ઈન્ટ્રા-ડે વોલેટિલિટી વચ્ચે ફ્લેટ બંધ દર્શાવતું બજાર
વૈશ્વિક સ્તરે સાર્વત્રિક વેચવાલીનો માહોલ
વોલેટિલિટી ઈન્ડેક્સ 1.3 ટકા ગગડી 13.31ની સપાટીએ
પીએસઈ, મેટલ, એનર્જી, બેંકિંગ તરફથી સપોર્ટ
આઈટી અને ફાર્મામાં નરમાઈ
યસ બેંક, આઈઆરબી ઈન્ફ્રા, એનસીસી વાર્ષિક ટોચે
લૌરસ લેબ્સ, રોસારી બાયોટેકમાં નવું તળિયું
બ્રોડ માર્કેટમાં ધીમી ખરીદી જોવાઈ
વૈશ્વિક શેરબજારોમાં સાર્વત્રિક નરમાઈ વચ્ચે ભારતીય બજારે પ્રમાણમાં સારી શરૂઆત દર્શાવી હતી. માર્કેટ ગેપ-ડાઉન ઓપનીંગ બાદ બાઉન્સ થયું હતું અને ફ્લેટ બંધ આપવામાં સફળ રહ્યું હતું. બીએસઈ સેન્સેક્સ 51 પોઈન્ટ્સ નરમાઈ સાથે 62135ની સપાટીએ જ્યારે નિફ્ટી-50 અડધા પોઈન્ટ્સના સુધારે 18497ની સપાટી પર બંધ રહ્યાં હતાં. લાર્જ-કેપ્સમાં ખરીદી વચ્ચે માર્કેટ બ્રેડ્થ પોઝીટીવ જોવા મળી હતી. નિફ્ટીમાં સમાવિષ્ટ 50 કાઉન્ટર્સમાંથી 28 પોઝીટીવ બંધ દર્શાવી રહ્યાં હતાં. જ્યારે 22 કાઉન્ટર્સ નેગેટિવ જોવા મળતાં હતાં. બ્રોડ માર્કેટમાં પણ ધીમી ખરીદી જોવા મળી હતી અને બ્રેડ્થ સાધારણ પોઝીટીવ રહી હતી. વોલેટિલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા વિક્સ 1.29 ટકા ઘટાડે 13.31ની સપાટીએ બંધ રહ્યો હતો.
ગયા શુક્રવારે યુએસ બજારમાં શરૂઆતી મજબૂતી બાદ વેચવાલી નીકળતાં તે લગભગ એક ટકા નેગેટિવ બંધ દર્શાવતાં હતાં. જેની પાછળ એશિયન બજારોમાં ઘટાડો જોવા મળતો હતો. જેમાં હોંગ કોંગ 2 ટકાથી વધુ નરમાઈ સાથે બંધ રહ્યું હતું. જ્યારે ચીન, કોરિયા, તાઈવાન અને સિંગાપુર પણ નરમાઈ દર્શાવતાં હતાં. યુરોપિયન બજારો પણ રેડ ઝોનમાં ઓપન થયાં હતાં. જોકે આ બધા વચ્ચે નિફ્ટી પ્રમાણમાં મજબૂત જળવાય રહ્યો હતો. દિવસની શરૂઆત 18402ના સ્તરે કર્યાં બાદ ઝડપથી સુધરી 18522ની ઈન્ટ્રા-ડે ટોચ પર જોવા મળ્યો હતો. જ્યાંથી ફરી રેડિશ બન્યાં બાદ આખરે પોઝીટીવ બંધ રહ્યો હતો. નિફ્ટી ફ્યુચર્સ કેશની સામે 109 પોઈન્ટ્સ પ્રિમીયમમાં 18606ની સપાટીએ બંધ રહ્યો હતો. નિફ્ટી કાઉન્ટર્સમાં સુધરવામાં બીપીસીએલ ટોચ પર હતો. તે 3 ટકાથી વધુ મજબૂતી દર્શાવતો હતો. જ્યારે આ ઉપરાંત ડિવિઝ લેબ્લ, કોલ ઈન્ડિયા, એપોલો હોસ્પિટલ, યૂપીએલ, નેસ્લે, ઓએનજીસી, તાતા સ્ટીલ, ડો. રેડ્ડીઝ લેબ્સ અને અલ્ટ્રાટેક સિમેન્ટ મુખ્ય હતાં. બીજી બાજુ ઘટવામાં એશિયન પેઈન્ટ્સ 2 ટકા સાથે મોખરે હતો. ઉપરાંત ઈન્ફોસિસ, ટાઈટન કંપની, કોટક બેંક, આઈશર મોટર્સ, અદાણી પોર્ટ્સ અને સિપ્લા એક ટકાથી વધુ નરમાઈ સૂચવી રહ્યાં હતાં.
સેક્ટરલ દેખાવની વાત કરીએ તો જાહેર ક્ષેત્રના શેર્સનો દેખાવ સારો રહ્યો હતો. જે સિવાય એનર્જી, મેટલ, બેંકિંગ અને ઓટો પણ પોઝીટીવ જોવા મળ્યાં હતાં. પીએસઈ કાઉન્ટર્સમાં ઓઈલ માર્કેટિંગ કંપનીઓ ઉપરાંત પાવર ફાઈનાન્સ, ગેઈલ, એનએમડીસી, કોલ ઈન્ડિયા, ભેલ, ઓએનજીસી અને નાલ્કો પણ પોઝીટીવ જોવા મળી રહ્યાં હતાં. મેટલ કાઉન્ટર્સમાં એનએમડીસી, જિંદાલ સ્ટીલ, કોલ ઈન્ડિયા, તાતા સ્ટીલ અને નાલ્કો પણ પોઝીટીવ ટ્રેડ દર્શાવી રહ્યાં હતાં. રિઅલ્ટી ક્ષેત્રે હેમિસ્ફિઅર, ગોદરેજ પ્રોપર્ટીઝ, ઓબેરોય રિઅલ્ટી, પ્રેસ્ટીજ એસ્ટેટ મજબૂત રહ્યાં હતાં. બેંકિંગ ક્ષેત્રે પીએસયૂ બેંક્સમાં લેવાલી જળવાય હતી. તે 1.4 ટકા સુધારે બંધ રહ્યો હતો. પંજાબ એન્ડ સિંધ બેંક 10 ટકા ઉછળ્યો હતો. આ સિવાય જેએન્ડકે બેંક, યુનિયન બેંક, આઈઓબી, પીએનબી, બેંક ઓફ મહારાષ્ટ્ર, બેંક ઓફ ઈન્ડિયા અને યૂકો બેંક પણ 3 ટકાથી વધુ મજબૂતી દર્શાવતાં હતાં. એસબીઆઈ અને ઈન્ડિયન બેંક નરમાઈ સાથે બંધ રહ્યાં હતાં. પ્રાઈવેટ બેંક્સમાં આઈડીએફસી ફર્સ્ટ બેંક, એચડીએફસી બેંક, એક્સિસ બેંક, ઈન્ડસઈન્ડ બેંકે પોઝીટીવ બંધ આપ્યું હતું. ઓટો કાઉન્ટર્સમાં ભારત ફોર્જ, અમર રાજા બેટરીઝ, હીરો મોટોકોર્પ, મારુતિ, અશોક લેલેન્ડ ગ્રીનમાં જોવા મળી રહ્યાં હતાં. એફએમસીજી સેક્ટરમાં મેરિકો 2 ટકા સુધારો દર્શાવતો હતો. આ સિવાય નેસ્લે, તાતા કન્ઝ્યૂમર્સ, ડાબર ઈન્ડિયા, આઈટીસી પણ પોઝીટીવ બંધ રહ્યાં હતાં.
એનએસઈ ડેરિવેટિવ્સ કાઉન્ટર્સમાં એચપીસીએલ 5 ટકા સાથે સુધરવામાં ટોચ પર હતો. આ ઉપરાંત હનીવેલ ઓટોમેશન, પીએનબી, દાલમિયા ભારત, પોલીકેબ, ઈન્ટરગ્લોબ એવિએશન, આઈઓસી, પર્સિસ્ટન્ટ, સિમેન્સ, પીએફસી, એપોલો ટાયર્સ, આરબીએલ બેંક, ગેઈલ નોંધપાત્ર સુધારો દર્શાવતાં હતાં. બીજી બાજુ નવીન ફ્લોરિન 4 ટકા ગગડ્યો હતો. જે સિવાય મેટ્રોપોલિસ હેલ્થકેર, ગોદરેજ કન્ઝ્યૂમર, ડિક્સોન ટેક્નોલોજી, ગ્લેનમાર્ક, ક્યુમિન્સ, એલએન્ડટી ટેક્નોલોજી, લૌરસ લેબ્સ અને પિડિલાઈટ ઈન્ડસ્ટ્રીઝ પણ નોંધપાત્ર ઘટાડો સૂચવતાં હતાં. વાર્ષિક અથવા સર્વોચ્ચ સપાટી પર બંધ દર્શાવનાર કાઉન્ટર્સમાં ફર્ટિલાઈઝર્સ એન્ડ કેમિકલ્સ 12 ટકાથી વધુ ઉછળ્યો હતો અને વર્ષોની ટોચ પર બંધ રહ્યો હતો. આ સિવાય કલ્યાણ જ્વેલર્સ, યસ બેંક, આઈઆરબી ઈન્ફ્રા, રેડિંગ્ટન, એનસીસી, ગોડફ્રે ફિલિપ્સ, એપોલો ટાયર્સ, યુનાઈટેડ બ્રૂઅરિઝ અને લક્ષ્મી મશીન્સ નવી ટોચ દર્શાવતાં હતાં. બીજી બાજુ લૌરસ લેબ્સ અને રોસારી બાયોટેકે તેમના વાર્ષિક તળિયાં બનાવ્યાં હતાં. બ્રોડ માર્કેટની વાત કરીએ તો બીએસઈ ખાતે 3786 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 1815 પોઝીટીવ બંધ દર્શાવતાં હતાં. જ્યારે 1773 કાઉન્ટર્સે નેગેટિવ બંધ રહ્યાં હતાં. 129 કાઉન્ટર્સે તેમની વાર્ષિક ટોચ બનાવી હતી. જ્યારે 56 કાઉન્ટર્સે 52-સપ્તાહનું તળિયું નોંધાવ્યું હતું. 198 કાઉન્ટર્સ તેમના અગાઉના બંધ ભાવે ફ્લેટ બંધ જોવા મળ્યાં હતાં.
કેલેન્ડર 2022માં સૌથી વધુ IPO નવેમ્બરમાં લિસ્ટ થયાં
જોકે ગયા વર્ષે નવેમ્બરમાં ઊભા કરવામાં આવેલા 15.4 અબજ ડોલર સામે ચાલુ વર્ષે સમાનગાળામાં માત્ર 7.6 અબજ ડોલર ઊભા થયાં
પૂરા થવા જઈ રહેલા કેલેન્ડર 2022માં નવેમ્બર મહિના દરમિયાન સૌથી વધુ આઈપીઓ લિસ્ટીંગ્સ જોવા મળ્યું હતું. જે દાયકામાં લિસ્ટીંગને રીતે ચોથો સૌથી મોટો મહિનો રહ્યો હોવાનું એક રિસર્ચ રિપોર્ટ જણાવે છે. સેકન્ડરી માર્કેટ તેની ટોચ પર હોવાના કારણે આઈપીઓ સાથે પ્રવેશવા ઈચ્છતી કંપનીઓ માટે અનૂકૂળતા ઊભી થઈ હતી.
નવેમ્બરમં નિફ્ટી-50એ 18614ની સર્વોચ્ચ ટોચ દર્શાવી હતી જ્યારે સેન્સેક્સ 63284ની ટોચ પર બંધ રહ્યો હતો. નવેમ્બરમાં 32 આઈપીઓ મારફતે માર્કેટમાંથી 7.6 અબજ ડોલર ઊભા કરવામાં આવ્યાં હતાં. આમાં સૌથી મોટો આઈપીઓ ફાઈવ-સ્ટાર બિઝનેસ ફાઈનાન્સનો હતો. તેણે રૂ. 2700 કરોડ ઊભા કર્યાં હતાં. કેલેન્ડર 2022નો સૌથી મોટો આઈપીઓ એલઆઈસીનો હતો. જેણે રૂ. 20,557 કરોડ મેળવ્યાં હતાં. જોકે નવેમ્બર 2021માં આઈપીઓ મારફતે ઊભા કરવામાં આવેલા 15.4 અબજ ડોલર સામે ચાલુ વર્ષે સમાનગાળામાં અડધાથી પણ ઓછી રકમ ઊભી કરવામાં આવીહતી. ગયા વર્ષે નવેમ્બરમાં વિક્રમી 53 આઈપીઓ બજારમાં પ્રવેશ્યાં હતાં. જોકે નવેમ્બર 2022માં સમગ્રતયા ડિલ્સની સંખ્યા સૌથી નીચી રહી હતી. ગયા મહિને એમએન્ડએ અને પીઈ ડિલ્સ પણ માત્ર 119 પર જોવા મળ્યાં હતાં. જે નવેમ્બર 2021માં 198ની સામે 40 ટકા ઘટાડો દર્શાવતાં હતાં. વાર્ષિક ધોરણે ડિલ વેલ્યૂ 37 ટકા ગગડી રૂ. 2219 કરોડ પર જોવા મળી હતી. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 3537 કરોડ પર હતી. એનર્જી અને નેચરલ રિસોર્સિસ સેક્ટરમાં સૌથી ઊંચા એમએન્ડએ ડિલ્સ જોવા મળ્યાં હતાં. જ્યારે વોલ્યુમની રીતે સ્ટાર્ટ-અપ્સે સૌથી ઊંચા ડિલ્સ નોંધાવ્યા હતાં. સિંગાપુર સ્થિત સેમ્બકોર્પે વિક્ટર ગ્રીનની 33.5 કરોડ ડોલરમાં કરેલી ખરીદી સૌથી મોટું એમએન્ડએ ડિલ હતું. જ્યારે પ્રાઈવેટ ઈક્વિટી ક્ષેત્રે કેકેઆરે સેરેન્ટિકા રિન્યૂએબલ્સમાં કરેલું 20 કરોડ ડોલરનું રોકાણ સૌથી મોટું ડિલ હતું.
જેપી એસોસિએટ્સ રૂ. 5666 કરોડમાં સિમેન્ટ-પાવર યુનિટ્સ વેચશે
જૂથ તેનું ડેટ ઘટાડવા માટે દાલમિયા સિમેન્ટ્સને બાકીનો સિમેન્ટ બિઝનેસ વેચશે
જયપ્રકાશ એસોસિએટ્સ તેના સિમેન્ટ અને પાવર પ્લાન્ટ્સનું દાલમિયા સિમેન્ટ્સને રૂ. 5666 કરોડના એન્ટરપ્રાઈઝ વેલ્યૂ પર વેચશે એમ કંપનીએ સ્ટોક એક્સચેન્જિસને ફાઈલીંગમાં જણાવ્યું છે. આ ખરીદી બાદ દાલમિયા સિમેન્ટની ક્ષમતામાં 94 લાખ ટનની વૃદ્ધિ જોવા મળશે. જેમાં 67 લાખ ટનની ક્લિન્કર ક્ષમતા જ્યારે 280 મેગાવોટ સુધીની થર્મલ પાવર ક્ષમતાનો સમાવેશ થાય છે. આ પ્લાન્ટ્સ મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ અને છત્તીસગઢ સ્થિત છે.
આ ટ્રાન્ઝેક્શન ડ્યૂ ડિલિજન્સને આધીન રહેશે. ઉપરાંત કાયદાકીય મંજૂરીઓ તથા જરૂરી કોમ્પ્લાયન્સિસ પણ મહત્વનો બની રહેશે. જેમાં કંપનીના લેન્ડર્સ તરફથી તથા કંપનીના જોઈન્ટ પાર્ટનર તરફથી મંજૂરીનો પણ સમાવેશ થશે. જેપી એસોસિએટ્સને એક્ઝિક્યૂટીવ ચેરમેન મનોજ ગૌરના જણાવ્યા મુજબ કંપની તેના ડેટને ઘટાડવા માટે પગલાં લઈ રહી છે અને લેન્ડર્સને ઋણ ચૂકવી રહી છે. ડેટ ચૂકવણી માટે કંપનીએ 2014-2017 સુધીમાં અલ્ટ્રાટેક સિમેન્ટને તેની 2 કરોડ ટનની સિમેન્ટ ક્ષમતાનું વેચાણ કર્યું છે. જ્યારે 2015માં દાલમિયા ગ્રૂપને 20 લાખ ટનની સિમેન્ટ ક્ષમતામાં બહુમતી હિસ્સાનું વેચાણ કર્યું હતું. લેન્ડર્સને ડેટ ચૂકતે કરી કોર બિઝનેસ એરિયા પર ફોકસ કરી શકાય તે માટે જયપ્રકાશ એસોસિએટ્સે સિમેન્ટ બિઝનેસમાંથી સંપૂર્ણપણે એક્ઝિટ લેવાનું નક્કી કર્યું છે. દાલમિયા જૂથને આ ખરીદી બાદ યૂપી અને એમપીના ઊંચો ગ્રોથ દર્શાવી રહેલા માર્કેટમાં પ્રવેશ મળશે એમ એનાલિસ્ટ્સ માની રહ્યાં છે. આ ખરીદી સાથે દાલમિયાની સ્થાનિક ક્ષમતા વર્તમાન 3.7 કરોડ ટન પરથી વધી 4.8 કરોડ ટન પર પહોંચશે. જ્યારે 2023-24માં તે 6 કરોડ ટન પર પહોંચશે. જે તેને શ્રી સિમેન્ટની 5.6 કરોડ ટનની ક્ષમતા કરતાં આગળ લઈ જશે. જોકે આ ખરીદી બાદ દાલમિયા હાલમાં લગભગ ડેટ ફ્રી કંપનીમાંથી નેટ ડેટ કંપની બનશે એમ એનાલિસ્ટ્સ ઉમેરે છે.
પેટીએમ બાયબેક માટે IPOની રકમનો ઉપયોગ નહિ કરી શકે
નિયમ કોઈપણ કંપની આઈપીઓની રકમનો ઉપયોગ બાયબેકમાં કરી શકે નહિ
કંપની આઈપીઓ પ્રાઈસથી નીચા ભાવે શેર બાયબેક કરે તેવી અટકળો
દેશમાં ડિજિટલ પેમેન્ટ્સ પ્રોવાઈડર પેટીએમની માલિક કંપની વન 97 કોમ્યુનિકેશન્સ તેની પ્રસ્તાવિત બાયબેક ઓફર માટે તેણે ગયા વર્ષે મેગા આઈપીઓ મારફતે ઊભી કરેલા નાણાનો ઉપયોગ કરી શકશે નહિ. કેમકે નિયમો અનુસાર આમ કરવા પર પ્રતિબંધ છે એમ વર્તુળો જણાવે છે. તેમના મતે કંપની આ હેતુ માટે તેની મજબૂત લિક્વિડિટીનો ઉપયોગ કરશે. છેલ્લા અર્નિંગ્સ રિપોર્ટ મુજબ પેટીએમ પાસે રૂ. 9182 કરોડની લિક્વિડીટી રહેલી છે.
કંપનીનું બોર્ડ 13 ડિસેમ્બરે શેર બાયબેક પ્રસ્તાવ પર વિચારણા માટે મળવાનું છે. એક્સચેન્જને એક ફાઈલીંગમાં કંપનીએ ગુરુવારે જણાવ્યું હતું કે કંપનીની વર્તમાન લિક્વિડીટી અથવા નાણાકિય સ્થિતિ જોતાં શેર બાયબેક રોકાણકારો માટે લાભદાયી બની શકે છે એમ મેનેજમેન્ટ માને છે. ગયા કેલેન્ડરની આખરમાં શેરબજાર પર લિસ્ટ થયેલો પેટીએમનો શેર એક વર્ષ બાદ નવેમ્બર 2022 સુધીમાં 70 ટકા જેટલું ધોવાણ દર્શાવતો હતો. વૈશ્વિક સ્તરે ટેક્નોલોજી કંપનીઓના શેર્સમાં વેચવાલી તથા કંપનીની નફાકારક્તાને લઈને ઊભા થયેલા સવાલો આ પાછળ કારણભૂત હતાં. ઉપરાંત સ્થાનિક બજારમાં વધી રહેલી સ્પર્ધા અને માર્કેટિંગ તથા એમ્પ્લોયી સ્ટોક ઓપ્શન્સને લઈને જોવા મળી રહેલા ખર્ચને કારણે પણ ચિંતા ઊભી થઈ હતી. માર્કેટ વર્તુળોના જણાવ્યા મુજબ મૂડી બજારના નિયમો મુજબ કોઈપણ કંપની આઈપીઓ મારફતે ઊભી કરવામાં આવેલી રકમનો ઉપયોગ શેર બાયબેક માટે કરી શકે નહિ. પેટીએમે નવેમ્બર 2021માં આઈપીઓ મારફતે રૂ. 18300 કરોડ ઊભા કર્યાં હતાં.
કંપનીએ ગયા મહિને જણાવ્યાં મુજબ આગામી 12-18 મહિનામાં તે ફ્રી કેશ ફ્લો પોઝીટીવ કંપની બની જશે. બજાર વર્તુળો પણ એવો સંકેત આપી રહ્યાં છે કે કંપની કેશ ફ્લો જનરેશનની નજીક છે. જેનો ઉપયોગ બિઝનેસ વિસ્તરણમાં થઈ શકશે. કંપની બાયબેક માટે આઈપીઓ ફંડનો ઉપયોગ કરશે તેવી અટકળોના પ્રતિભાવમાં વર્તુળો જણાવે છે કે નિયમો કોઈપણ કંપનીને આમ કરવાથી અટકાવે છે. આઈપીઓમાંથી મેળવવામાં આવેલી રકમનો ઉપયોગ માત્ર તે જે હેતુ માટે મેળવવામાં આવી હોય તે માટે જ થઈ શકે છે. માર્કેટ રેગ્યુલેટર તરફથી આઈપીઓ રકમના ઉપયોગનું મોનીટરીંગ પણ કરવામાં આવે છે. તાજેતરમાં જ એનાલિસ્ટ્સ સાથે યોજાયેલી મિટિંગમાં પેટીએમના ટોપ મેનેજમેન્ટે દર્શાવ્યું હતું કે તેઓ કેશ ફ્લો જનરેશનની નજીક છે. જેનો ઉપયોગ ભવિષ્યમાં વિસ્તરણ માટે કરવામાં આવશે. વર્તુળોના જણાવ્યા મુજબ કંપની બાયબેક માટે તેની પાસે આઈપીઓ અગાઉ પડેલા કેશ રિઝર્વ્સનો ઉપયોગ કરશે. જ્યારે આગામી ક્વાર્ટર્સમાં ઊભા થનારા કેશ ફ્લોનો વિસ્તરણમાં ઉપયોગ કરશે. કંપનીએ હજુ સુધી શેર બાયબેકને લઈને કોઈ વિગત પૂરી પાડી નથી. બોર્ડ મિટિંગ યોજાયા બાદ તે આ વિગતો આપે તેવી શક્યતાં છે. તે આઈપીઓ પ્રાઈસથી નીચેના ભાવે શેર બાયબેક કરે તેવી અટકળો પણ ચાલી રહી છે. એક અન્ય નિયમ મુજબ કંપની બાયબેક માટે નેગોશ્યેટેડ ડિલ્સ પણ હાથ ધરી શકતી નથી.
શિખર ધવન 7.5 કરોડ ડોલરના સ્પોર્ટ્સ ટેક ફંડ લોંચ કરશે
ભારતીય ક્રિકેટ ટીમનો ઓપનર શિખર ધવન સ્પોર્ટ્સ ટેક ફંડ લોંચ કરનાર પ્રથમ એશિયન રમતવીર બનશે. આ વેન્ચર કેપિટાલીસ્ટ ફંડ સ્પોર્ટ્સના તમામ ક્ષેત્રોમાં ઈનોવેશન પર ફોકસ કરશે. 7.5 કરોડ ડોલરનું ગ્લોબલ ઈન્વેસ્ટમેન્ટ ફંડમાં 2.5 કરોડ ડોલરના ગ્રીન શૂ ઓપ્શનનો સમાવેશ પણ થતો હશે એમ વાર્ષિક અબુ ધાબી ગ્લોબલ માર્કેટ ફાઈનાન્સ વીક દરમિયાન કરવામાં આવેલી જાહેરાતમાં જણાવાયું હતું. ધવને એક યાદીમાં જણાવ્યું હતું કે તેઓ વેન્ચર કેપિટલની દુનિયામાં નવી ઈનિંગ્સની શરુઆત કરવા જઈ રહ્યાં છે. મારા કમર્સિયલ પાર્ટનર્સના સહયોગ તથા આરંભિક ટીમની પ્રતિબધ્ધતા વિના ચાલુ સપ્તાહે આ જાહેરાત કરવાનું શક્ય બન્યું ના હોત. તેઓ 2023-24ના પ્રથમ ક્વાર્ટરમાં રોકાણની પ્રક્રિયા શરૂ કરશે.
બ્રેન્ટ ક્રૂડ વાયદો 2022ના તળિયા પર ટ્રેડ થયો
વૈશ્વિક માગમાં ઘટાડાના ગભરાટ પાછળ બ્રેન્ટ ક્રૂડ વાયદો કેલેન્ડર 2022ની સૌથી નીચી સપાટીએ ટ્રેડ થયો હતો. સોમવારે ક્રૂડ વાયદો એક ટકા ઘટાડા પાછળ 75.26 ડોલર પ્રતિ બેરલના જાન્યુઆરી પછીના તળિયા પર ટ્રેડ દર્શાવ્યું હતું. ડિસેમ્બર 2021ની આખરમાં તે 72 ડોલર આસપાસ ટ્રેડ થઈ રહ્યો હતો. જોકે ફેબ્રુઆરીમાં રશિયા-યૂક્રેન યુધ્ધ બાદ તે ઉછળીને 120 ડોલરન સપાટી કૂદાવી ગયો હતો. છેલ્લાં એક મહિનામાં તે 90 ડોલરની નીચે જ જોવા મળ્યો છે. ચીન ખાતેથી નવેમ્બર માટેનો ક્રેડિટ ડેટા અપેક્ષાથી નબળો આવવા પાછળ ક્રૂડના ભાવ પર દબાણ જોવા મળ્યું હતું. ક્રૂડમાં નરમાઈ ભારત જેવા અર્થતંત્ર માટે વરદાનરૂપ સાબિત થઈ શકે છે.
ડોલર સામે રૂપિયો 26 પૈસા ગગડ્યો
વૈશ્વિક ડોલરમાં નરમાઈ વચ્ચે રૂપિયામાં ડોલર સામે ઘટાડો જોવા મળ્યો હતો. ચાલુ સપ્તાહે યુએસ ફેડ તરફથી રેટમાં 50 બેસીસ પોઈન્ટ્સની વૃદ્ધિ બાદ હોકિશ ટોન જળવાય રહેવાની શક્યતા પાછળ ઈમર્જિંગ માર્કેટ ચલણોમાં નરમાઈ જોવા મળી હતી. રૂપિયો ગયા શુક્રવારે 82.28ના બંધ સામે સોમવારે 82.54ની સપાટીએ બંધ રહ્યો હતો. જે તેની ઓલ-ટાઈમ લો તરફ આગળ વધી રહ્યો છે. ચાલુ કેલેન્ડરમાં રૂપિયો ડોલર સામે 10 ટકા જેટલો ઘસાઈ ચૂક્યો છે. ગયા સપ્તાહાંતે યુએસ ખાતે પ્રોડ્યૂસર પ્રાઈસ ડેટા અપેક્ષાથી ઊંચી વૃદ્ધિ દર્શાવી રહ્યો હતો. બુધવારે ફેડની રેટ વૃદ્ધિ અગાઉ મંગળવારે નવેમ્બર માટેનો સીપીઆઈ ડેટા પણ જાહેર થવાનો છે. સોમવારે ગોલ્ડ સહિતની કોમોડિટીઝમાં નરમાઈ જોવા મળી રહી હતી. બીજી બાજુ ડોલર ઈન્ડેક્સ પણ 105ની નીચે નરમાઈ દર્શાવતો હતો.
કોર્પોરેટ હેડલાઈન્સ
ટીસીએસઃ અગ્રણી આઈટી કંપની સામે તેના એક ભૂતપૂર્વ કર્મચારીએ ભારતીય અને સાઉથ એશિયનની તરફેણ કરવા બદલ ફરિયાદ કરી છે. કંપની નોન-સાઉથ એશિયન અને નોન-ઈન્ડિયન એપ્લિકેન્ટ્સ તથા એમ્પ્લોઈઝ સાથે કહેવાતો ભેદભાવ રાખી રહી હોવાનો આક્ષેપ કર્યો છે. ફરિયાદી શોન કાત્ઝેએ યુનાઈટેડ સ્ટેટ્સ ડિસ્ટ્રીક્ટ કોર્ટ ફોર ધ ડિસ્ટ્રીક્ટ ઓફ ન્યૂજર્સમાં 7 ડિસેમ્બરે ફરિયાદ કરી હતી.
ગ્લેનમાર્કઃ યુએસએફડીએએ અગ્રણી ફાર્મા ઉત્પાદક કંપનીને ગોવા સ્થિત પ્લાન્ટ ખાતે મેન્યૂફેક્ચરિંગમાં ત્રુટિઓ બદલ ચેતવણી આપી છે. જેમાં જરૂરી લેબોરેટરી કંટ્રોલ મિકેનીઝમ સ્થાપિત કરવાની નિષ્ફળતાનો સમાવેશ પણ થાય છે. છેલ્લાં કેટલાંક મહિનાઓમાં યૂએસએફડીએ ફરી ભારતીય ફાર્મા કંપનીઓ પર તવાઈ લાવી રહી છે.
પીએનબીઃ પીએસયૂ બેંક એટી1 બોન્ડ ઈસ્યુ મારફતે રૂ. 1000 કરોડ ઊભા કરવા માગે છે. ડિસેમ્બરની શરૂમાં ટિયર-2 બોન્ડ્સ મારફતે રૂ. 4000 કરોડ ઊભા કર્યાં બાદ બેંક વધુ ફંડ માટે આમ કરી રહી છે. બેંકના બોર્ડે રૂ. 12000 કરોડની મૂડી એકત્ર કરવા માટેની મંજૂરી આપેલી છે. જેમાં રૂ. 5500 કરોડ ટિયર-1 કેપિટલ અને રૂ. 6500 કરોડની ટિયર-2 કેપિટલનો સમાવેશ થાય છે.
શ્રેઈ જૂથઃ શ્રેઈ જૂથની બે નાદાર કંપનીઓ માટે કોન્સોલિડેટેડ કમિટિ ઓફ ક્રેડિટર્સે બીડર્સને 15 ડિસેમ્બર સુધીમાં તેમના રેઝોલ્યુશન પ્લાન્સમાં સુધારો કરવા માટેનો સમય આપ્યો છે. જોકે સીઓસી 5 જાન્યુઆરી 2023 સુધીમાં કોર્પોરેટ ઈન્સોલ્વન્સી પ્રક્રિયા પૂરી કરવાની ડેડલાઈન માટે પ્રતિબધ્ધ હોવાનું તેણે જણાવ્યું છે.
તાતા ગ્રૂપઃ તાતા ગ્રૂપ દેશમાં 100 આસપાસ એક્સક્લૂઝિવ એપલ સ્ટોર્સ ખોલવા માટે વિચારી રહ્યું છે. આઈફોન ઉત્પાદક એપલ, તાતા જૂથની ઈન્ફિનિટી રિટેલ સાથે જોડાણ કરી રહ્યું છે. ઈન્ફિનિટી રિટેલ ક્રોમા સ્ટોર ચેઈન ચલાવે છે. તે એપલ ફ્રેન્ચાઈઝ પાર્ટનર બનીને 500-600 ચો. ફૂટના 100 સ્ટોર્સ ઓપન કરવાની ઈચ્છા ધરાવે છે એમ વર્તુળો જણાવે છે.
સ્ટીલ કંપનીઝઃ કેન્દ્ર સરકાર સ્પેશ્યાલિટી સ્ટીલ કંપનીઓને પ્રોડક્શન-લિંક્ડ ઈન્સેન્ટિવ્સનો લાભ આપશે. આ માટે સ્પેશ્યાલિટી સ્ટીલ પીએલઆઈ સ્કીમ હેઠળ 67 એપ્લિકેશન્સની પસંદગી કરવામાં આવી છે.
ઝાયડસ લાઈફઃ ફાર્મા કંપનીએ યૂએસએફડીએ પાસેથી સિલોડોસિન અને પ્રેગાબાલીન કેપ્સ્યૂલ માટે આખરી મંજૂરી મેળવી છે.
મેરિકોઃ કંપનીએ વિયેટનામીઝ પર્સનલ કેર બ્રાન્ડ બ્યૂટી એક્સમાં 100 ટકા હિસ્સાની ખરીદી કરી છે. કંપનીના શેરના ભાવમાં 2 ટકા વૃદ્ધિ જોવા મળી હતી.
એનટીપીસીઃ પીએસયૂ પાવર ઉત્પાદક કંપનીએ તમિલનાડુમાં ઈટ્ટાયાપુરમ ખાતે 162.27 મેગાવોટ સોલાર પાવર ક્ષમતાને કાર્યાન્વિત કરી છે.
એરલાઈન સ્ટોક્સઃ સ્થાનિક એર ટ્રાફિક ડેટા સૂચવે છે કે 10 ડિસેમ્બરના રોજ કોવિડ બાદ સૌથી ઊંચો ટ્રાફિક જોવા મળ્યો હતો. જે ઉડ્ડયન સેક્ટરમાં હાઈ ઓક્યૂપન્સી પરત ફરી રહી હોવાનું સૂચવે છે.
વોડાફોન આઈડિયાઃ ટેલિકોમ કંપની અને એટીસીએ ઓસીડી સબસ્ક્રિપ્શન માટેની આખરી તારીખને પરસ્પર સહમતિ મારફતે લંબાવી છે.
Effwa Infra & Research Limited IPO is set to launch on 5 July, 2024. The…
Ambey Laboratories Limited IPO is set to launch on 4 July, 2024. The company initiated…
Bansal Wire Industries Limited IPO is set to launch on 3 July, 2024. The company…
Emcure Pharmaceuticals Limited IPO is set to launch on 3 July, 2024. The company initiated…
Nephro Care India Limited IPO is set to launch on 28 June, 2024. The company…
Diensten Tech Limited IPO is set to launch on 26 June, 2024. The company initiated…
This website uses cookies.