બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ સમરી

શેરબજારમાં નવી ટોચ પછી આખરે પ્રોફિટ બુકિંગ જોવાયું
નિફ્ટી 24174 અને સેન્સેક્સ 79672ની સર્વોચ્ચ ટોચને સ્પર્શ્યાં
વોલેટિલિટી ઈન્ડેક્સ 2.5 ટકા ગગડી 13.80ના સ્તરે બંધ
બ્રોડ માર્કેટમાં ખરીદી પરત ફરતાં બ્રેડ્થ પોઝીટીવ
ફાર્મા, મેટલ, રિઅલ્ટી, એનર્જી, પીએસઈ, એફએમસીજીમાં મજબૂતી
પ્રાઈવેટ બેંકિંગમાં નરમાઈ
સીડીએસએલ, ચોલા ફિન, પ્રાજ ઈન્ડ., મહાનગર ગેસ, કલ્યાણ જ્વેલર નવી ટોચે
ભારતીય શેરબજારમાં સપ્તાહના આખરી સત્રના પાછોતરા ભાગમાં પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું હતું. જોકે, તે અગાઉ બેન્ચમાર્ક્સ તેમની સર્વોચ્ચ સપાટીએ ટ્રેડ થયાં હતાં. જેમાં બીએસઈ સેન્સેક્સે 79672ની જ્યારે નિફ્ટીએ 24174 સર્વોચ્ચ ટોચ દર્શાવી હતી. પાછળથી બંને બેન્ચમાર્ક્સ નેગેટીવ બંધ જોવા મળ્યાં હતાં. સેન્સેક્સ 210 પોઈન્ટ્સ ગગડી 79073ની સપાટીએ જ્યારે નિફ્ટી 34 પોઈન્ટ્સ ઘટી 24011ની સપાટીએ બંધ રહ્યાં હતાં. બ્રોડ માર્કેટમાં ખરીદી પરત ફરતાં બ્રેડ્થ પોઝીટીવ જોવા મળી હતી.  બીએસઈ ખાતે કુલ 4012 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 2180 કાઉન્ટર્સ પોઝીટીવ બંધ સૂચવતાં હતાં. જ્યારે 1725 કાઉન્ટર્સ નેગેટીવ જોવા મળ્યાં હતાં. 267 કાઉન્ટર્સે તેમની વાર્ષિક કે સર્વોચ્ચ ટોચ દર્શાવી હતી. જ્યારે 21 કાઉન્ટર્સે તેમનું 52-સપ્તાહનું તળિયું બનાવ્યું હતું. વોલેટિલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા વિક્સ 2.5 ટકા ગગડી 13.80ના સ્તરે બંધ રહ્યો હતો.
શુક્રવારે ભારતીય બજારે પોઝીટીવ ઓપનીંગ દર્શાવ્યું હતું. બેન્ચમાર્ક નિફ્ટી અગાઉના 24045ના બંધ સામે 23086ની સપાટી પર ખૂલી ઉપરમાં 24174ની ટોચ પર ટ્રેડ થયો હતો. જ્યારપછી મોટાભાગનો સમય બે બાજુ વધ-ઘટ દર્શાવતો રહ્યો હતો. જોકે, કામકાજની આખરમાં તે નેગેટીવ ઝોનમાં સરી પડ્યો હતો અને 23986ના તળિયે ટ્રેડ થયો હતો. આમ છતાં તે 24000ની સપાટી પર બંધ આપવામાં સફળ રહ્યો હતો. નિફ્ટીમાં હવે 23700નો 5-ડીએમએનો સપોર્ટ છે. જેની નીચે ટ્રેન્ડ બદલાય શકે છે.
નિફ્ટીને શુક્રવારે સપોર્ટ પૂરો પાડનારા કાઉન્ટર્સમાં ડો. રેડ્ડીઝ લેબ્સ, ઓએનજીસી, રિલાયન્સ ઈન્ડ., એસબીઆઈ લાઈફ ઈન્શ્યોરન્સ, તાતા મોટર્સ, હીરો મોટોકોર્પ, ડિવિઝ લેબ્સ, કોલ ઈન્ડિયા, એશિયન પેઈન્ટ્સ, ગ્રાસિમ, હિંદાલ્કો, તાતા કન્ઝ્યૂમર, બજાજા ઓટો, બ્રિટાનિયાનો સમાવેશ થતો હતો. બીજી બાજુ, ઈન્ડસઈન્ડ બેંક, ભારતી એરટેલ, એક્સિસ બેંક, આઈસીઆઈસીઆઈ બેંક, કોટક મહિન્દ્રા, શ્રીરામ ફાઈનાન્સ, જેએસડબલ્યુ સ્ટીલ, મારુતિ સુઝુકી, બજાજ ફિનસર્વમાં નરમાઈ જોવા મળી હતી.
સેક્ટરલ પર્ફોર્મન્સ પર નજર નાખીએ તો ફાર્મા, મેટલ, રિઅલ્ટી, એનર્જી, પીએસઈ, એફએમસીજીમાં મજબૂતી જોવા મળી હતી. જ્યારે પ્રાઈવેટ બેંકિંગ નરમાઈ દર્શાવતાં હતાં. નિફ્ટી ફાર્મા 1.11 ટકા મજબૂતી સાથે બંધ રહ્યો હતો. જેના ઘટકોમાં ડો. રેડ્ડીઝ લેબ્સ, લ્યુપિન, ડિવિઝ લેબ્સ, ઓરોબિંદો ફાર્મા, ઝાયડસ લાઈફ, બાયોકોન, આલ્કેમ લેબ, ટોરેન્ટ ફાર્મામાં મજબૂતી જોવા મળી હતી. નિફ્ટી એનર્જી પણ એક ટકાથી વધુ મજબૂતી દર્શાવતો હતો. જેના ઘટકોમાં ઓએનજીસી, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, આઈઓસી, ગેઈલ, એનટીપીસી, તાતા પાવર પોઝીટીવ બંધ સૂચવતાં હતાં. નિફ્ટી મેટલ, નિફ્ટી રિઅલ્ટી, નિફ્ટી પીએસઈ પણ પોઝીટીવ બંધ સૂચવતાં હતાં. જ્યારે નિફ્ટી રિઅલ્ટી અને નિફ્ટી પ્રાઈવેટ બેંક નેગેટીવ જોવા મળ્યાં હતાં.
એનએસઈ ડેરિવેટીવ્સ સેગમેન્ટ પર નજર નાખીએ તો મહાનગર ગેસ, જીએનએફસી, પર્સિસ્ટન્ટ, બાટા ઈન્ડિયા, એપોલો ટાયર્સ, આઈજીએલ, સેઈલ, ઈપ્કા લેબ્સ, પીએનબી, એમઆરએફ, પેટ્રોનેટ એલએનજી, ગોદરેજ પ્રોપર્ટીઝ, ટ્રેન્ટ, ઈન્ડસ ટાવર્સ, ડો. રેડ્ડીઝ લેબ્સ, ઓએનજીસી, કોરોમંડલ ઈન્ટર., વેદાંત, લ્યુપિન, રિલાયન્સ ઈન્ડ., અતુલ, મેટ્રોપોલીસ, જ્યુબિલિઅન્ટ ફૂડ, એસબીઆઈ લાઈફમાં ખરીદી જોવા મળી હતી. બીજી બાજુ, મધરસન સુમી, પોલીકેબ, વોડાફોન, કમિન્સ, સીજી કન્ઝ્યૂમર, પીવીઆર આઈનોક્સ, જીએમઆર એરપોર્ટ્સ, જેકે સિમેન્ટ, ઈન્ડસઈન્ડમાં નરમાઈ જોવા મળી હતી.
કેટલાંક વાર્ષિક કે સર્વોચ્ચ ટોચ દર્શાવનારા કાઉન્ટર્સમાં સીડીએસએલ, ચોલા ફિન., બોમ્બે બર્માહ, પ્રાજ ઈન્ડસ્ટ્રીઝ, મહાનગર ગેસ, કલ્યાણ જ્વેલર, 360 વન, આઈજીએલ, ગોદરેજ પ્રોપર્ટીઝ, જીઈ શીપીંગ, ટ્રેન્ટનો સમાવેશ થતો હતો.



સરકારની મઝગાંવ ડોક, IRFC, NFL, RCFમાં નાનો હિસ્સો વેચવાની વિચારણા
આગામી બજેટમાં નાણાપ્રધાન આ અંગે જાહેરાત કરે તેવી શક્યતાં
સરકાર 2024-25માં ડિસઈન્વેસ્ટમેન્ટમાંથી રૂ. 50 હજાર કરોડ મેળવવાનો અંદાજ રાખી શકે
કેન્દ્ર સરકાર આગામી બજેટ દરમિયાન કેટલાંક નાના જાહેર સાહસોમાં કેટલોક હિસ્સો વેચવાનો પ્રસ્તાવ રજૂ કરે તેવી શક્યતાં છે. જેમાં રેઈલ, ફર્ટિલાઈઝર અને ડિફેન્સ સેક્ટર્સના શેર્સનો સમાવેશ થાય છે. આવા સાહસોમાં મઝગાંવ ડોક શીપબિલ્ડર્સનો સમાવેશ થાય છે. સરકારી અધિકારીના જણાવ્યા મુજબ સરકાર ઓફર-ફોર-સેલ મારફતે આમ કરી શકે છે.
કેટલાંક અન્ય જાહેર સાહસો જેમાં સરકાર હિસ્સો વેચી શકે છે તેમાં આઈઆરએફસી, નેશનલ ફર્ટિલાઈઝર્સ અને રાષ્ટ્રીય કેમિકલ્સ એન્ડ ફર્ટિલાઈઝર્સના નામ વિચારાઈ રહ્યાં છે. સરકાર ઓએફએસ મારફતે આ હિસ્સો વેચવા વિચારી રહી છે. એક અંદાજ મુજબ આ હિસ્સા વેચાણમાંથી વર્ષે રૂ. 50 હજાર કરોડની રકમ ઊભી કરવામાં આવશે. જોકે, છેલ્લાં કેટલાંક વર્ષોમાં સરકાર તેના અંદાજ મુજબ ડિસઈન્વેસ્ટમેન્ટ કરી શકી નથી.
બજેટ પહેલાં ડિસઈન્વેસ્ટમેન્ટ અંગેની બેઠક ટૂંકમાં જ યોજાય તેવી શક્યતાં છે. જેમાં આ અંગે આખરી નિર્ણય લેવામાં આવશે. સરકાર આઈઆરએફસીમાં 11.36 ટકા હિસ્સો વેચી શકે છે. જેમાંથી રૂ. 7600 કરોડ ઊભા થઈ શકે છે. હાલમાં સરકાર કંપનીમાં 86.36 ટકા હિસ્સો ધરાવે છે.


જીઓ પછ ભારતી એરટેલે પણ રેટ્સમાં 20 ટકા સુધી વૃદ્ધિ કરી
કંપનીએ મોબાઈલ ARPUને રૂ. 300થી ઉપર લઈ જવાની જરૂરિયાત દર્શાવી
ભારતી એરટેલે શુક્રવારે મોબાઈલ ટેરિફમાં 20 ટકા સુધી વૃદ્ધિની જાહેરાત કરી હતી. જેનો અમલ 3 જુલાઈથી કરવામાં આવશે. ગુરુવારે રિલાયન્સ જીઓએ ટેલિકોમ ટેરિફમાં વૃદ્ધિ કરી હતી. ટેલિકોમ ઓપરેટરના નવા પ્લાન મુજબ અનલિમિટેડ કોલીંગ પ્લાન્સમાં 11-20 ટકાની વૃદ્ધિ જોવા મળશે.
જીઓએ ગુરુવારે તેના ટેરિફમાં 12-25 ટકા સુધી વૃદ્ધિ કરી હતી. બંને ટેલિકોમ કંપનીઓએ 3 જુલાઈથી નવા દરો અમલી બનશે તેમ જણાવ્યું છે. આ જાહેરાત પાછળ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનો શેર રૂ. 3100ની સપાટી પાર કરી ગયો હતો અને સર્વોચ્ચ ટોચ પર બંધ રહ્યો હતો. શુક્રવારે કામકાજની આખરમાં તે 2.28 ટકા વૃદ્ધિ સાથે રૂ. 3131ની સપાટીએ બંધ રહ્યો હતો. જ્યારે દિવસ દરમિયાન તેણે રૂ. 3162ની ટોચ દર્શાવી હતી. ભારતી એરટેલનો શેર જોકે  રૂ. 1536ની ટોચ બનાવ્યાં પછી પ્રોફિટ બુકિંગ પાછળ ગગડ્યો હતો અને 2.1 ટકા ઘટાડા સાથે રૂ. 1444.05ની સપાટીએ બંધ રહ્યો હતો. વોડાફોન આઈડિયાનો શેર પણ ઊંચા મથાળેથી પાછો પડ્યો હતો.


નવા નાણા વર્ષના પ્રથમ બે મહિનામાં નાણાકિય ખાધ સંકડાઈને 3 ટકા પર પહોંચી
કેન્દ્ર સરકારે ફેબ્રુઆરીના વચગાળાના બજેટમાં નાણા ખાધ 5.1 ટકા રહેવાનો અંદાજ મૂક્યો હતો
કેન્દ્ર સરકારે ચાલુ નાણાકિય વર્ષના પ્રથમ બે મહિના દરમિયાન 3 ટકાની નાણાકિય ખાધ દર્શાવી છે. જે અગાઉના મહિને 11.8 ટકા પર હતી એમ સરકારી ડેટા સૂચવે છે. ફેબ્રુઆરીમાં રજૂ કરેલા બજેટમાં ચાલુ વર્ષ માટે 5.1 ટકાનો નાણાકિય ખાધનો અંદાજ રજૂ કરવામાં આવ્યો હતો.
સરકારની આવક અપેક્ષા કરતાં સારી રહી હતી. બજેટમાં 15.7 ટકાના વૃદ્ધિના અંદાજ સામે તે 19 ટકા પર રહી હતી. જેમાં ટેક્સ રેવન્યૂની વૃદ્ધિ 12.3 ટકા પર જોવા મળી હતી. જે અગાઉના મહિને 11.9 ટકા પર હતી. સરકાર તરફથી મૂડી ખર્ચ પણ 12.9 ટકા પર નીચો જોવા મળ્યો હતો. જે ગયા વર્ષે 16.8 ટકા પર હતો.
સરકાર 2024-25માં નાણાકિય ખાધને 5.1 ટકા પર જ્યારે 2025-26માં 4.5 ટકા પર લાવવાનો ટાર્ગેટ ધરાવે છે. આરબીઆઈ તરફથી અપેક્ષા કરતાં ઊંચા ડિવિડન્ડની આવક પણ સરકારને મોટી રાહક પૂરી પાડી શકે છે. આરબીઆઈએ રૂ. 1 લાખ કરોડની અપેક્ષા સામે રૂ. 2.11 લાખ કરોડનું ડિવિડન્ડ જાહેર કર્યું હતું.

dhairya@socialcoffee.in

Share
Published by
dhairya@socialcoffee.in
Tags: Market Tips

Recent Posts

Effwa Infra & Research Limited IPO : Important Dates

Effwa Infra & Research Limited IPO is set to launch on 5 July, 2024. The…

2 months ago

Ambey Laboratories Limited IPO : Key Information

Ambey Laboratories Limited IPO is set to launch on 4 July, 2024. The company initiated…

2 months ago

Bansal Wire Industries Limited IPO : Key Updates

Bansal Wire Industries Limited IPO is set to launch on 3 July, 2024. The company…

2 months ago

Emcure Pharmaceuticals Limited IPO : Company Information

Emcure Pharmaceuticals Limited IPO is set to launch on 3 July, 2024. The company initiated…

3 months ago

Nephro Care India Limited IPO : Key Information

Nephro Care India Limited IPO is set to launch on 28 June, 2024. The company…

3 months ago

Diensten Tech Limited IPO : Important Dates

Diensten Tech Limited IPO is set to launch on 26 June, 2024. The company initiated…

3 months ago

This website uses cookies.