બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ સમરી


શેરબજાર નવી ટોચેઃ સેન્સેક્સે 78000ની સપાટી પાર કરી, નિફ્ટીએ 23700 કૂદાવ્યું
વોલેટિલિટી ઈન્ડેક્સ 2 ટકા વધી 14.31ના સ્તરે બંધ રહ્યો
નિફ્ટી બેંક 2 ટકા ઉછળી 52600ની સપાટી પાર કરી ગયો
બ્રોડ માર્કેટમાં જોકે ઊંચા મથાળે વેચવાલીના સંકેત
ફાઈ. સર્વિસિઝ, આઈટીમાં મજબૂતી
ઓટો, મેટલ, એફએમસીજી, રિઅલ્ટીમાં નરમાઈ
અમરારાજા, રેમન્ડ, એલઆઈસી હાઉસિંગ, શ્રીરામ ફાઈ., સિટી યુનિયન બેંક, એક્સિસ બેંક નવી ટોચે
ઓલકાર્ગો નવા તળિયે
ભારતીય શેરબજારમાં તેજીવાળાઓની આક્રમક લેવાલી પાછળ બેન્ચમાર્ક્સ તેમની સર્વોચ્ચ ટોચ પર પહોંચ્યાં હતાં. બેન્ચમાર્ક સેન્સેક્સ 712 પોઈન્ટ્સ ઉછળી 78054ની સપાટીએ જ્યારે નિફ્ટી 183 પોઈન્ટ્સ ઉછળી 23721ની સપાટીએ બંધ રહ્યાં હતાં. બ્રોડ માર્કેટમાં જોકે ઊંચા મથાળે વેચવાલી પાછળ બ્રેડ્થ નરમ જોવા મળી હતી. બીએસઈ ખાતે કુલ 4000 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 2075 નેગેટીવ બંધ સૂચવતાં હતાં. જ્યારે 1808 કાઉન્ટર્સે પોઝીટીવ બંધ દર્શાવ્યું હતું. 312 કાઉન્ટર્સ તેમની વાર્ષિક કે સર્વોચ્ચ ટોચ પર બંધ રહ્યાં હતાં. જ્યારે 21 કાઉન્ટર્સે 52-સપ્તાહનું તળિયું બનાવ્યું હતું. વોલેટિલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા વિક્સ 1.8 ટકા મજબૂતી સાથે 14.31ના સ્તરે બંધ રહ્યો હતો.
એશિયન બજારોમાં મિશ્ર ટ્રેન્ડ વચ્ચે ભારતીય બજારે ગેપ-અપ ઓપનીંગ દર્શાવ્યું હતું. શરૂઆતી બે કલાકમાં જોકે તેણે ફ્લેટ ટ્રેડ દર્શાવ્યો હતો. જ્યારે પાછળથી પ્રાઈવેટ બેંકિંગમાં ભારે તેજી પાછળ સેન્સેક્સ અને નિફ્ટી તેમની સર્વોચ્ચ સપાટીએ પહોંચી ગયાં હતાં. નિફ્ટી 23754ની ટોચ દર્શાવી 23721 પર બંધ આપવામાં સફળ રહ્યો હતો. ટ્રેડર્સ 23200ના સ્ટોપલોસ સાથે લોંગ પોઝીશન જાળવી શકે છે. નિફ્ટીનું ટાર્ગેટ 23900નો રહેશે.
મંગળવારે નિફ્ટીને સપોર્ટ પૂરો પાડનારા ઘટકોમાં શ્રીરામ ફાઈનાન્સ, એક્સિસ બેંક, આઈસીઆઈસીઆઈ બેંક, એચડીએફસી બેંક, એચડીએફસી લાઈફ, ટેક મહિન્દ્રા, લાર્સન, વિપ્રો, એસબીઆઈ, બ્રિટાનિયા, બજાજ ફિનસર્વ, ઈન્ફોસિસ, રિલાયન્સ ઈન્ડ., સન ફાર્મા, એસબીઆઈ લાઈફ, એપોલો હોસ્પિટલ, ટીસેસ, અલ્ટ્રાટેક સિમેન્ટનો સમાવેશ થતો હતો. બીજી બાજુ, બીપીસીએલ, આઈશર મોટર્સ, પાવર ગ્રીડ કોર્પોરેશન, એશિયન પેઈન્ટ્સ તાતા સ્ટીલ, ઓએનજીસી, કોલ ઈન્ડિયા, બજાજ ઓટો, અદાણી એન્ટરપ્રાઈઝિસમાં નરમાઈ જોવા મળી હતી.
સેક્ટરલ પર્ફોર્મન્સની વાત કરીએ તો પ્રાઈવેટ બેંકિંગ ઉપરાંત ફાઈ. સર્વિસિઝ, આઈટીમાં મજબૂતી જોવા મળતી હતી. જ્યારે ઓટો, મેટલ, એફએમસીજી, રિઅલ્ટી નરમાઈ દર્શાવતાં હતાં. નિફ્ટી બેંક 52747ની ટોચ બનાવી 52606ની સર્વોચ્ચ સપાટીએ બંધ રહ્યો હતો. જેના ઘટકોમાં એક્સિસ બેંક, આઈસીઆઈસીઆઈ બેંક, એચડીએફસી બેંક, એસબીઆઈ, કોટક મહિન્દ્રા બેંક, એયૂ સ્મોલ ફાઈનાન્સ બેંક, ઈન્ડસઈન્ડ બેંકમાં ખરીદી જોવા મળી હતી. નિફ્ટી આઈટી પણ લગભગ એક ટકા મજબૂતી દર્શાવતો હતો. નિફ્ટી ફિન સર્વિસિઝમાં 2 ટકાનો ઉછાળો નોંધાયો હતો અને તે 23511ની સર્વોચ્ચ ટોચ પર બંધ રહ્યો હતો. જેના ઘટકોમાં શ્રીરામ ફાઈનાન્સ, એચડીએફસી એએમસી, એક્સિસ બેંક, મૂથૂત ફાઈનાન્સ, આઈસીઆઈસીઆઈ બેંક, એચડીએફસી બેંકમાં ઊંચી ખરીદી નીકળી હતી. નિફ્ટી રિઅલ્ટી પોણા બે ટકા ઘટાડો સૂચવતો હતો.
એનએસઈ ડેરિવેટીવ્સ સેગમેન્ટ પર નજર નાખીએ તો એલઆઈસી હાઉસિંગ ફાઈ., એપોલો ટાયર, શ્રીરામ ફાઈ., સિટી યુનિયન બેંક, એચડીએફસી એએમસી, એક્સિસ બેંક, એમસીએક્સ ઈન્ડિયા, એલએન્ડટી ફાઈ., જેકે સિમેન્ટ, મધરસ, મૂથૂત ફાઈનાન્સ, બોશમાં નોઁધપાત્ર ખરીદી જોવા મળી હતી. બીજી બાજુ, યુનાઈટેડ બ્રૂઅરિઝ, ઓબેરોય રિઅલ્ટી, નવીન ફ્લોરિન, બીપીસીએલ, ચંબલ ફર્ટિલાઈઝર્સ, એનએમડીસી, ઈન્ડિયા સિમેન્ટ્સ, બંધન બેંક, ઈપ્કા લેબ્સમાં વેચવાલી નીકળી હતી.
કેટલાંક વાર્ષિક કે સર્વોચ્ચ ટોચ દર્શાવનારા કાઉન્ટર્સમાં અમરા રાજા બેટરીઝ, ક્રાફ્ટ્સમેન, ગાર્ડન રિચ, રેમન્ડ, એલઆઈસી હાઉસિંગ, શ્રીરામ ફાઈનાન્સ, સિટી યુનિયન બેંક, કાયનેસ ટેક, એક્સિસ બેંક, નિપ્પોન, મધરસન સુમી, આઈસીઆઈસીઆઈ બેંક, કેન ફિન હોમ્સ, ફિનોલેક્સ કેબલ્સનો સમાવેશ થતો હતો. બીજી બાજુ, ઓલકાર્ગો નવા તળિયે ટ્રેડ થયો હતો.



ચાલુ નાણા વર્ષે અદાણી જૂથ રૂ. 1.3 લાખ કરોડનું રોકાણ કરશે
જૂથ ઈક્વિટી મારફતે 3 અબજ ડોલર સુધીની રકમ ઊભી કરશે
મોટાભાગનું રોકાણ એરપોર્ટ અને ગ્રીન એનર્જી બિઝનેસિસમાં કરશે
અદાણી જૂથ ચાલુ નાણા વર્ષ 2024-25માં રૂ. 1.3 લાખ કરોડનું રોકાણ કરશે એમ જૂથ સીએફઓ જૂગશિંદર સિંઘે જણાવ્યું હતું. આમાંથી રૂ. 34000 કરોડનું રોકાણ અદાણી ગ્રીન એનર્જી કરશે. જૂથનું મોટાભાગનું રોકાણ એરપોર્ટ અને ગ્રીન એનર્જી બિઝનેસિસમાં જોવા મળશે. આ રોકાણ માટેના મોટાભાગના નાણા કંપનીના ઓપરેશન્સમાંથી આવશે. જ્યારે આંશિક રકમ થર્ડ પાર્ટી પાસેથી મેળવવાની જરૂર રહેશે.
નાણા વર્ષ 2023-24માં અદાણી જૂથ કંપનીઓએ રૂ. 82000 કરોડનો કેશ ફ્લો દર્શાવ્યો હતો. આમ, કંપની મોટો આંતરિક સ્રોત ધરાવે છે. કંપનીના ફંડિંગ પ્લાન્સમાં 3 અબજ ડોલર સુધીના ઈક્વિટી કેપિટલને ઊભા કરવાનો સમાવેશ થાય છે. જે અદાણી એન્ટરપ્રાઈઝિસ અને અન્ય જૂથ કંપનીઓ મારફતે હશે. આ માટે અદાણી એન્ટરપ્રાઈઝિસ અને અદાણી ટ્રાન્સમિશને શેરધારકોની મંજૂરી પણ મેળવી લીધી છે. જૂથ 2024-25માં 3 અબજ ડોલરના ડેટના રિફાઈનાન્સિંગ માટેનું પણ વિચારી રહી છે.
અદાણી જૂથ આગામી 10-વર્ષઓમાં એનર્જી ટ્રાન્ઝિશન અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટર્સમાં 100 અબજ ડોલરનું રોકાણ કરવાનું આયોજન ધરાવે છે. કંપની 2026 સુધીમાં તેના ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટર્સનો આઈપીઓ લોંચ કરવા ધારે છે.


શેરબજારમાં વિદેશી રોકાણકારોએ એક વર્ષની સૌથી લાંબી ખરીદી દર્શાવી
વિદેશી રોકાણકારોએ સતત 10-સત્રોથી ખરીદીનો ક્રમ જાળવ્યો
21 જૂન સુધીમાં એફઆઈઆઈની કુલ 3.4 અબજ ડોલરની ખરીદી જોવા મળી
વૈશ્વિક મ્યુચ્યુલ ફંડ્સે ભારતીય શેરબજારમાં સતત 10 દિવસોથી ખરીદી જાળવી છે. જે એક વર્ષમાં સૌથી લાંબો સમયગાળો છે. કેન્દ્રમાં નરેન્દ્ર મોદી સરકારની સ્થાપના પાછળ નીતિઓ ચાલુ રહેવાની શક્યતાં પાછળ આમ બન્યું છે.
એફઆઈઆઈએ 21 જૂન સુધીમાં 3.4 અબજ ડોલરના મૂલ્યના શેર્સ ખરીદ્યાં છે. જેણે 4 જૂન પછી શેરબજારમાં જોવા મળેલા 4.8 અબજ ડોલરના આઉટફ્લોને ઘણે અંશે સરભર કરવામાં સહાયતા કરી છે. ભાજપને સંપૂર્ણ બહુમતી નહિ મળવાથી વિદેશી સંસ્થાઓ તરફથી વેચવાલી નોંધાઈ હતી.
વિદેશી સંસ્થાઓ તરફથી ખરીદી શરૂ થવાથી તેમજ સ્થાનિક સંસ્થાઓ તરફથી મજબૂત ફંડ ફ્લો પાછળ અગાઉથી મોંઘા જણાતાં વેલ્યૂએશન વધુ મોંઘા બન્યાં છે. એનએસઈનો નિફ્ટી 50 તેની સર્વોચ્ચ સપાટીએ ટ્રેડ થઈ રહ્યો છે. તે હરિફ બજારો કરતાં ઊંચું વેલ્યૂએશન દર્શાવી રહ્યો છે.



કેન્દ્રિય બજેટમાં 100 જોગવાઈઓને ગુનાકિય કાર્યવાહીમાંથી દૂરકરશે
ઈઝ ઓફ ડુઈંગને વેગ આપવા માટે સરકારના પ્રયાસો
જન વિશ્વાસ બિલ-2ના પ્રસ્તાવ હેઠળ આમ કરવામાં આવશે
આગામી કેન્દ્રિય બજેટમાં ઈઝ ઓફ ડુઈંગ પર ભાર મૂકવામાં આવે તેવી શક્યતાં છે. જેમાં વિવિધ નિયમો હેઠળની 100થી વધુ જોગવાઈઓને ગુનાકિય કાર્યવાહી હેઠળથી દૂર કરવામાં આવે તેવી શક્યતાં છે. આવા નિયમોમાં ઈન્કમ ટેક્સ એક્ટનો સમાવેશ પણ થતો હશે. જન વિશ્વાસ બિલની બીજી આવૃત્તિ હેઠળ આમ કરવામાં આવશે એમ સરકારી વર્તુળો જણાવે છે.
જન વિશ્વાસ બિલ-2ને લગભગ આખરી ઓપ આપવામાં આવી ચૂક્યો છે. વિવિધ નિયમો હેઠળ 580 જોગવાઈઓનું એનાલિસીસ કરવામાં આવ્યું છે. આમાંથી 310ને તે છે તેમ જાળવવામાં આવી છે. જ્યારે બાકીની જોગવાઈઓને ગુનાકિય કાર્યવાહીથી બાકાત કરવા માટે વિચારાયું છે. જેની જાહેરાત કેન્દ્રિય બજેટમાં કરવામાં આવી શકે છે એમ નામ નહિ આપવાની શરતે વર્તુળો જણાવે છે.
નવો નિયમ સામાન્ય ભૂલો માટે ગુનાકિય કાર્યવાહી અને કેદ જેવી કામગીરીને દૂર કરવા માગે છે. આ ફેરફારો રોકાણકારોના વિશ્વાસને વેગ આપવા માટે કરવામાં આવશે. તેમજ આના કારણે જંગી ભારણથી લદાયેલી અદાલતોને પણ રાહત આપવાનો પ્રયાસ છે. આવી જોગવાઈઓમાં ટીડીએસની ચૂકવણીમાં વિલંબ જેવી બાબતોનો સમાવેશ થાય છે.
જે નિયમોને ગુનાકિય કાર્યવાહીથી દૂર કરવાની વિચારણા કરવામાં આવી છે તેમાં સેબી એક્ટ, સિક્યૂરિટીઝ કોન્ટ્રેક્ટ્સ(રેગ્યુલેશન) એક્ટ, ડિપોઝીટરીઝ એક્ટ, નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રુરલ ડેવલપમેન્ટ એક્ટ, નેશનલ હાઉસિંગ બેંક એક્ટ, ડિપોઝીટ ઈન્શ્યોરન્સ એન્ડ ક્રેડિટ ગેરંટી કોર્પોરેશન એક્ટ, બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, પેમેન્ટ એન્ડ સેટલમેન્ટ સિસ્ટમ એક્ટ, આરબીઆઈ એક્ટ, ક્રેડિટ ઈન્ફોર્મેશન કંપનીઝ(રેગ્યુલેશન) એક્ટ વગેરેને સમાવેશ થાય છે.

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage