શુક્રવાર ના રોજ નિફ્ટી સ્પોટ બંધ રહ્યો છે ૬૩૧૩. વર્ષ ૨૦૧૦ ના નવેમ્બર માસ ની શરૂઆત માં નિફ્ટી સાપ્તાહિક ધોરણે ૬૩૦૦ ની ઉપર બંધ રહી હતી. તે પછી છેક હમણાં ગયા ઓક્ટોબર ના છેલ્લા અઠવાડિયા માં નિફ્ટી સ્પોટ માં બંધ રહી હતી ૬૩૧૭.૩૫. સાપ્તાહિક દ્રષ્ટીએ ચાર્ટ પર ટેકનીકલી કેટલાક નેગેટીવ ડાયવર્જ્ન્સ બન્યા છે અને એટલે જ પહેલી નજરે નિફ્ટી ની આ તેજી છેતરામણી જરૂર લાગે. પરંતુ, અગર મંથલી ચાર્ટ પર નજર કરીએ તો એ સ્પષ્ટ છે કે ઓગસ્ટ મહિના પછી નિફ્ટી ફરી પાછી માસિક ધોરણે ઓલ-ટાઈમ હાઈ પર બંધ થવા તરફ છે. સોમ અને મંગળવાર ના બે દિવસો માં કોઈ મોટી વેચવાલી ન આવે અને નિફ્ટી આ જ ૬૩૦૦ ના આંક ની ઉપર બંધ રહે, એટલે માસિક સ્તરે નિફ્ટી ઓલ-ટાઈમ હાઈ પર ત્રણ મહિના માં બીજી વખત બંધ રહેશે.
એક તરફ નિફ્ટી જ્યાં આ ઊંચા સ્તરોએ બંધ બતાવી રહી છે, પણ ટ્રેડરો માં હજી વેચવાની માનસિકતા અકબંધ જળવાયેલી છે. મન્થલી ચાર્ટ પર ના પોઝીટીવ ટ્રેન્ડ ને જોતા ફેબ્રુઆરી અંત સુધી માં નિફ્ટી સ્પોટ ૬૫૦૦ નું સ્તર ન બતાવે તો જ નવાઈ!
નિફ્ટી ૫૦ ના આ શેરો માં તેજી નો ટ્રેન્ડ અકબંધ:
પાવર ગ્રીડ, જેપી એસોસિયેટ, તાતા પાવર, પંજાબ નેશનલ બેંક, રેનબક્ષી અને વિપ્રો.
(વધુ વિગત સોમવારે)