યુરોપ અને યુએસ ખાતે કોવિડ કેસિસના બીજા રાઉન્ડને જોતાં વૈશ્વિક બજારો ફરી એકવાર સાવચેત બન્યાં છે. ફ્રાન્સ ખાત પ્રથમવાર 54 હજારના વિક્રમી કેસિસ આવ્યાં છે. જેને કારણે સોમવારે એશિયન બજારો ફ્લેટ ખૂલ્યાં છે. એસજીએક્સ નિફ્ટી પણ 6 પોઈન્ટ્સનો સાધારણ ઘટાડો દર્શાવે છે. સોમવારે માર્કેટમાં કોન્સોલિડેશન ચાલુ રહે તેવી શક્યતા છે. ભારતીય બજારે છેલ્લા બે મહિનામાં વૈશ્વિક બજારોને આઉટપર્ફોર્મ કર્યાં છે અને એવું બની શકે કે સોમવારે શરૂઆતી દોર બાદ તેજીવાળાઓ બજાર પર અંકુશ સ્થાપવાનો પ્રયાસ કરે અને બજારને 12 હજાર પાર કરાવી પણ છે. બીજું સ્થાનિક સ્તરે કોરોનાના કેસિસ તેની ટોચથી લગભગ અડધા થઈ ચૂક્યાં છે. રિકવરી રેટ પણ ઘણો સારો છે અને તેથી સ્થાનિક સેન્ટિમેન્ટ પર કોઈ મોટી અસર ના પડે તેવું બને.
મહત્વના વૈશ્વિક-સ્થાનિક અહેવાલોઃ
• યુએસ ખાતે હાઉસ સ્પીકર નેન્સી પેલોસીએ જણાવ્યું છે કે હાઉસ ઓફ ચેમ્બર ચાલુ સપ્તાહે મહામારીને લઈને રિલીફ પ્લાનને પસાર કરી શકે છે. જોકે વ્હાઈટ હાઉસ સાથે હજુ પણ આ મુદ્દે સમજૂતી નથી સધાઈ. યુએસ બજાર આ ન્યૂઝ પાછળ નીચલા સ્તરેથી સુધરીને ફ્લેટ બંધ રહ્યું હતું.
• ઈટાલી ખાતે ઈન્ફેક્શન્સ વધતાં આંશિક લોકડાઉન જાહેર કરવામાં આવ્યુ છે. સ્પેન ખાતે રાત્રિ કર્ફ્યુ લાગુ પાડવામાં આવ્યો છે. જોકે આમ છતાં શુક્રવારે ફ્ટૂસી, કેક અને ડેક્સ એક ટકાથી વધુ સુધારા સાથે બંધ આવ્યાં હતાં.
• એશિયન માર્કેટ્સ સોમવારે સવારે ફ્લેટ ટ્રેડ થઈ રહ્યાં છે. યુએસ ખાતે સ્ટીમ્યુલસની અપેક્ષાએ વિતેલા સપ્તાહે શરૂઆતી દોરમાં તેઓએ મજબૂતી દર્શાવી હતી.
• કોરોના કેસિસ વધતાં બ્રેન્ટ ક્રૂડ 42 ડોલર પ્રતિ બેરલ નીચે ટ્રેડ થઈ રહ્યું છે. લિબિયા ખાતેથી સપ્લાય પણ પુનઃ સ્થાપિત થતાં ક્રૂડમાં નરમાઈ જોવા મળી છે.
કોર્પોરેટ ડેવલપમેનટ્સ
• અગ્રણી પ્રાઈવેટ બેંક કોટક મહિન્દ્રા અન્ય ખાનગી બેંક ઈન્ડ્સઈન્ડની ખરીદી માટેની શક્યતા ચકાસી રહી હોવાના અહેવાલ છે. જે બંને બેંક શેર્સ માટે પોઝીટીવ બાબત બની શકે છે. ઈન્ડ્સઈન્ડ બેંકે આ અહેવાલને નકારી કાઢ્યો છે.
• રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝને એક સેટબેકમાં ફ્યુચર્સ જૂથની ખરીદી ખોરંભે પડી છે. આર્બિટ્રેડરે વૈશ્વિક ઈ-ટેલર્સ અમેઝોનની ફરિયાદને આધારે હાલમાં આ ડિલ પર રોક લગાવી છે. રિલાયન્સે 3.4 અબજ ડોલરમાં ફ્યુચર્સ ગ્રૂપના વિવિઝ બિઝનેસ ખરીદ્યાં હતાં. રિલાયન્સ ઈન્ડ. માટે આ અહેવાલ નેગેટિવ સાબિત થઈ શકે છે.
• વેદાંતે પ્રથમવાર રૂ. 9.5નું વચગાળાનું ડિવિડન્ડ જાહેર કર્યું છે.
આજના પરિણામોઃ
• એંજલ બ્રોકિંગ, કોટક બેંક, લક્ષ્મી મશીન, મેક્સ ફાઈનાન્સિયલ, મેક્સ વેન્ચર, એમએન્ડએમ ફાઈનાન્સિયલ, પોલિ મેડિક્યોર, એસબીઆઈ લાઈફ, ટોરન્ટ ફાર્મા.