રાષ્ટ્રીયકૃત બેંકો માં ટૂંકાગાળા નો પોઝીટીવ ટ્રેન્ડ

કેલેન્ડર વર્ષ ૨૦૧૨ માં બેંકનિફ્ટી નિફ્ટી ની સરખામણીએ જબ્બર આઉટ-પરફોર્મ કરી, જયારે ગયું આખું વર્ષ બેન્કિંગ શેરો માં કોઈ જ મોટા સુધારા નોધાયા નહી.

રાષ્ટ્રીયકૃત બેંકો માં ટ્રેન્ડ સરવાળે નરમી નો રહ્યો. પરંતુ, વર્ષાન્તે કેટલાક શેરો માં પોઝીટીવ ઝોન નું નિર્માણ થયું છે.

હાલ માં કેનેરા બેંક, યુનિયન બેંક અને આંધ્રાબેંક માં આવો પોઝીટીવ ટ્રેન્ડ જોવાયો છે.

કેનેરા બેંક:

નવેમ્બર માસ ના અંત થી શરુ થયેલ પોઝીટીવ ટ્રેન્ડ હજી પણ અકબંધ છે.

canbk

હાલ માં ૧૦૦ દિવસ ની એક્ષ્પોનેન્શીય્લ એવરેજ પર એક ક્રોસ-ઓવર બનવા જઈ રહ્યું છે. સોમવાર ના નીચા ભાવ ૨૭૪.૬૦ ના સ્ટોપલોસ થી ૩૦૫ ના ટાર્ગેટ માટે આ શેર ગણતરી માં લઇ શકાય.

 

યુનિયન બેંક:

સોમવાર ના નીચા ભાવ ૧૨૬.૫૫ ના સ્ટોપલોસ થી આ શેર માં તેજી ની પોઝીશન જાળવી શકાય. ગઈકાલ ના રોજ ૧૦૦ દિવસ ની એક્ષ્પોનેન્શીય્લ એવરેજ પર આ શેર નો બંધ જોવાયો છે.

unionbank

 

દૈનિક ચાર્ટ પર હાલ માં બ્રેક-આઉટ તરફી હોઈ, આ શેર માં તેજી તરફી ટ્રેન્ડ હજી પણ અકબંધ છે.

 

શીતલપૂરી ગોસ્વામી

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage