બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ સમરી

શેરબજારે સર્વોચ્ચ ટોચ બનાવી પ્રોફિટ બુકિંગ પાછળ નરમ બંધ દર્શાવ્યું
જોકે, નિફ્ટી 23500ની સપાટી જાળવી રાખવામાં સફળ
વોલેટિલિટી ઈન્ડેક્સ 1.3 ટકા ગગડી 13.18ના સ્તરે બંધ
બ્રોડ માર્કેટમાં પણ વેચવાલી જોવાઈ
આઈટી, મેટલ, મિડિયામાં મજબૂતી
એફએમસીજી, પીએસયૂ બેંક, ઓટોમાં નરમાઈ
ટીટાગઢ, રેમન્ડ, કલ્યાણ જ્વેલર, સુઝલોન એનર્જી નવી ટોચે
ઓલકાર્ગો નવા તળિયે
શુક્રવારે સપ્તાહના આખરી સત્રમાં શેરબજાર બેન્ચમાર્ક્સ તેમની નવી ટોચ દર્શાવ્યાં પછી પ્રોફિટ બુકિંગ પાછળ નરમ પડ્યાં હતાં અને ઘટાડા સાથે બંધ જોવા મળ્યાં હતાં. બીએસઈ સેન્સેક્સ 269 પોઈન્ટ્સ ગગડી 77210ની સપાટીએ જ્યારે નિફ્ટી 66 પોઈન્ટ્સ ગગડી 23501 પર બંધ રહ્યાં હતાં. બ્રોડ માર્કેટમાં પણ વેચવાલી નીકળી હતી અને બ્રેડ્થ નેગેટીવ જોવા મળતી હતી. બીએસઈ ખાતે 3987 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 2586 નેગેટીવ બંધ સૂચવતાં હતાં. જ્યારે 1784 કાઉન્ટર્સ પોઝીટીવ બંધ જોવા મળતાં હતાં. 279 કાઉન્ટર્સે તમની વાર્ષિક અથવા સર્વોચ્ચ ટોચ દર્શાવી હતી. જ્યારે 9 કાઉન્ટર્સે 52-સપ્તાહનું તળિયું બનાવ્યું હતું. વોલેટિલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા વિક્સ 1.27 ટકા ગગડી 13.18ના સ્તરે બંધ રહ્યો હતો.
વૈશ્વિક બજારોમાં મહ્દઅંશે નરમાઈ વચ્ચે ભારતીય બજારે મજબૂતી સાથે કામગીરીની શરૂઆત કરી હતી. બેન્ચમાર્ક નિફ્ટી અગાઉના 23567ના બંધ સામે 23661 પર ખૂલી ઉપરમાં 23667ની ટોચ દર્શાવી પરત પડ્યો હતો. ઈન્ટ્રા-ડે તેણે 23398નું બોટમ દર્શાવ્યું હતું અને 23500 પર બંધ રહેવામાં સફળ રહ્યો હતો. નિફ્ટી કેશ સામે નિફ્ટી ફ્યુચર 41 પોઈન્ટ્સ ડિસ્કાઉન્ટમાં 23460 પર બંધ રહ્યો હતો. જે લોંગ પોઝીશન હળવી થઈ હોવાનું સૂચવે છે. ટ્રેડર્સ 23200ના સ્ટોપલોસ સાથે લોંગ પોઝીશન જાળવી શકે છે. જેની નીચે 22900નો સપોર્ટ રહેશે. ઉપરમાં 22600નો અવરોધ જોવા મળે છે. જે પાર થશે તો 22900નું લેવલ સંભવ છે.
સપ્તાહના આખરી સત્રમાં નિફ્ટીને સપોર્ટ પૂરો પાડનારા ઘટકોમાં ભારતી એરટેલ, એલટીઆઈમાઈન્ડટ્રી, હિંદાલ્કો, ઈન્ફોસિસ, અદાણી પોર્ટ્સ, જેએસડબલ્યુ સ્ટીલ, ડો. રેડ્ડીઝ લેબ્સ, ટીસીએસ, એનટીપીસીનો સમાવેશ થતો હતો. બીજી બાજુ, અલ્ટ્રાટેકસિમેન્ટ, અદાણી એન્ટરપ્રાઈઝ, બીપીસીએલ, તાતા મોટર્સ, લાર્સન, એચયૂએલ, તાતા કન્ઝ્યૂમર, નેસ્લેમાં નરમાઈ જોવા મળી હતી.
સેક્ટરલ પર્ફોર્મન્સની વાત કરીએ તો આઈટી, મેટલ, મિડિયામાં મજબૂતી જોવા મળી હતી. જ્યારે એફએમસીજી, પીએસયૂ બેંક, ઓટો નરમાઈ દર્શાવતાં હતાં. નિફ્ટી આઈટી પોણો ટકો મજબૂતી દર્શાવતો હતો. જેના ઘટકોમાં એલટીઆઈમાઈન્ડટ્રી, કોફોર્જ, પર્સિસ્ટન્ટ, ઈન્ફોસિસ, ટીસીએસમાં ખરીદી જોવા મળી હતી. નિફ્ટી પીએસયૂ બેંક એક ટકાથી વધુ ગગડ્યો હતો. નિફ્ટી એફએમસીજી 0.7 ટકા ડાઉન બંધ દર્શાવતો હતો.
એનએસઈ ડેરિવેટીવ્ઝ સેગમેન્ટ પર નજર નાખીએ તો ગ્રેન્યૂલ્સ ઈન્ડિયા, પીવીઆર આઈનોક્સ, હેવેલ્સ ઈન્ડિયા, વોડાફોન આઇડિયા, એસ્કોર્ટ્સ કુબાટો, એસ્ટ્રાલ, ભારતી એરટેલમાં ખરીદી જોવા મળી હતી. બીજી બાજુ, ચંબલ ફર્ટિલાઈઝર્સ, જીએનએફસી, કોરોમંડલ, બાલક્રિષ્ણા ઈન્ડ., મેરિકો, ચોલા ઈન્વે., રામ્કો સિમેન્ટ્સમાં વેચવાલી જોવા મળી હતી.
કેટલાંક વાર્ષિક કે સર્વોચ્ચ ટોચ દર્શાવનારા કાઉન્ટર્સમાં ટીટાગઢ, રેમન્ડ, કલ્યાણ જ્વેલર્સ, સુઝલોન એનર્જી, બેયર ક્રોપસાઈન્સ, ઝેનસાર ટેક્નોલોજી, ફર્ટિ એન્ડ કેમિ., ગ્રેન્યૂલ્સ ઈન્ડિયા, એસ્કોર્ટ્સ કુબોટાનો સમાવેશ થતો હતો.



વોડાફોને તમામ સર્કલ્સમાં 5G રોલઆઉટ પૂર્ણ કર્યું
ટેલિકોમ કંપનીના શેરમાં શુક્રવારે 3 ટકાથી વધુ મજબૂતી જોવા મળી
દેશમાં ત્રીજા ક્રમની ટેલિકોમ કંપની વોડાફોન આઈડિયાએ 17 સર્કલ્સમાં 5જી રોલઆઉટની કામગીરી પૂર્ણ કરી છે. આ અહેવાલ પાછળ કંપનીના શેરમાં મજબૂતી જોવા મળી હતી.  ટેલિકોમ વિભાગ તરફથી નેટવર્ક ટેસ્ટીંગ પણ થઈ ચૂક્યું હોવાનું કંપનીએ જણાવ્યું છે.
વોડાફોન આઈડિયાનો શેર શુક્રવારે 3-4 ટકાની મજબૂતી દર્શાવતો હતો. તે રૂ. 17ની સપાટી કૂદાવી ગયો હતો. છેલ્લાં ત્રણ મહિનામાં તે 40 ટકાથી વધુનું રિટર્ન દર્શાવી રહ્યો છે. કંપનીએ જોકે રોલઆઉટ ઓબ્લિગેશન પેટે રૂ. 1 કરોડની પેનલ્ટી ચૂકવવાની થઈ હોવાનું વર્તુળો જણાવે છે. ટેલિકોમ કંપનીઓએ લાયસન્સની શરતો મુજબ રોલઆઉટ ઓબ્લિગેશન્સ હાથ ધરવાના હોય છે. જો તેમાં કોઈ શરતચૂક થાય તો પેનલ્ટી ચૂકવવાની રહે છે. કંપની પાસે 15 ઓગસ્ટ, 2024 સુધીની ડેડલાઈન હતી. ડેડલાઈન પછી સ્પેક્ટ્રમ લાયસન્સ સસ્પેન્ડ થતાં હોય છે.
અગાઉ ચાલુ સપ્તાહે વોડાફોન આઈડિયાએ ઈન્ડુસ ટાવર્સમાં તેના 18 ટકા હિસ્સાનું વેચાણ કર્યું હતું. જેમાંથી રૂ. 15300 કરોડ ઊભાં કર્યાં હતાં. કંપનીએ આ રકમનો કેટલોક હિસ્સો બેંક્સના બાકી નીકળતાં ડેટ ચૂકવણામાં વાપરશે તેમ જણાવ્યું હતું.



ફિનટેક કંપની પાઈન લેબ્સ 1 અબજ ડોલરનો IPO લાવે તેવી શક્યતાં
પાઈન લેબ્સ નવા તથા સેકન્ડરી શેર્સનું વેચાણ કરશે
પીક XV પાર્ટનર્સ અને માસ્ટરકાર્ડ ઈન્ક સમર્થિત એશિયન ડિજીટલ પેમેન્ટ્સ પ્રોવાઈડર પાઈન લેબ્સ ભારતીય બજારમાં 1 અબજ ડોલર(રૂ. 8300 કરોડ)ના આઈપીઓ સાથે પ્રવેશવા માટે વિચારી રહી હોવાનું વર્તુળો જણાવે છે. ભારતીય શેરબજારમાં વર્તમાન તેજીને જોતાં કંપની આમ કરી શકે છે.
કંપની આઈપીઓમાં 6 અબજ ડોલરથી વધુના વેલ્યૂએશનની ઈચ્છા ધરાવતી હોવાનું વર્તુળો ઉમેરે છે. કંપનીના આઈપીઓમાં સેકન્ડરી શેર્સ સાથે નવા શેર્સનું વેચાણ પણ કરવામાં આવશે એમ તેઓ જણાવે છે. તેમજ કંપની પ્રિ-આઈપીઓ ફંડરેઈઝીંગ પણ કરે તેવી શક્યતાં છે.
અગાઉ વન97 કોમ્યુનિકેશન્સ લિ. તરફથી ભારતીય બજારમાં રૂ. 18500 કરોડનો આઈપીઓ લાવવામાં આવ્યો હતો. જ્યારપછી પાઈન લેબ્સનો આઈપીઓ બીજો સૌથી મોટો પ્રાઈવેટ આઈપીઓ બની રહેશે. અગાઉ, 2022માં કંપનીએ યુએસ સિક્યૂરિટીઝ એન્ડ એક્સચેન્જ કમિશન સમક્ષ આઈપીઓ માટે પ્રક્રિયા કરી હતી.
ભારતીય શેરબજારમાં ચાલુ વર્ષે અત્યાર સુધીમાં આઈપીઓ મારફતે 7 અબજ ડોલરની રકમ ઊભી કરવામાં આવી છે. જે 2023ની સરખામણીમાં ત્રણ ગણી છે. જે સૂચવે છે કે ભારતીય બજાર હાલમાં વૈશ્વિક સ્તરે સૌથી હોટ માર્કેટ છે. પાઈન લેબ્સ ભારતના 3700 શહેરોમાં પાંચ લાખથી વધુ મર્ચન્ટ્સને સેવા પૂરી પાડે છે.

dhairya@socialcoffee.in

Share
Published by
dhairya@socialcoffee.in
Tags: Market Tips

Recent Posts

Effwa Infra & Research Limited IPO : Important Dates

Effwa Infra & Research Limited IPO is set to launch on 5 July, 2024. The…

2 months ago

Ambey Laboratories Limited IPO : Key Information

Ambey Laboratories Limited IPO is set to launch on 4 July, 2024. The company initiated…

2 months ago

Bansal Wire Industries Limited IPO : Key Updates

Bansal Wire Industries Limited IPO is set to launch on 3 July, 2024. The company…

2 months ago

Emcure Pharmaceuticals Limited IPO : Company Information

Emcure Pharmaceuticals Limited IPO is set to launch on 3 July, 2024. The company initiated…

3 months ago

Nephro Care India Limited IPO : Key Information

Nephro Care India Limited IPO is set to launch on 28 June, 2024. The company…

3 months ago

Diensten Tech Limited IPO : Important Dates

Diensten Tech Limited IPO is set to launch on 26 June, 2024. The company initiated…

3 months ago

This website uses cookies.