ એન્જિન્સ પરત કરવામાં નિષ્ફળતા સામે સ્પાઈસજેટને ચેતવી
દિલ્હી હાઈકોર્ટે લો-કોસ્ટ ઉડ્ડયન કંપની સ્પાઈસજેટને જો તે લીઝર ટીડબલ્યુસી એવિએશનને ત્રણ એરક્રાફ્ટ એન્જીન પરત કરવામાં નિષ્ફળ જશે તો કોર્ટના અનાદરનો સામનો કરવાની ચેતવણી આપી છે. કંપનીને 8 જુલાઈ સુધીમાં ટીડબલ્યુસી એવિએશનને તેના એન્જિન્સ પરત કરવા માટે જણાવાયું છે. આ ચૂકાદો દિલ્હી હાઈકોર્ટની ડિવિઝન બેંચે આપ્યો હતો. સ્પાઈસ જેટ તરફથી 16 જૂનની ઓરિજિનલ ડેડલાઈનને લંબાવવા માટે માગણી કરવામાં આવતાં કોર્ટે આ નિર્ણય લીધો હતો.
સ્પાઈસ જેટ તરફથી વૈકલ્પિક એરક્રાફ્ટ એન્જીન મેળવવામાં અક્ષમતાને પગલે કંપની તરફથી ડેડલાઈન લંબાવવાની માગણી કરવામાં આવી હતી. સ્પાઈસ જેટના વકિલે કોર્ટને જણાવ્યું હતું કે જે એન્જિન્સ પરત આપવાની વાત થઈ રહી છે તે હાલમાં વિમાનોમાં ફિટ કરવામાં આવેલાં છે. જેને પરત કરાતાં એરલાઈન ખરાબ પરિસ્થિતિમાં મૂકાઈ શકે છે. આના કારણે એરલાઈનની કામગીરી પર અસર થવાની સંભાવના પણ દર્શાવવામાં આવી હતી. એન્જિન્સ પરત કરવાથી વિમાનોની ઉડાન અટકતાં દૈનિક 1000થી વધુ મુસાફરોનો પ્રવાસ અટકી પડશે તેવી શક્યતાં કંપનીએ દર્શાવી હતી. કંપનીના વકિલે જણાવ્યું હતું કે તેમની પાસે એન્જિન્સના રિપ્લેસમેન્ટ્સ સમયસર નહિ આવે તો એન્જિન્સને પરત કરી દેવામાં આવશે.
સરકાર કોન્કોરમાં 5-7 ટકા હિસ્સા વેચાણ માટે વિચારી શકે
કંપનીની વ્યૂહાત્મક વેચાણ યોજનાને મંદ પ્રતિભાવ પછી સરકારનો નિર્ણય
ભારત સરકાર કોન્કોરમાં પાંચથી સાત ટકા ઈક્વિટીના વેચાણ માટે વિચારણા કરે તેવી શક્યતાં છે. સરકાર તરફથી કંપનીના ખાનગીકરણના પ્રયાસને નબળા પ્રતિસાદ પછી આ વિચારણા ચાલી રહી હોવાનું સરકારી વર્તુળોનું કહેવું છે. સરકાર હિસ્સા વેચાણ માટે ક્વોલિફાઈડ ઈન્સ્ટીટ્યૂશ્નલ પ્લેસમેન્ટ(ક્યૂઆઈપી) જેવા વિકલ્પો માટે વિચારણા ચલાવી રહી છે.
એકથી વધુ સરકારી વર્તુળોના મતે કેન્દ્ર સરકારે કોન્કોરના ડિસઈન્વેસ્મન્ટને બાજુ પર મૂકી દીધું છે. કેમકે, તે કંપની માટે સંભવિત ખરીદાર મેળવવામાં નિષ્ફળ રહી હતી. કોન્કોર તરફથી લેન્ડ લીઝિંગ ફી ઘટાડવામાં અક્ષમતા તથા રેલ્વે મંત્રાલય તરફથી સપોર્ટનો અભાવ કંપની માટે ખરીદાર શોધવામાં મુખ્ય અવરોધ બન્યો હતો. જેને કારણે સરકાર તેના કંપનીમાંના 54.8 ટકા હિસ્સામાંથી 30.8 ટકા હિસ્સાનું વેચાણ કરી શકી નથી.
સરકારે નવેમ્બર 2019માં કોન્કોરમાં 30.8 ટકા હિસ્સા વેચાણને મંજૂરી આપી હતી. જે સાથે તે કોન્કોરનો મેનેજમેન્ટ કંટ્રોલ પણ ખરીદારને આપવાની હતી. જ્યારે કંપનીમાં 24 ટકા હિસ્સો પોતાની પાસે રાખવાની હતી. જોકે, આ યોજના ખૂબ વિલંબમાં પડી હતી અને પાંચ વર્ષોમાં આ મુદ્દે કોઈ પ્રગતિ સાધી શકાય નથી.
તમાકુ કંપનીઓ પર FDI નિયંત્રણ માટે સરકારની વિચારણા
કેન્દ્ર સરકાર સિગારેટ ઉત્પાદક કંપનીઓને પણ એફડીઆઈ નિયંત્રણોમાં આવરી લે તેવી શક્યતાં
આ પગલું કંપનીઓને વિદેશી કંપનીઓ સાથે ટેક્નોલોજી જોડાણમાં અવરોધરૂપ બની શકે
કેન્દ્ર સરકાર ટોબેકો સેક્ટરમાં સીધા વિદેશી રોકાણ પર પ્રતિબંધ મૂકે તેવી શક્યતાં છે. વર્તુળોના જણાવ્યા મુજબ સરકાર સિગારેટ ઉત્પાદક કંપનીઓને એફડીઆઈ પ્રતિબંધો હેઠળ આવરી લેવા માગે છે. તેમજ તે ટેક્નોલોજી જોડાણ માટે વિદેશી રોકાણ પર નિયંત્રણ લાગુ પાડી શકે છે.
જો આ પ્રસ્તાવને મંજૂર રાખવામાં આવશે તો તમાકુ પ્રોડક્ટ્સ, ટ્રેડમાર્ક અને કોઈપણ પ્રકારના તમાકુના બ્રાન્ડિંગની કોઈપણ ફ્રેન્ચાઈઝમાં એફડીઆઈ પર નિયંત્રણ લાગુ પડશે. હાલમાં સરકારી નિયમો મુજબ ટોબેકો પ્રોડક્ટ્સના ઉત્પાદનમાં કોઈપણ એફડીઆઈને મંજૂરી નથી.
આ અહેવાલ પછી આઈટીસી, ગોડફ્રે ફિલિપ્સ, વીએસટી ઈન્ડસ્ટ્રીઝ અને એનટીસી ઈન્ડસ્ટ્રીઝ તથા ગોલ્ડન ટોબેકોના શેર્સ 1-3 ટકા ઘટાડો દર્શાવતાં હતાં. હાલમાં આ પ્રસ્તાવ વાણિજ્ય મંત્રાલય હેઠળ વિચારણામાં છે. જ્યારપછી તેને કેબિનેટની મંજૂરી માટે મોકલવામાં આવશે એમ વર્તુળો જણાવે છે.
Effwa Infra & Research Limited IPO is set to launch on 5 July, 2024. The…
Ambey Laboratories Limited IPO is set to launch on 4 July, 2024. The company initiated…
Bansal Wire Industries Limited IPO is set to launch on 3 July, 2024. The company…
Emcure Pharmaceuticals Limited IPO is set to launch on 3 July, 2024. The company initiated…
Nephro Care India Limited IPO is set to launch on 28 June, 2024. The company…
Diensten Tech Limited IPO is set to launch on 26 June, 2024. The company initiated…
This website uses cookies.